• Gujarati News
  • Utility
  • Prepaid SIMs No Longer Have To Undergo KYC Frequently To Get Postpaid, The Government Has Eased Some Rules Related To It.

કામની વાત:પ્રીપેડ સિમને પોસ્ટપેડ કરાવવા માટે હવે વારંવાર KYC નહીં કરાવવું પડે, 1 રૂપિયામાં જાતે પણ કરી શકશો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવે નવા કનેક્શન લેવા અથવા પ્રીપેડ નંબરને પોસ્ટપેડમાં અથવા પોસ્ટપેડને પ્રીપેડમાં બદલવા માટે ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. ટેલિકોમ કંપનીઓ ફોર્મ ભરીને કામ ડિજિટલ માધ્યમથી કરી શકશે. કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

ડિજિટલ KYCથી કામ થશે
જો તમારે કોઈ નવો મોબાઈલ નંબર અથવા ટેલિકોમ કનેક્શન લેવાનું છે તો તમારું KYC (નૉ યોર કસ્ટમર) સંપૂર્ણ રીતે ડિજિટલ થઈ જશે. એટલે કે KYC માટે તમારે કોઈ પ્રકારના દસ્તાવેજ જમા નહીં કરાવવા પડે. પોસ્ટપેડ સિમને પ્રીપેડ કરાવવા જેવા તમામ કામો માટે હવે કોઈ ફોર્મ નહીં ભરવું પડે. તેના માટે ડિજિટલ KYC માન્ય હશે.

1 રૂપિયામાં તમે જાતે પણ KYC કરી શકશો
નવા નિયમોના અનુસાર, તમે સિમ આપતી કંપનીની એપ દ્વારા સેલ્ફ KYC કરી શકશો. તેના માટે તમારે માત્ર 1 રૂપિયો આપવો પડશે.

અત્યારે પોસ્ટપેડમાંથી પ્રીપેડ કરાવવા માટે દર વખતે KYC કરાવવું પડે છે
અત્યારના નિયમોના અનુસાર, જો કોઈ ગ્રાહક પોતાના પ્રીપેડ નંબરને પ્રોસ્ટપેડમાં અથવા પોસ્ટપેડને પ્રીપેડમાં ચેન્જ કરાવે છે તો તેને દર વખતે KYC પ્રોસેસ પૂરી કરવાની હોય છે. પરંતુ હવે માત્ર 1 વખત KYC કરવું પડશે.

શું છે સેલ્ફ KYC?
KYC માટે ગ્રાહકો પાસેથી કેટલાક ડોક્યુમેન્ટ માગવામાં આવે છે. આમ તો આ કામ જ્યાંથી સિમ લીધું હોય ત્યાં જઈને કરવાનું હોય છે પરંતુ જો તમે જાતે ઓનલાઈન પ્લેટફોર્મ પર ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારું KYC કરી લો છો તો તેને સેલ્ફ KYC કહેવામાં આવે છે. તેને વેબસાઈટ અથવા એપ્લિકેશન દ્વારા કરી શકાય છે.

સિમ માટે કેવી રીતે સેલ્ફ KYC થાય છે?
તેના માટે સૌથી પહેલા સિમ પ્રોવાઈડરની એપ્લીકેશન ફોનમાં ડાઉનલોડ કરવાની રહેશે. આ પછી, તમારે તમારા ફોન સાથે રજિસ્ટર કરવો પડશે અને એક અલ્ટર્નેટ નંબર પણ આપવો પડશે, જે તમારા જાણકારનો પણ હોઈ શકે છે. ત્યારબાદ તમને વન ટાઈમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે. ત્યારબાદ તમારે લોગિન કરવું પડશે અને તેમાં સેલ્ફ KYCનો ઓપ્શન પસંદ કરવો પડશે, જેમાં માગવામાં આવેલી જાણકારી ભરીને પ્રક્રિયા પૂરી કરી શકો છો.