સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI),ICICI, HDFC, પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ બરોડા (BoB)એ તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે આમાંથી કોઈપણ બેંકમાં FD કરાવવાનો પ્લાન બનાવી રહ્યા હો તો તમારે આ પહેલા પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટના વ્યાજ દર વિશે જરૂર જાણવું જોઈએ. પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં અત્યારે પણ બેંક FD કરતાં વધુ વ્યાજ મળી રહ્યું છે. અમે તમને ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર અને ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ વિશે જણાવી રહ્યા છીએ. જેથી તમે તમારા હિસાબથી યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો.
નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટમાં 6.7% સુધી વ્યાજ મળી રહ્યું છે
બેંક vs ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટઃ ક્યાં કેટલું વ્યાજ મળશે
સમયગાળો | ટાઈમ ડિપોઝિટ | SBI | PNB | HDFC | ICICI | BoB |
1 વર્ષ | 5.50% | 5.10% | 5.20% | 5.35% | 5.30% | 5.00% |
2 વર્ષ | 5.50% | 5.20% | 5.30% | 5.35% | 5.30% | 5.45% |
3 વર્ષ | 5.50% | 5.30% | 5.50% | 5.50% | 5.50% | 5.50% |
5 વર્ષ | 6.70% | 5.40% | 5.60% | 5.70% | 5.70% | 5.35% |
FDમાંથી મળતા વ્યાજ પર પણ ટેક્સ આપવો પડે છે
જો એક નાણાકીય વર્ષમાં બેંક FD પર મળતું વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું છે તો તેના પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ લિમિટ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે છે. તેમજ 60 વર્ષથી વધુની વય, એટલે કે સિનિયર સિટીઝનની FDમાંથી 50 હજાર રૂપિયા સુધી આવક ટેક્સ ફ્રી થઈ જાય છે. તેનાથી વધુ આવક થવા પર 10% TDS કાપવામાં આવે છે.
5 વર્ષના રોકાણ માટે ટેક્સ છૂટનો ફાયદો મળે છે
આ ટાઈમ ડિપોઝિટ સ્કિમ અને FDમાં 5 વર્ષ માટે રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે. તેના અંતર્ગત 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર તમે ઈન્કમ ટેક્સ છૂટનો ફાયદો લઈ શકો છો. તેમજ બેંકોની 5 વર્ષની FD પર પણ ટેક્સ છૂટનો ફાયદો મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.