તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Post Office Time Deposit Scheme, Monthly Income Scheme Or SBI FD Which Of These Three Schemes Will Be Beneficial To Invest In?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ:પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ, મંથલી ઇન્કમ સ્કીમ કે SBIની FD આ ત્રણમાંથી કઈ સ્કીમમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે જાણો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SBI 5થી 10 વર્ષ સુધીની ડિપોઝિટ પર 5.4% વ્યાજ આપી રહી છે
  • ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં મહત્તમ 6.7% વ્યાજ મળી રહ્યું છે
  • મંથલી ઇન્કમ સ્કીમમાં 6.6% વ્યાજ મળી રહ્યું છે

વિચાર્યા વિના ક્યાંય પણ નાણાનું રોકાણ કરવાથી મુશ્કેલીમાં મૂકાઈ જવાય છે. આનાથી તમારી મહેનતની કમાણી પણ બરબાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા પૈસા એવી જગ્યાએ રોકવા હોય જ્યાં તે સુરક્ષિત પણ રહે અને સાથે તમને સારું રિટર્ન પણ મળે તો તમે પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ, મંથલી ઇન્કલ સ્કીમ કે SBIની FDમાં રોકાણ કરી શકો છો. અહીં તમને જણાવા મળશે કે આ 3 જગ્યાએ રોકાણ કરશો તો તમને કેટલો ફાયદો થશે.

પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ
આ એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) છે. તેમાં નિશ્ચિત સમયગાળા માટે એક ચોક્કસ રકમનું રોકાણ કરીને નિશ્ચિત રિટર્ન અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ અકાઉન્ટ 1 થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 5.5થી 6.7% લેખે વ્યાજ આપે છે. ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, કોઈપણ વ્યક્તિ 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ રોકાણ કરે તો તે આવકવેરા કાયદા, 1961ની કલમ 80C હેઠળ છૂટનો ફાયદો લઈ શકે છે. તેમાં ઓછામાં ઓછું 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રોકાણની મહત્તમ મર્યાદા નથી.

કેટલું રિટર્ન મળશે?
આ સ્કીમ હેઠળ જો તમે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો તો તમને 5 વર્ષ પછી 1,39,406 રૂપિયા મળશે. તેમાં 6.9%ના વ્યાજ દરે તમને 39,406 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

કેટલા સમયમાં પૈસા ડબલ થશે?
તેમાં મહત્તમ વ્યાજ 6.7% મળી રહ્યું છે આવી સ્થિતિમાં રૂલ 72 અનુસાર જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસા ડબલ થવામાં 10 વર્ષ 7 મહિનાનો સમય લાગશે.

મંથલી ઇન્કમ સ્કીમ
આ એક પ્રકારની પેન્શન સ્કીમ છે, જેમાં તમે એકસાથે પૈસાનું રોકાણ કરીને તમારા માટે માસિક આવકની વ્યવસ્થા કરી શકો છો. આ સ્કીમની વિશેષ બાબત એ છે કે મેચ્યોરિટી બાદ તમને તમારા બધા પૈસા પાછા મળી જશે.

કેટલું રોકાણ કરી શકાય?
આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાશે. બીજીબાજુ, જો તમારું સિંગલ અકાઉટ હોય તો તમે રૂપિયા 4.5 લાખ સુધી જમા કરી શકો છો અને જો જોઇન્ટ ખાતું હશે તો 9 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. આ સ્કીમમાં મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષ છે. સ્કીમ દર 5 વર્ષ પછી એ જ ખાતાં દ્વારા જ્યાં સુધી ઇચ્છા હોય ત્યાં સુધી કેરી ફોરવર્ડ કરી શકાશે.

5 વર્ષ રોકાણ કરવાથી કેટલું રિટર્ન મળશે?
આ સ્કીમ અંતર્ગત જો તમે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો 5 વર્ષ પછી તમને 1,37,653 રૂપિયા મળશે. આમાં તમને 6.6%ના વ્યાજ દર રૂપે 37,653 રૂપિયા મળશે.
પૈસા ડબલ થવામાં કેટલો સમય લાગશે?
આમાં મહત્તમ 6.9% લેખે વ્યાજ મળી રહ્યું છે. તેથી, નિયમ 72 મુજબ, જો તમે આ યોજનામાં નાણાનું રોકાણ કરો તો પૈસા બમણા થવામાં 10 વર્ષ અને 9 મહિનાનો સમય લાગશે.

SBIમાં FD પર કેટલું વ્યાજ મળશે?

સમયગાળોવ્યાજ દર
7થી 45 દિવસ2.90%
46થી 179 દિવસ3.90%
180થી 210 દિવસ4.40%
211 દિવસથી 1 વર્ષ કરતાં ઓછો4.40%
1 વર્ષ કરતાં વધુ અને 2 વર્ષથી ઓછો4.90%
2 વર્ષ કરતાં વધુ અને 3 વર્ષથી ઓછો5.10%
3 વર્ષ કરતાં વધુ અને 5 વર્ષથી ઓછો5.30%
5 વર્ષ કરતાં વધુ અને 10 વર્ષથી ઓછો5.40%

5 વર્ષ રોકાણ કરવાથી કેટલું રિટર્ન મળશે?
આ યોજના અંતર્ગત જો તમે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો 5 વર્ષ પછી તમને 1,30,077 રૂપિયા મળશે. આમાં તમને 6.9%ના વ્યાજ રૂપે 30,077 રૂપિયા મળશે.

પૈસા ડબલ થવામાં કેટલો સમય લાગશે?
આમાં મહત્તમ વ્યાજ 5.4% લેખે મળી રહ્યું છે. નિયમ 72૨ મુજબ, જો તમે આ યોજનામાં નાણાનું રોકાણ કર્યું તો પૈસા ડબલ થવામાં 13 વર્ષ અને 3 મહિનાનો સમય લાગશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો