ગયા અઠવાડિયે ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથી કુસ્તીબાજ વિનેશ ફોગાટ સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. આ ખેલાડીઓએ આક્ષેપ લગાવ્યો છે કે, કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને ઘણા કોચ રાષ્ટ્રીય શિબિરો દરમિયાન મહિલા ખેલાડીઓનું જાતીય શોષણ કરે છે.
આજે કામના સમાચારમાં આપણે જાણીશું કે, યૌનશોષણ કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સામે પીડિતો પાસે કયા-કયા અધિકાર છે? કાર્યસ્થળ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય તો શું કરી શકાય? અને જાહેર સ્થળો પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટને લઈને શું નિયમો છે?
આજના અમારા એક્સપર્ટ છે...
વરાલિકા નિગમ, PHD સ્કોલર ઓફ લો, લખનૌ યુનિવર્સિટી
અશોક પાંડે, એડવોકેટ, જબલપુર હાઈકોર્ટ
પ્રશ્ન- ચેટિંગ અને સોશિયલ મીડિયાના યુગમાં હેલ્ધી ફ્લર્ટિંગ અને હેરેસમેન્ટ વચ્ચેના તફાવતને કેવી રીતે ઓળખવો?
જવાબ- હેલ્ધી ફ્લર્ટિંગ એ છે કે, જે વ્યક્તિ આવું કરે છે તથા જેની સાથે કરવામાં આવે છે તે બંને કમ્ફર્ટેબલ હોય છે. જ્યાં સુધી બંને લોકો તેને એન્જોય કરી રહ્યા છે, ત્યાં સુધી ફ્લર્ટિંગ બરાબર છે. ફ્લર્ટિંગ બંને તરફથી થાય છે. આ સાથે જ જો તમે કોઇની સાથે ફ્લર્ટ કરતા હો અને તે વ્યક્તિ અસહજ થઇ જાય છે. આ પછી સામેની વ્યક્તિએ ફ્લર્ટ કરતા રોકાઈ જવું જોઈએ અને જો તે અટકે નહી તો તે હેરેસમેન્ટમાં બદલી જાય છે. હેરેસમેન્ટ એ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કરે છે.
પ્રશ્ન- છોકરાઓને કેવી રીતે સમજાય કે, હવે તેઓ લાઈન ક્રોસ કરી રહ્યા છે?
જવાબ- જ્યારે કોઈ છોકરી ‘ના’ કે ‘નો’ કહે ત્યારે ત્યાં જ રોકાઈ જાઓ, તેનાથી આગળ ન વધો. ના પાડવા છતાં જો તમે કંઈ કરો છો તો તમે લાઈન ક્રોસ કરી રહ્યા છો. વારંવાર ના પાડ્યા પછી પણ જો તમે કંઈક કરી રહ્યા છો, તો પછી તમે તેની સાથે હેરેસમેન્ટ કરી રહ્યા છો.
પ્રશ્ન- કાર્યસ્થળ પર આપણે કયા સમયે અવાજ ઉઠાવવાની જરૂર છે?
જવાબ- જ્યારે હેરેસમેન્ટ થાય છે તેવું લાગે કે તરત જ એ સમયે અવાજ ઉઠાવવો જોઈએ, કારણ કે પહેલી વારમાં નહીં બોલો તો વારંવાર હેરેસમેન્ટના શિકાર બનશો. ગુનેગાર હંમેશાં પીડિત વ્યક્તિના ડરનો ફાયદો ઉઠાવે છે.
પ્રશ્ન- કાર્યસ્થળ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટની જાણ કેવી રીતે કરવી?
જવાબ- જો કોઈ મહિલા કાર્યસ્થળ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બની રહી છે અથવા તો કોઈ વ્યક્તિ મહિલાને મેસેજ અને અશ્લીલ ફોટોગ્રાફ્સ મોકલીને પરેશાન કરી રહ્યો છે, તો આને લગતો કાયદો ‘ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ’ કામ આવે છે. આ કાયદાની મદદથી તમે ઈન્ટર્નલ કમિટી, પોલીસ કે જિલ્લા કલેક્ટરની પાસે જઈને ફરિયાદ નોંધાવી શકો છો.
પ્રશ્ન- વર્કપ્લેસ પર થયેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરવા માટે આપણે કયા-કયા પુરાવા એકત્રિત કરી શકીએ?
જવાબ- વર્કપ્લેસ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરવા માટે તમે આ પુરાવા એકત્રિત કરી શકો છો ...
નોંધ: જો કે, જાતીય સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં પુરાવાનો ભાર ગુનેગારથી ઉપર હોય છે. તેઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવી પડશે પરંતુ, શ્રેષ્ઠ કેસ એ છે કે, જ્યારે તમારી પાસે ગુનેગાર સામે પુરાવા હોય.
નીચેના ગ્રાફિક્સ પરથી સમજો કે, દેશમાં કાર્યસ્થળ પર વર્કપ્લેસ પર હેરેસમેન્ટને લગતા નિયમો શું છે ...?
પ્રશ્ન- જો હેરેસમેન્ટની ફરિયાદ પર હું કંપનીની ઈન્ટર્નલ કમિટીના નિર્ણયથી ખુશ નથી, તો મારી પાસે શું વિકલ્પ છે?
