તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Provide Financial Security To The Family By Insuring The Home Loan, In Case Of Natural Death, The Family Will Not Be Liable For The Loan.

ઇન્શ્યોરન્સ:હોમ લોનનો ઇન્શ્યોરન્સ કરાવીને પરિવારને નાણાકીય સુરક્ષા આપો, કુદરતી મૃત્યુ થયું તો પરિવાર પર લોનની જવાબદારી નહીં રહે

11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોમ લોન પ્રોટેક્શન સ્કીમ એક ટર્મ ઇન્શ્યોરન્સ જેવી જ છે
 • તમે જે બેંક અથવા NBFCમાંથી લોન લો તે પણ તમને હોમ લોન ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ કરાવે છે

હાલના સમયે મોટા ભાગના લોકો ઘર ખરીદવા અથવા બનાવવા માટે લોનની મદદ લે છે. પરંતુ એવો પરિવાર જ્યાં કમાનાર એક જ વ્યક્તિ હોય તે પરિવાર માટે 15થી 20 વર્ષ સુધી ચાલાનારી લોન કોઈ જવાબદારીથી ઓછી નથી હોતી. કારણ કે તે વ્યક્તિની નોકરી જતી રહે, ગંભીર બીમારીથી પીડિત બને અથવા આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામે તો EMI ચૂકવવાનું ટેન્શન વધી જાય છે. આવી સ્થિતિમાં હોમ લોન ઈન્શ્યોરન્સ મદદગાર સાબિત થઈ શકે છે. હોમ લોન ઈન્શ્યોરન્સને સામાન્ય રીતે હોમ લોન પ્રોટેક્શન પ્લાન પણ કહેવાય છે.

હોમ લોન ઈન્શ્યોરન્સ લેવાના ફાયદા

 • જો લોન લેનારનું મૃત્યુ થાય છે તો બાકી રહેલી EMI આ વીમાનાં માધ્યમથી જમા થઈ જાય છે અને તમારું ઘર સુરક્ષિત રહે છે.
 • વીમા કવર હોવાથી આ જવાબદારી ઘરના અન્ય મેમ્બર પર નહીં આવે. ઘણી વખત બેંક પણ ઈન્શ્યોરન્સ પ્રિમિયમની રકમને EMIમાં મર્જ કરી દે છે. તો પણ EMI તેનાથી વધતી નથી.
 • લોન લેનાર વ્યક્તિનું દુર્ઘટનામાં મૃત્યુ અથવા સ્થાયી રૂપથી વિકલાંગ થવા પર હોમ લોન ઈન્શ્યોરન્સ કવર આપે છે.
 • હોમ લોન પ્રોટેક્શન સ્કીમ એક ટર્મ ઈન્શ્યોરન્સ જેવી છે. અર્થાત વીમાનો સમયગાળો તમે પોતે નક્કી કરી શકો છો. તે પ્રમાણે તમારું પ્રિમિયમ નક્કી થાય છે.
 • લોન લેનાર વ્યક્તિની ગંભીર બીમારીમાં પણ ઈન્શ્યોરન્સ કવર મળે છે. કોઈ કારણે લોન લેનાર વ્યક્તિની નોકરી છૂટી જાય તો 3 મહિનાની EMI વીમા કંપની ભરે છે.

શું આ ઈન્શ્યોરન્સ લેવો યોગ્ય રહેશે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હોય કે વીમા નિયામક IRDA કોઈએ પણ એવો કોઈ નિયમ બનાવ્યો નથી કે હોમ લોન સાથે ઈન્શ્યોરન્સ લેવો આવશ્યક છે. જો કે, ઘણી બેંક અથવા ફાઇનાન્સ આપનારા આ પ્રકારનો ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવો કે ન ખરીદવો તેનો નિર્ણય ગ્રાહકો પર નિર્ભર રાખે છે. લોન લેનારને કવર માટે મજબૂર કરવામાં આવતા નથી.

હોમ ઈન્શ્યોરન્સ અને હોમ લોન ઈન્શ્યોરન્સમાં શું તફાવત છે?
હોમ ઈન્શ્યોરન્સ અને હોમ લોન ઈનશ્યોરન્સ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. હોમ ઈન્શ્યોરન્સમાં ઘર અને તેમાં રહેલા સામાનની ચોરી, કુદરતી આફતોથી થતાં નુક્સાનથી કવર મળે છે. જો કોઈ કારણસર હોમ લોન લેનાર વ્યક્તિને કંઈ થઈ જાય છે તો હોમ લોન ઈન્શ્યોરન્સ EMIની ચૂકવણીમાં મદદ કરે છે. જો કે, હોમ લોન પર ઈન્શ્યોરન્સ લેતાં પહેલાં વીમા પોલિસીના નિયમો સાવચેતીપૂર્વક વાંચી લેવા જોઈએ.

ક્યાંથી લઈ શકાય લોન ઈન્શ્યોરન્સ?
તમે જે બેંક અને નોન બેકિંગ ફાયનાન્સિયલ કંપની (NBFC)માંથી લોન લો તે પણ તમને લોન ઈન્શ્યોરન્સ આપી શકે છે. આ સિવાય તમે ઈન્શ્યોરન્સ કંપની પાસેથી પણ લઈ શકો છો.

