તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • PPF, National Savings Certificate Or Kisan Vikas Patra, Find Out Where You Can Get The Most Out Of Investing

તમારા ફાયદાની વાત:PPF,નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અથવા કિસાન વિકાસ પત્ર, જાણો ક્યાં રોકાણ કરવા પર તમને વધુ ફાયદો મળશે

15 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોસ્ટ ઓફિસે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે વ્યાજ દરમાં ઘટાડો નથી કર્યો. આવી સ્થિતિમાં જો તમે એવી જગ્યાએ રોકાણ કરવા માગો છો જ્યાં તમને વધારે વ્યાજ મળે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહે તો તમે પોસ્ટ ઓફિસની PPF,કિસાન વિકાસ પત્ર, અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કિમમાં રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરવા પર તમે સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો પણ લઈ શકો છો. દેશની સૌથી મોટી બેંક SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.4% વ્યાજ આપી રહી છે. અમે તમને આ યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ.

PPF પર 7.1% વ્યાજ મળી રહ્યું છે

 • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અકાઉન્ટ ફક્ત 100 રૂપિયાથી જ ખોલાવી શકાય છે. પરંતુ પછી દર વર્ષે 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. આ ખાતામાં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
 • આ સ્કિમ 15 વર્ષ માટે છે. જેમાંથી પૈસા અધવચ્ચે ઉપાડી નથી શકાતા. પરંતુ 15 વર્ષ પછી આ યોજના 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે.
 • તેને 15 વર્ષ પહેલાં બંધ નહીં કરાવી શકાય. પરંતુ 3 વર્ષ પછી આ અકાઉન્ટની સામે લોન લઈ શકાય છે.
 • સરકાર દર ત્રણ મહિને વ્યાજ દરની સમીક્ષા કરે છે. આ વ્યાજ દર વધુ કે ઓછો થઈ શકે છે. અત્યારે આ ખાતાંમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે.
 • આ યોજનામાં રોકાણ દ્વારા 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ લઈ શકાય છે.
 • PPF ઈન્કમ ટેક્સની EEE કેટેગરીની અંતર્ગત આવે છે. તેનો અર્થ એ થયો કે રિટર્ન, મેચ્યોરિટી રકમ અને વ્યાજથી થતી આવક પર ટેક્સ છૂટ મળે છે.

KVPમાં 6.9% વ્યાજ મળી રહ્યું છે

 • કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં અત્યારે 6.9% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
 • KVPમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારું મિનિમમ રોકાણ 1,000 રૂપિયા હોવું જોઈએ.
 • રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઈન્ટ અકાઉન્ટની સુવિધા પણ છે.
 • સગીરને પણ આ સ્કીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ તે અકાઉન્ટ તેમના માતા-પિતાએ સંભાળવું પડશે.
 • જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હોવ તો તમારે ઓછામાં ઓછી અઢી વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઈન પિરિઅડ રાખવામાં આવ્યો છે.
 • આ યોજનામાં રોકાણ દ્વારા 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. ​​​​​​​

NSCમાં 6.8% વ્યાજ મળી રહ્યું છે

 • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
 • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક આધારે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળા પર આપવામાં આવે છે.
 • NSC અકાઉન્ટ ઓપન કરાવવા માટે તમારે ન્યૂનતમ 1000 રૂપિયા રોકાણ કરવું પડશે.
 • આ અકાઉન્ટને કોઈ પુખ્તવયના નામ પર અને 3 વયસ્કોના નામ પર જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
 • 10 વર્ષથી વધારે ઉંમરના સગીરના નામે કોઈ વાલીની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકાય છે.
 • તેનો મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે. આ પહેલા તમે આ સ્કિમમાંથી બહાર નથી નીકળી શકતા.
 • આ યોજનામાં રોકાણ દ્વારા 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સની છૂટનો લાભ લઈ શકો છો.
 • તમે NSCમાં ગમે એટલી રકમ રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.

રોકાણ કરવાનું ક્યાં યોગ્ય છે?
આ ત્રણેય સ્કિમમાં રોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જો વ્યાજની વાત કરી એ તો PPFમાં KVP અને NSC સ્કિમની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. પરંતુ તેમાં 15 વર્ષનો લોક-ઈન રહે છે. જ્યારે NSCમાં 5 અને KVPમાં 2.5 વર્ષનો લોક-ઈન રહે છે. PPF ઈન્કમ ટેક્સની EEE કેટેગરી અંતર્ગત આવે છે. તેનો અર્થ એ થયો કે રિટર્ન, મેચ્યોરિટી રકમ અને વ્યાજમાંથી થતી ઈન્કમ પર આવકવેરા છૂટ મળે છે. તેમજ NSC અને KVPમાં માત્ર રોકાણ કરવા પર જ ટેક્સ બચાવી શકાય છે. તમે તમારા હિસાબથી આ ત્રણેય સ્કિમમાં રોકાણ કરી શકો છો.