જવાબ- જો તમે કંપનીની ઈન્ટર્નલ કમિટીના નિર્ણયથી ખુશ નથી અથવા તમને ત્યાં સાંભળવામાં નથી આવતા તો તમે મહિલા પોલીસ સ્ટેશન જઇને ફરિયાદ દાખલ કરી શકો છો.
પ્રશ્ન- જો કોઈ ફોટોને મોર્ફ કરીને તમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય તો શું કરવું જોઈએ?
જવાબ- આ એક ગંભીર ગુનો છે. આ માટે તમે પોલીસ પાસે જઈને તરત જ FIR નોંધાવી શકો છો.
પ્રશ્ન- ઘણી વખત પોલીસ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના મામલાને ગંભીરતાથી લેતી નથી, આવી સ્થિતિમાં તમે શું કરી શકો?
જવાબ- જો પોલીસ ગુનાને ગંભીરતાથી ન લે તો આ કેસમાં 156 (3) CRPC હેઠળ સીધી મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી શકાય છે. ત્યારબાદ મેજિસ્ટ્રેટ પોલીસને FIR નોંધવાનો આદેશ આપી શકે છે. કલમ-200 CRPC હેઠળ તમે સીધા કોર્ટમાં કેસ પણ કરી શકો છો.
પ્રશ્ન- શું સેક્સટિંગને લઈને દેશમાં કોઈ નિયમ છે?
જવાબ- આ કપલનો ‘રાઈટ ટુ પ્રાઈવસી’ અધિકાર છે. દંપતીની વ્યક્તિગત રુચિ અને પસંદગી તે જ છે કે, જે તેઓ કરવા માગે છે. પાર્ટનરને તમારા પર્સનલ મેસેજ, ચેટ કે વીડિયો બીજા કોઈ સાથે શેર કરવાનો કે પછી તેને ઇન્ટરનેટ પર વાઈરલ કરવાનો અધિકાર નથી. જો આમ કરવામાં આવે તો તે કાયદા હેઠળ ગુનો છે. આ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સાથે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354, 354A, 354B, 354C અને 354D હેઠળ ગુનો છે.
કિસ્સો-1
કોઈએ મને ઓફિસમાં મોકલેલા સંદેશમાં કંઈપણ દ્વિઅર્થી કે કદરૂપું નહોતું પણ મને તે અકળાવનારું લાગતું હતું. ઓફિસની અન્ય છોકરીઓ સાથે વાત કરતા, તે વ્યક્તિ સાથે તેઓનો અનુભવ પણ આવો જ હતો. જ્યારે મે HRને ફરિયાદ કરી, ત્યારે તેઓએ પણ તેના પર ધ્યાન આપ્યું નહીં. આવી સ્થિતિમાં શું મારે કંઈક ખોટું થાય તેની રાહ જોવી જોઈએ?
જવાબ- આવી સ્થિતિમાં તમે બે કામ કરી શકો છો - કાં તો તમે જાઓ અને પહેલાં તે વ્યક્તિ સાથે વાત કરો. તેને કહો કે, તે જે પણ કરી રહ્યો છે તે યોગ્ય નથી. આ પછી પણ જો તે આ જ વાત રિપીટ કરે છે, તમને ફોલો કરી રહ્યો છે અથવા તમને સોશિયલ મીડિયા પર મેસેજ કરી રહ્યો છે તો પછી તમે પોલીસ પાસે જઈ શકો છો. કોઈપણ વ્યક્તિનો પીછો કરવા માટે અને સાયબર સ્ટોકિંગ માટે દેશમાં કડક કાયદો છે, જે અંતર્ગત તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
કિસ્સો-2
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરતા સમયે જો
કોઈ મને પોતાના ફોનથી રેકોર્ડ કરવા લાગે,
મારી બાજુમાં બેઠેલો વ્યક્તિ ફોનમાં પોર્ન જુએ અને ફોન મારી તરફ કરી દે તો
ચાલતી બસમાં છોકરીની બાજુમાં બેઠેલો વ્યક્તિ તેને પ્રાઈવેટ પાર્ટ દેખાડે તો
તો શું કરી શકાય?
જવાબ- આમાં 2 પગલાં લઈ શકાય.
લીગલ એક્શન
સામાજિક એક્શન
જાણવા જેવું
રિવેન્જ પોર્ન શું છે અને તેના માટેનો કાયદો શું છે?
રિલેશનશિપ દરમિયાન અનેક કપલ પોતાની અંગત પળોના ફોટો એકબીજાને મોકલે છે. ઘણીવાર તેઓ અંગત પળોના ફોટો સાથે લઈને વીડિયો બનાવે છે. બ્રેકઅપ બાદ જ્યારે બેમાંથી કોઇ એક તે પ્રાઇવેટ ફોટો અને વીડિયોનો દુરુપયોગ કરી પોતાના પાર્ટનરને બ્લેકમેલ કરે છે તો તેને રિવેન્જ પોર્ન કહેવામાં આવે છે. કોઈપણ અશ્લીલ મેસેજ, ફોટોગ્રાફ કે વીડિયોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી અન્ય કોઈને શેર કરવો કે મોકલવો એ IPCની કલમ-292 હેઠળ શિક્ષાત્મક ગુનો છે. આમ, કરવાથી 2 થી 5 વર્ષની સજા અને દંડ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.