તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Post Office Kisan Vikas Patra Scheme Or SBI Fixed Deposit, Find Out Where You Can Get More Benefits By Investing

સુરક્ષિત રોકાણ:પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમ અથવા SBI ફિક્સ્ડ ડિપોઝિટ, જાણો ક્યાં રોકાણ કરવા પર તમને વધુ ફાયદો મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમમાં પૈસાનું રોકાણ કરવા પર તમને 6.9% વ્યાજ મળશે. દેશની સૌથી મોટી બેંક SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.40% વ્યાજ આપી રહી છે. અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે ક્યાં રોકાણ કરવાથી તમને વધુ ફાયદો થશે.

કિસાન વિકાસ પત્ર (KVP)

  • કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં અત્યારે 6.9% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
  • KVPમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારું મિનિમમ રોકાણ 1,000 રૂપિયા હોવું જોઈએ.
  • રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઇન્ટ અકાઉન્ટની સુવિધા પણ છે.
  • સગીરને પણ આ સ્કીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ તે અકાઉન્ટ તેમના માતા-પિતાએ સંભાળવું પડશે.
  • જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઇન પિરિઅડ રાખવામાં આવ્યો છે.
  • આ અંતર્ગત જમા થયેલ રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ છૂટ મળે છે.

SBI ફિક્સ્ડ ડિપોઝિટમાં 7 દિવસથી 10 વર્ષ માટે રોકાણ કરી શકાય છે
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં તમે 7 દિવસથી લઈને 10 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવી શકો છો. આ બેંક તમને 2.9થી 5.4% વ્યાજ આપી રહી છે. અહીં જુઓ SBIની કઈ અવધિ માટે FD કરાવવા માટે કેટલું વ્યાજ મળશે.

SBI FD પર કેટલું વ્યાજ ચૂકવે છે

સમયગાળો

સામાન્ય નાગરિકો માટે નવા દર (%)
7થી 45 દિવસ2.9
46થી 179 દિવસ3.9
180થી 210 દિવસ4.4
211થી એક વર્ષ4.4
1 વર્ષથી વધારે 2 વર્ષ કરતાં ઓછો4.9
2 વર્ષથી વધારે 3 વર્ષ કરતાં ઓછો5.1
3 વર્ષથી વધારે 5 વર્ષ કરતાં ઓછો5.3
5 વર્ષથી 10 વર્ષ5.4

5 વર્ષ માટે રોકાણ કરવા પર ટેક્સ છૂટનો લાભ મળે છે
FDમાં 5 વર્ષ માટે રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે. 80C અંતર્ગત 1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સ છૂટ લઈ શકાય છે.

ક્યાં રોકાણ કરવા પર તમારા પૈસા ઝડપથી ડબલ થશે?
કિસાન વિકાસ પત્ર

તેમાં રોકાણ કરવા પર તમને મહત્તમ 6.90% વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર, જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસા ડબલ થવામાં લગભગ 10 વર્ષ 4 મહિનાનો સમય લાગશે.

SBI ફિક્સ્ડ ડિપોઝિટ
તેમાં મહત્તમ વ્યાજ 5.40% મળી રહ્યું છે, આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર, જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો ચો પૈસા ડબલ થવામાં 13 વર્ષ 4 મહિનાનો સમય લાગશે.

શું છે રૂલ ઓફ 72?
રૂલ ઓફ 72 એ ફાઇનાન્સનો ખાસ નિયમ છે. નિષ્ણાતો તેને સૌથી સચોટ નિયમ માને છે, જે નક્કી કરે છે કે તમારું રોકાણ કેટલા સમયમાં ડબલ થશે. તમે તેને આ રીતે સમજી શકો કે જો તમે બેંકની કોઈ એક ખાસ સ્કીમની પસંદગી કરી છે જ્યાં તમને વાર્ષિક 8% વ્યાજ મળે છે, તો આવી સ્થિતિમાં રૂલ 72 અંતર્ગત 72માં 8મો ભાગ આપવો પડશે. આ કિસ્સામાં તમારે 72/8= 9 વર્ષ, એટલે કે તમારા પૈસા ૯ વર્ષમાં ડબલ થઈ જશે.

નોંધ- બેંક અને પોસ્ટ ઓફિસ સમયાંતરે વ્યાજ દરની સમીક્ષા કરે છે.