કોરોનાવાઈરસથી બચવા માટે સૌથી પહેલા જરૂરી અને અગત્યની વસ્તુ માસ્ક છે. સમગ્ર દુનિયામાં લોકોને માસ્ક અંગે જાગૃત કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને #WearAMaskChallengeની શરૂઆત કરી છે. ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ઘેબ્રેયેસે વીડિયો મેસેજ જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે. જાણો શું છે આ ચેલેન્જ? અને તેને કેવી રીતે એક્સેપ્ટ કરવી?
શું છે #WearAMaskChallenge
#WearAMaskChallenge ચેલેન્જ અંતર્ગત માસ્ક પહેરીને પોતાનો એક ફોટો અથવા વીડિયો તૈયાર કરવાનો છે. ત્યારબાદ માસ્ક પહેરેલો ફોટો અથવા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો અને તમારા મિત્રોને પણ આ ચેલેન્જ માટે નોમિનેટ કરો. તેનાથી માસ્ક અંગે લોકોમાં જાગૃતિ વધશે, તે ઉપરાંત કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેશે.
પરંતુ માત્ર માસ્ક પૂરતો નથી
કોરોનાવાઈરસની સામે માસ્ક મુખ્ય હથિયાર છે, પરંતુ તે પૂરતું નથી. તેની સાથે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાઈજીનનું પણ ધ્યાન રાખવું પડશે. એપ્રિલના અંતમાં કરવામાં આવેલા Ipsos 15 નેશનલ સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે, શહેરોમાં વસતા 4માંથી 3 ભારતીયો માસ્ક પહેરે છે.
માસ્ક ચેલેન્જ કેમ એક્સેપ્ટ કવી જોઈએ?
ભારતમાં માસ્ક માટે ગંભીરતા નથી
ભારતમાં લોકો હજુ પણ માસ્ક માટે એટલા જાગૃત નથી. રાજધાની દિલ્હીમાં પોલીસે જૂન મહિનામાં લોકડાઉન પૂરું થયા બાદ 66 હજાર 181 લોકોને માસ્ક ન પહેરવા માટે દંડ ફટકાર્યો હતો.
તો સ્વદેશી સિલિકોન વેલી તરીકે જાણીતા બેંગલોરમાં પણ અનલોક ફેઝ દરમિયાન માસ્ક અને ડિસ્ટન્સિંગ ન જાળવી રાખવા માટે 47 હજાર લોકો પર કુલ 88 લાખ રૂપિયાનો દંડ લગાવાયો છે.
માસ્ક પહેરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો?
માસ્કના ત્રણ સ્ટેપ્સ
1. યોગ્ય માસ્કની પસંદગી
માસ્ક આપણી સુરક્ષા માટે જરૂરી છે, કોઈ દેખાડો કે ફોર્મલિટી માટે જરૂરી નથી. આથી માસ્કને પસંદ કરતી વખતે ચોક્કસથી તેની સાઈઝનું ધ્યાન રાખો. તમારા ચહેરા પર તેનું ફિટિંગ બરાબર થાય છે તેનું ધ્યાન રાખો. જો માસ્ક નાનો હોય અને ફેસ કવર ના થાય તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. માસ્કની સાઈઝ મોટી છે તો ચહેરા વચ્ચે અંતર રહે છે આથી સંક્રમણનું જોખમ વધી જાય છે.
2. માસ્ક પહેરવાની સાચી રીત
માસ્ક પહેરતી વખતે સફાઈનું ધ્યાન રાખો. માસ્ક ગંદો કે ફાટેલો ન હોવો જોઈએ. ભીનો માસ્ક ન પહેરો. માસ્કની આગળની બાજુને સ્પર્શ ન કરવો અને સ્ટ્રેપની મદદથી જ પહેરો. ખરાબ હાથોથી માસ્કને સ્પર્શ ન કરો અને વારંવાર એડજસ્ટ ન કરો. વાતચીત દરમિયાન માસ્ક કાઢો નહિ અને તેની સાઈડ પણ ન બદલો.
3. સાવધાનીથી માસ્ક કાઢો
પહેરવાની જેમ માસ્ક કાઢતી વખતે પણ સાવધાની રાખો. માસ્કને આગળના ભાગથી સ્પર્શ ન કરો અને સ્ટ્રેપની મદદથી જ દૂર કરો. માસ્ક કાઢ્યા પછી તેને કોઈ કપડાં પર ન મૂકો. ઉપયોગ કરેલો માસ્ક કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર ન કરો. જો માસ્ક રિ-યુઝેબલ નથી તો તેને ફરીથી ન પહેરો અને ડિસ્પોઝ કરી દો. માસ્ક કાઢ્યા પછી હાથ ધુઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.