• Gujarati News
  • Utility
  • PPF Or ELSS Can Be Invested For Tax Saving And Good Returns, Know The Special Things Related To It

કામની વાત:ટેક્સ બચાવવા અને સારા રિટર્ન માટે PPF અથવા ELSSમાં રોકાણ કરી શકાય છે, જાણો તેનાથી સંબંધિત ખાસ બાબતો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ દિવસોમાં જો તમે તમારા પૈસા રોકાણ કરવા માટે કોઈ એવો ઓપ્શન શોધી રહ્યા છો, જ્યાં તમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)કરતાં વધારે રિટર્ન મળે તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS)માં રોકાણ કરી શકો છો. આ સ્કીમ્સની સૌથી સારી વાત એ છે કે, તેમાં રોકાણ કરીને તમને ઈન્કમ ટેક્સ છૂટનો લાભ પણ મળશે. અમે આ બંને સ્કીમ્સ વિશે જણાવી રહ્યા છીએ.

PPFમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે

  • આ યોજના હેઠળ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે. આ સિવાય તેને કોઈપણ બેંક અથવા કોઈપણ પોસ્ટ ફિક્સમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે.
  • આ ખાતું ફક્ત 100 રૂપિયાથી જ ખોલાવી શકાય છે. પરંતુ પછી દર વર્ષે 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. આ ખાતામાં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
  • આ યોજના 15 વર્ષ માટે છે. જેમાંથી પૈસા અધવચ્ચે ઉપાડી નથી શકાતા. પરંતુ 15 વર્ષ પછી આ યોજના 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે.
  • આ ખાતું 15 વર્ષ પહેલાં બંધ નહીં કરાવી શકાય. પરંતુ 3 વર્ષ પછી આ ખાતાં સામે લોન લઈ શકાય છે. જો કોઈ ઇચ્છે તો આ અકાઉન્ટના 7મા વર્ષથી નિયમો હેઠળ પૈસા ઉપાડી શકે છે.
  • સરકાર દર ત્રણ મહિને વ્યાજ દરની સમીક્ષા કરે છે. આ વ્યાજ દર વધુ કે ઓછો થઈ શકે છે. અત્યારે આ ખાતાંમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે.

ELSSમાં 3 વર્ષનો લોક-ઈન પિરિઅડ હોય છે

  • દેશમાં 42 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ટેક્સ સેવિંગ સ્કીમ ચલાવે છે. દરેક કંપનીની પાસે ઈન્કમ ટેક્સ બચાવવા માટે ELSS છે.
  • તેને ઓનલાઈન ઘરે બેઠા અથવા કોઈ એજન્ટ દ્વારા ખરીદી શકાય છે.
  • તેમાં 1.5 લાખ રૂપિયાનો ઓછામાં ઓછો ટેક્સ છૂટ લઈ શકાય છે, પરંતુ મહત્તમ રોકાણની તેમાં કોઈ મર્યાદા નથી.
  • આ ઈન્કમ ટેક્સ બચાવતી સ્કીમમાં રોકાણ 3 વર્ષ માટે લોક-ઈન રહે છે. ત્યારબાદ રોકાણકાર ઈચ્છે તો આ પૈસા ઉપાડી શકે છે. ત્રણ વર્ષ બાદ ઈચ્છે તો બધા પૈસા ઉપાડી શકાય છે અથવા જેટલા જરૂર હોય એટલા પૈસા ઉપાડી લો અને બાકીના પૈસા આ ELSSમાં જ્યાં સુધી તમે ઇચ્છો ત્યાં સુધી રાખી શકો છો.
  • ELSS માત્ર 3 વર્ષ માટે લોક-ઈન હોય છે, પરંતુ જો રોકાણકાર તેમાં ડિવિડન્ટ પે-આઉટનો ઓપ્શન પસંદ કરે છે તો તેને વચ્ચે વચ્ચે પૈસા મળતા રહેશે. જો કે, ઈન્કમ ટેક્સ બચાવતી ELSS સ્કીમમાંથી વચ્ચેથી પૈસા ઉપાડી શકાતા નથી.

આ ELSS ફંડ્સે ગત વર્ષે સારું રિટર્ન આપ્યું​​​​​​​​​​​​​​

ફંડ હાઉસ1 વર્ષમાં રિટર્ન (%)છેલ્લા 3 વર્ષમાં વાર્ષિક સરેરાશ રિટર્ન (%)છેલ્લા 5 વર્ષમાં વાર્ષિક સરેરાશ રિટર્ન (%)
કવાંટ ટેક્સ સેવર ફંડ131.327.723.7

મિરાએ એસેટ ટેક્સ સેવર

78.017.622.4
DSP બ્લેકરોક ટેક્સ સેવર ફંડ70.014.217.2
BOI AXA ટેક્સ એડવાન્ટેજ ફંડ69.113.419.0
કેનેરા રોબેકો ઈક્વિટી ટેક્સ સેવર64.117.317.6

ક્યાં રોકાણ કરવું?
​​​​​​​
બંને જગ્યાએ રોકાણ કરીને ઈન્કમ ટેક્સ બચાવી શકાય છે. તે સિવાય બંને સ્કીમની પોતાની ખાસિયત અને ખામીઓ છે. આવી સ્થિતિમાં જો કોઈ ઈન્કમ ટેક્સ બચાવવામાં થોડું રિસ્ક લેવા માગે છે તો તેના માટે ELSS સારો ઓપ્શન છે. તેમાં પૈસા SIP દ્વારા રોકાણ કરવું જોઈએ, જેમાં દર મહિને રોકાણ કરવામાં આવે છે. તેનાથી રોકાણ પર રિસ્ક ઓછું થઈ જાય છે અને સારું રિટર્ન મળવાની સંભાવના પણ વધી જાય છે. તેમજ જો તમે માર્કેટના રિસ્કથી દૂર રહેવા માગો છો તો PPFમાં રોકાણ કરવું યોગ્ય રહેશે.