તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Principal Recruitment 2021: 363 Vacancies For Principal Posts, Union Public Services Commission Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:UPSCએ પ્રિન્સિપાલની 363 જગ્યા પર ભરતી જાહેર કરી, 29 જુલાઈ પહેલાં અપ્લાય કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્ડિડેટ્સને ટીચિંગમાં 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ - Divya Bhaskar
કેન્ડિડેટ્સને ટીચિંગમાં 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ પ્રિન્સિપાલની 363 જગ્યા પર ભરતી માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 10 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ www.upsc.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ પ્રોસેસ 29 જુલાઈ સુધી ચાલુ રહેશે.

આની પહેલાં UPSCએ 24 એપ્રિલથી 13 મે દરમિયાન દિલ્હી સરકારના શિક્ષણ વિભાગમાં પ્રિન્સિપાલની 363 જગ્યા પર ભરતી માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસેથી ઓનલાઈન અરજી માગી હતી. જો કે, કમિશને કોરોનાને લીધે ભરતી પ્રોસેસ મોકૂફ રાખી હતી.

જગ્યાની સંખ્યા: 363

મહિલા: 155
પુરુષ: 208

લાયકાત
અરજી કરનારા ઉમેદવાર પાસે કોઈ માન્ય યુનિવર્સીટી કે ઇન્સ્ટિટ્યુટમાં માસ્ટર ડિગ્રી કે બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સને ટીચિંગમાં 10 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 10 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 29 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે છેલ્લી તારીખ એટલે કે 29 જુલાઈ સુધી ઓફિશિયલ વેબસાઈટ www.upsc.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: