તમે કેટલું સૂવો છો? જો તમે આઠ કલાકથી વધારે અને છ કલાકથી ઓછું સૂવો છો, તો તે ખોટું છે. તેનાથી ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે. હવે કેટલાક લોકો એવા પણ છે જે કે જો તેઓ 8-9 કલાકથી ઓછું ઊંઘે તો તેમને દિવસે ઊંઘ આવે છે. આવા લોકો માટે એક ઉપાય છે, પાવર નેપ.
એક રિસર્ચ અનુસાર, છથી સાત કલાકની ઊંઘની સાથે પાવર નેપ લેવાથી હૃદયની બીમારીઓનું જોખમ 40% ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમારી ઊંઘ રાતમાં પૂરી નથી થતી અથવા તમારી આદતમાં છથી સાત કલાકની ઊંઘ સામેલ છે તો પણ એક્સપર્ટ્સ તમને પાવર નેપની સલાહ આપે છે. તેનાથી ન માત્ર હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે, પરંતુ માઈગ્રેન, બ્લડ પ્રેશર અને સ્ટ્રેસની સમસ્યા પણ ઓછી થઈ જાય છે.
શું હોય છે પાવર નેપ?
શું તમે સ્લીપ સાઈકલ વિશે જાણો છો?
મિનિમમ 6 કલાક સૂવા પાછળનું સાયન્સ શું છે?
પાવર નેપ કેવી રીતે લેવું?
હેલ્થલાઈનનાં એક્સપર્ટનાં જણાવ્યા પ્રમાણે, પાવર નેપની ઘણી બધી રીત છે. દરેકને આ રીતો ફોલો કરવી જોઈએ. તેની રીત જાણ્યા વગર પાવર નેપનાં ફાયદા ઓછા થઈ જાય છે.
1.પાવર નેપનાં ફાયદા કયા છે?
રિસર્ચમાં ખબર પડી કે, તેનાથી હાર્ટ ડિસીઝ કે અટેકનું જોખમ ઓછું થઈ જાય છે. NASAએ કહ્યું કે તેનાથી આપણી પ્રોડક્ટિવિટી વધી જાય છે. પાવર નેપના બીજા પણ ઘણા ફાયદા છે.
2.એનર્જી લેવલ વધારે છે: પાવર નેપથી શરીરને એક બ્રેક મળે છે. આ દરમિયાન શરીરને એનર્જી રિ-સ્ટોર કરવાનો મોકો મળે છે.
3.મેમરી મજબૂત બને છે: દિવસભર કામ કરવાથી મગજ થાકી જાય છે. એટલે કે આપણે શારીરિક નહિ પણ માનસિક રીતે થાકીએ છીએ. તેવામાં નાની પાવર નેપ લેવાથી મગજને આરામ મળે છે અને આપણી મેમરી મજબૂત બને છે.
4.હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું થઈ જાય છે: એક રિસર્ચ પ્રમાણે, પાવર નેપ લેવાથી હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ અને હાર્ટ અટેકનું જોખમ 40% સુધી ઓછું થઈ જાય છે.
ઈમ્યુનિટી મજબૂત થાય છે: પાવર નેપ લેવાથી આપની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. પાવર નેપ દરમિયાન જ્યારે આપણી બોડી રેસ્ટ મોડ પર હોય છે ત્યારે ઈમ્યુન સેલ્સ વધારે ડેવલપ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.