તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Post Office Time Deposit Or Monthly Income Scheme Earns More Interest Than FD, Tax Exemption Can Also Be Availed.

રોકાણ:પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ અથવા મંથલી ઈન્કમ સ્કીમમાં FD કરતાં વધુ વ્યાજ મળે છે, ટેક્સ છૂટનો લાભ પણ લઈ શકાય છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાઈમ ડિપોઝિટ સ્કીમાં મહત્તમ 6.7% વ્યાજ મળી રહ્યું છે
  • મંથલી ઈન્કમ સ્કીમમાં 6.6% વ્યાજ આપવામાં આવે

જો તમે ક્યાંક રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો પરંતુ રોકાણ ક્યાં કરવું તે વાતને લઈને તમે મૂંઝવણમાં છો તો તમે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ અથવા મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ બંને સ્કીમાં તમને ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધારે વ્યાજ મળે છે. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે તેમાં રોકાણ કરી શકો.

શું છે મંથલી ઈન્કમ સ્કીમ?
આ એક પ્રકારની પેન્શન સ્કીમ છે, તેમાં તમે એક સાથે પૈસા જમા કરવા માટે મંથલી ઈન્કમની વ્યવસ્થા કરી શકો છો. તેની ખાસ વાત એ છે કે, આ સ્કીમ પૂરી થયા બાદ તમને તમારા બધા પૈસા પણ પાછા મળશે.

તમે કેટલું રોકાણ કરી શકો છો?
આ સ્કીમ અંતર્ગત અકાઉન્ટને મિનિમમ 1000 રૂપિયામાં ખોલાવી શકો છો. તેમજ તમારું અકાઉન્ટ સિંગલ હોય તો તમે 4.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરવી શકો છો. જો તમારું જોઇન્ટ અકાઉન્ટ હોય તો તેમાં મહત્તમ 9 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે. મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે. 5 વર્ષ પછી તમારી મૂડી પરત મેળવી ફરી આ સ્કીમમાં રોકાણ કરી શકાય છે.

દર મહિને 5 હજારની આવક થશે
આ સ્કીમ અંતર્ગત 6.6 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત જો તમે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો હવે તમને 6.6 વાર્ષિક વ્યાજ દરના હિસાબથી વાર્ષિક 29,700 રૂપિયા મળશે. તેમજ તેમાં તમને જોઈન્ટ અકાઉન્ટ અંતર્ગત 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તેમાં તમને દર મહિને 4,950 રૂપિયાનું રિટર્ન મળશે અને 59,400 વાર્ષિક વ્યાજ મળશે. જો તમે રિટર્નને ઉપાડતા નથી તો તેના પર પણ તમને વ્યાજ મળતું રહે છે.

બાળકોના નામથી પણ ખોલાવી શકાય છે અકાઉન્ટ
તમે તમારા બાળકના નામે પણ ખાતું ખોલાવી શકો છો. જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેનાં માતા-પિતા અથવા કાનૂની વાલી વતી તેના નામ પર એક અકાઉન્ટ ખોલાવી શકાય છે. જ્યારે બાળક 10 વર્ષનું થાય ત્યારે તે પોતે પણ અકાઉન્ટનું સંચાલન કરવાનો અધિકાર મેળવી શકે છે.

કેવી રીતે અકાઉન્ટ ઓપન કરવું?
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ અકાઉન્ટ ખોલવા માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં સંપર્કમાં કરી શકો છો. અહીં તમને મંથલી ઈન્કમ સ્કીમ માટે એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તમારું અકાઉન્ટ ઓપન થઈ જશે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ

  • આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે જેમાં એક તમે નિશ્ચિત સમય માટે પૈસાનું રોકાણ કરીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો
  • પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષના સમયગાળા માટે 5.5થી 6.7 ટકા સુધી વ્યાજ આપે છે.
  • ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઈટ અનુસાર, તેમાં 5 વર્ષ માટે રોકાણ કરવા પર આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકાય છે.
  • તેમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તેમજ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
  • આ અકાઉન્ટને સગીરના નામે અને બે પુખ્ત વયના નામે પર જોઈન્ટ અકાઉન્ટ ઓપન કરાવી શકાય છે.
  • આ સ્કીમ અંતર્ગત વાર્ષિક આધારે વ્યાજ આપવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ક્વાર્ટરના આધારે નક્કી કરવામાં આવે છે.

ઈન્ડિયા પોસ્ટની વેબસાઇટ www.indiapost.gov.in મુજબ, વ્યાજ દર નીચે મુજબ છે.

સમયવ્યાજ દર (%)
1 વર્ષ5.5
5 વર્ષ

5.5

3 વર્ષ5.5
5 વર્ષ6.7

5 વર્ષ માટે રોકાણ કરવા પર મળે છે ટેક્સ છૂટનો લાભ
આ સ્કીમમાં મળતું વ્યાજ ટેક્સેબલ હોય છે અને જેને તેમાં રોકાણ કર્યું છે તેની વાર્ષિક આવકમાં આ વ્યાજ ઉમેરવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ www.indiapost.gov.in અનુસાર, 5 વર્ષના સમયગાળા માટે રોકાણ કરવા પર તમને આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળી શકે છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો