વોડાફોન- આઈડિયા (Vi)એ મૂવીઝ એન્ડ ટીવી એપ પર પ્રીમિયમ વિડિયો ઓન ડિમાન્ડ (PVOD) સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. ટેલિકોમ કંપનીએ સોમવારે જણાવ્યું કે, તેના માટે હંગામાની સાથે કરાર કરવામાં આવ્યો છે. કંપની આ પગલા દ્વારા OTT પર પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે. Viના જણાવ્યા પ્રમાણે, ભારતમાં પ્રીમિયમ વીડિયો ઓન ડિમાન્ડની માર્કેટમાં ઘણી સંભાવનાઓ છે. તે ઉપરાંત કહ્યું કે, કોરોના મહામારીને કારણે OTT પ્લેટફોર્મની તરફ લોકો જઈ રહ્યા છે. લોકો ઘરેબેઠા મનોરંજન માટે નવા નવા ઓપ્શન શોધી રહ્યા છે.
પસંદગીની ફિલ્મ અથવા પ્રોગ્રામ જોવા માટે પેમેન્ટ કરવું પડશે
Viના જણાવ્યા પ્રમાણે, Vi મૂવીઝ એન્ડ ટીવી પર યુઝર્સને માત્ર તેમની પસંદગીની ફિલ્મો અથવા પ્રોગ્રામ જોવા માટે ચૂકવણી કરવી પડશે. પે પર વ્યૂ મોડેલ કંપનીની મનોરંજનની ઓફરનું વિસ્તરણ છે. તેની મદદથી યુઝર્સ તેમના રિચાર્જ અથવા પોસ્ટપેડ પ્લાનના અનુસાર, કોઈપણ વધારાના ચાર્જ વગર પસંદગીનું કન્ટેન્ટ જોઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો પે પર વ્યૂ મોડેલ અંતર્ગત યુઝર્સને પોતાની પસંદગીની ભાષામાં પસંદગીનો પ્રોગ્રામ જોવા માટે જ પેમેન્ટ કરવું પડશે. Vi-હંગામાના કરારનું લક્ષ્યાંક ડિજિટલ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનું અને ગ્રાહકોને પ્રીમિયમ હોલિવૂડ ફિલ્મોનું એક્સેસ આપવાનું છે.
યુઝર્સને અત્યારે આ હોલિવૂડ ફિલ્મો ઉપલબ્ધ કરાવવામાં આવી
PVOD સર્વિસ અંતર્ગત અત્યારે Viના ગ્રાહકો માટે ટેનેંટ, જોકર, બર્ડ ઓફ પ્રે, સ્કૂબ, જેવી હોલિવૂ઼ડ ફિલ્મો સામેલ છે. VILના ચીફ માર્કેટિંગ ઓફિસર અવનીશ ખોસલાના જણાવ્યા પ્રમાણે, અર્થવ્યસ્થા અને એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી ખોલવાની સાથે નવા કન્ટેન્ટના વપરાશ માટે નવું મોડેલ આવી રહ્યું છે. તેની મદદથી યુઝર્સ નક્કી કિંમત પર કન્ટેન્ટ જોઈ શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે, કંપની આ સેગમેન્ટના ગ્રોથ માટે હંગામા ડિજિટલ જેવા પાર્ટનર્સની સાથે કામ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.