સુરક્ષિત રોકાણ:પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ, જાણો ક્યાં રોકાણ કરવાથી તમને ફાયદો થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવા ફાઈનાન્શિયલ યરની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે હજી સુધી ટેક્સ સેવિંગ અને ફાઈનાન્શિયલ ગોલને પૂરો કરવા માટે પ્લાનિંગ શરૂ નથી કર્યું તો મોડુ ન કરો. પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આપણે દર વર્ષ માટે વહેલી તકે ફાઈનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરવું જોઈએ. આજે અમે તમને પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ વિશે જણાવી રહ્યા છીએ.

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

  • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
  • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળો થવા પર આપવામાં આવે છે
  • NSC અકાઉન્ટ ખોલવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
  • આ અકાઉન્ટને સગીરના નામે અને 3 પુખ્ત વયના નામે જોઈન્ટ પણ ખોલાવી શકાય છે.
  • તેનો મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે. તે પહેલા તમે આ સ્કીમને બંધ નહીં કરી શકો.
  • નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જમા રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળે છે
  • તમે NSCમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી.

5 વર્ષની FD પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

બેંકવ્યાજ દર(%)
DCB બેંક6.95
ઇન્ડસઇન્ડ બેંક6.50
RBL બેંક6.50
યસ બેંક6.00
SBI5.40
ICICI5.50
HDFC5.50

5 વર્ષની FD પર ટેક્સ છૂટનો લાભ મળે છે
5 વર્ષની FDમાં રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ લઈ શકાય છે. આવી સ્થિતિમાં તમે તેમાં રોકાણ કરી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ બેંકમાં ટેક્સ સેવિંગ FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે.

1 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર 5 વર્ષ બાદ કેટલું વ્યાજ મળશે?

બેંકકેટલી રકમ મળશે (રૂ.)કેટલું વ્યાજ મળશે (રૂ.)
DCB બેંક139,92839,928
પોસ્ટ ઓફિસ139,60139,601
ઇન્ડસઇન્ડ બેંક137,00937,009
RBL બેંક137,00937,009
યસ બેંક133,82233,822
ICICI130,69630,696
HDFC130,69630,696
SBI130,07830,078

નોંધઃ આ કેલ્ક્યુલેશન એક મોટા અંદાજના આધારે છે. બેંક સમયાંતરે વ્યાજ દરમાં ફેરફાર કરે છે.