તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષિત રોકાણ:પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કિમ અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરવા પર સારું એવું વ્યાજ મળશે

2 મહિનો પહેલા

પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. તમને તેની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમમાં પૈસાનું રોકાણ કરવા પર સારું એવું વ્યાજ મળશે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં અત્યારે 7.10% અને કિસાન વિકાસ પત્રમાં 6.9% વ્યાજ મળી રહ્યું છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ક્યાં રોકાણ કરવા પર વધારે ફાયદો થશે.

કિસાન વિકાસ પત્રમાં 6.9% વ્યાજ મળી રહ્યું છે

  • કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં અત્યારે 6.9% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
  • KVPમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારું મિનિમમ રોકાણ 1,000 રૂપિયા હોવું જોઈએ.
  • રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઇન્ટ અકાઉન્ટની સુવિધા પણ છે.
  • સગીરને પણ આ સ્કીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ તે અકાઉન્ટ તેમના માતા-પિતાએ સંભાળવું પડશે.
  • જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઇન પિરિઅડ રાખવામાં આવ્યો છે.
  • તેના અંતર્ગત જમા થયેલ રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ છૂટ મળે છે.

PPFમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે

  • તેમાં અત્યારે 7.1% વ્યાજ મળી રહ્યું છે. વ્યાજ દરની સમીક્ષા દર ત્રણ મહિને સરકાર કરે છે. આ વ્યાજ દર ઓછા અથવા વધારે હોઈ શકે છે.
  • આ સ્કીમ અંતર્ગત અકાઉન્ટ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. આ સિવાય તેને કોઈપણ બેંક અથવા કોઈપણ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે.
  • આ ખાતું ફક્ત 500 રૂપિયાથી જ ખોલાવી શકાય છે. પરંતુ પછી દર વર્ષે 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. આ ખાતામાં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
  • આ યોજના 15 વર્ષ માટે છે. જેમાંથી પૈસા અધવચ્ચે ઉપાડી નથી શકાતા. પરંતુ 15 વર્ષ પછી આ યોજના 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે.
  • આ ખાતું 15 વર્ષ પહેલાં બંધ નહીં કરાવી શકાય. પરંતુ 3 વર્ષ પછી આ ખાતાં સામે લોન લઈ શકાય છે. જો કોઈ ઇચ્છે તો આ અકાઉન્ટના 7મા વર્ષથી નિયમો હેઠળ પૈસા ઉપાડી શકે છે.
  • આ યોજનામાં રોકાણ દ્વારા 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે.

ક્યાં રોકાણ કરવું?
પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરવા પર તમને 7.1% વ્યાજ મળશે જે કિસાન વિકાસ પત્ર કરતા વધારે છે. પરંતુ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં 15 વર્ષનો લોકઈન પિરિઅડ હોય છે જે કિસાન વિકાસ પત્રના 2.5 વર્ષ કરતા વધારે છે. આ બંને યોજનાઓમાં રોકાણ દ્વારા 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. આવી સ્થિતિમાં તમે તમારી જરૂરિયાત પ્રમાણે આ બંને યોજનામાંથી કોઈ એક પસંદ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...