તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Prime Minister Narendra Modi Started 6 Crash Courses For Frontline Workers, One Lakh Will Get New Employment Opportunities

દેશને નવા કોરોના વોરિયર્સ મળશે:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રંટલાઈન વર્કર્સ માટે 6 ક્રેશ કોર્સ શરુ કર્યા, એક લાખ લોકોને જોબ મળશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1 લાખ યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે
 • આ 6 કોર્સ 2-3 મહિનામાં પૂરા થઈ જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના ફ્રંટલાઈનવર્કર્સ માટે 6 ક્રેશ કોર્સ પ્રોગ્રામની શરુઆત કરી. આ ક્રેશ કોર્સ દેશના 26 રાજ્યોમાં શરુ કરવામાં આવીશે, તે માટે આશરે 111 ટ્રેનિંગ સેન્ટર બનાવ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, કોરોના સામે જંગ લડવા અને હાલની ફોર્સને સપોર્ટ કરવા માટે દેશના આશરે 1 લાખ યુવાનોને ટ્રેનિંગ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ કોર્સ 2-3 મહિનામાં પૂરો થઈ જશે, અને કેન્ડિડેટ્સ તરત લોકોના કામમાં આવશે.

આ 6 કોર્સની ટ્રેનિંગ મળશે

 • બેઝિક કેર સપોર્ટ
 • એડવાન્સ કેર સપોર્ટ
 • હોમ કેર સપોર્ટ
 • ઈમર્જન્સી કેર સપોર્ટ
 • સેમ્પલ કલેક્શન સપોર્ટ
 • મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ

હોમ કેર સપોર્ટ: આ હેઠળ કેન્ડિડેટ્સને ઓક્સિજન કંસટ્રેટર, ઓક્સિજન સિલિન્ડર, ECG અને પલ્સ ઓક્સિમીટર જેવા બેઝિક ડિવાઈસ ચલાવતા શીખવાડશે, PPEની ટોનિંગ અને ડફિંગ, એન્ટ્રી કરવી અને રેકોર્ડ મેન્ટેન કરતા શીખવાડશે.

ઈમર્જન્સી કેર સપોર્ટ: આ કોર્સ હેઠળ ઉમેદવારને ઈમર્જન્સી સ્થિતિમાં દરેક ડિવાઈસ અને અન્ય ઈન્વેટ્રી સાથે એમ્બ્યુલન્સ તૈયાર કરવી, પેશન્ટને પોઝિશનિંગ, એમ્બ્યુલેશન અને પ્રોનિંગની ટ્રેનિંગ આપવામાં આવશે.

સેમ્પલ કલેક્શન સપોર્ટ: આ હેઠળ સેમ્પલ કલેક્શનની તમામ આવશ્યકતા વ્યવસ્થિત તૈયાર કરવી, સ્વોબ અને સેમ્પલ કલેક્શન, રેપિડ એન્ટિજન ટેસ્ટ, વિઝિટ એટિકેટ્સનું ધ્યાન રાખીને સાઈટ વિઝિટની તૈયારી વગેરે શીખવાડવામાં આવશે.

મેડિકલ ઈક્વિપમેન્ટ સપોર્ટ: આ કોર્સમાં કેન્ડિડેટ્સને વેન્ટીલેટર, CPH, ઓક્સિજન ડિવાઈસ, ડિજિટલ થર્મોમીટર, ફ્લોમીટર, પ્લસ ઓક્સિમીટર, મલ્ટીપારા મોનિટર, ECG મશીન જેવા સાધનો વાપરતા શીખવાડવામાં આવશે.

રોજગારની તક મળશે
આ કોર્સ પૂરો થયા પછી ઉમેદવારને DSC/SSDMની વ્યવસ્થા હેઠળ પ્રાથમિક સારવાર કેન્દ્રો, સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો, સ્વાસ્થ્ય સુવિધાઓ અને હોસ્પિટલમાં કામ કરવાનો મોકો મળશે.

આ પ્રોગ્રામનો ઉદ્દેશ દેશભરમાં એક લાખથી વધારે કોરોના વોરિયર્સને કંઇક નવું શીખવાડવાનો છે. કોરોના વોરિયર્સને 6 ટાસ્ક સાથે જોડાયેલા રોલ વિશે ટ્રેનિંગ આપવામાં આવશે.

276 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે
આ પ્રોગ્રામ માટે 276 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ફ્રંટલાઈન વર્કર્સ માટે આ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. ભવિષ્યમાં હેલ્થ વર્કર્સની માગને પહોંચી વળવાના ઉદ્દેશથી ટ્રેનિંગ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...