કેટલું પ્રિમિયમ આપવાનું રહેશે?
ઈન્શ્યોરન્સનું પ્રિમિયમ કુલ રકમના 2%થી3% હોય છે. વીમા કંપની ઈન્શ્યોરન્સનું પ્રિમિયમ લોનની રકમ, લોનનો સમયગાળો, લોન લેનારની ઉંમર અને આવક પ્રમાણે નક્કી થાય છે.

જો તમે બેંકમાંથી લોન લીધી અને તેનો ઇન્શ્યોરન્સ પણ લીધો તો EMI કેટલી વધશે?

 • આ પ્રકારની વીમા પોલિસીઓ સામાન્ય રીતે નિયમિત વાર્ષિક ચૂકવણીને બદલે સિંગલ પ્રીમિયમ ઓપ્શનવાળી હોય છે. માની લો કે તમારી બેંક તમારા માટે 22 લાખ રૂપિયાની હોમ લોનને મંજૂરી આપે છે અને 90,000 રૂપિયાના એક પ્રીમિયમ પર વીસ વર્ષ માટે હોમ લોન કવર પૂરું પાડે છે, તો તમારી કુલ લોન 22.90 લાખ રૂપિયા થઈ જશે. જો વ્યાજ દર વાર્ષિક 10% હશે તો પછી તમારી EMI 20,169 રૂપિયા થશે.
 • બીજીબાજુ, જો તમે વીમા કવર નહીં લીધું હોય તો તમારી લોન ફક્ત 22 લાખ રૂપિયાની હોત અને 20 વર્ષ માટેની EMI 19,300 રૂપિયા હોત. આ રીતે તમારી EMI વીસ વર્ષ સુધી દર મહિને 869 રૂપિયા ઘટશે. આનો અર્થ એ છે કે જો તમે હોમ લોન ઇન્શ્યોરન્સ લો તો તમારે લોનના સંપૂર્ણ સમયગાળામાં વધારાના 208,560 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બેંકે તેના માટે માત્ર 90,000 રૂપિયા જ આપ્યા છે. તેને આ રકમ પર વ્યાજ પણ મળી રહ્યું છે.

સિંગલ અને વાર્ષિક પ્રીમિયમમાં કયું વધારે સારું?

 • સિંગલ પ્રીમિયમ ભરવાની પોલિસીમાં બે ફાયદા અને એક ગેરલાભ છે. પ્રથમ ફાયદો એ છે કે તમારે રિન્યૂઅલ ડેટ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે, તેમાં રિન્યૂઅલ નથી હોતું. બીજો ફાયદો એ છે કે પ્રોડક્ટ સસ્તી પડે છે કારણ કે, તેમાં કમિશન 2% સુધી મર્યાદિત હોય છે. વીમા કંપનીને રોકાણ પર વધુ સારું રિટર્ન મળે છે અને સર્વિસ ચાર્જ ઓછો હોય છે.
 • સિંગલ પ્રીમિયમ પોલિસીમાં નુકસાન એ છે કે અપફ્રંટ તરીકે ચૂકવવામાં આવતી એક રકમ એકસાથે આપવાની રહે છે જે બહુ મોટી હોય છે. માની લો કે 40 વર્ષીય વ્યક્તિ 30 કરોડની વીમા પોલિસી લે છે જેની રકમ 1 કરોડની રકમ છે. આ માટે સિંગલ પ્રીમિયમ 3.3 લાખ રૂપિયા અને વાર્ષિક નિયમિત પ્રીમિયમ 23,000 રૂપિયા હશે.
 • મોટાભાગના લોકો દર વર્ષે રૂ. 23,000નું પ્રીમિયમ ચૂકવવાનું પસંદ કરે છે, ભલે આ રીતે તેમને 30 વર્ષમાં 6.9 લાખ રૂપિયા ચૂકવવા પડે કારણ કે, વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું એ આવક પ્રમાણે યોગ્ય છે અને જો ભવિષ્યમાં જરૂરી ન હોય તો લોકો પાસે ભવિષ્યમાં તેને બંધ કરવાનો વિકલ્પ છે.

ઇન્શ્યોરન્સનો લાભ ક્યારે નહીં મળે?
જો હોમ લોન કોઈ બીજી વ્યક્તિના નામે શિફ્ટ કરવામાં આવે અથવા સમય પહેલા બંધ કરી દેવામાં આવે તો વીમા કવર પૂરું થઈ જાય છે. કુદરતી મૃત્યુ અથવા આત્મહત્યાના કેસો પણ હોમ લોન પ્રોટેક્શન પ્લાનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા નથી. જો કે, જો તમે બીજી બેંકમાં લોન ટ્રાન્સફર કરો, પ્રિ-પેમેન્ટ અથવા રિસ્ટ્રક્ચર કરાવો તો હોમ લોન ઇન્શ્યોરન્સ પર કોઈ અસર નહીં પડે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો