• Gujarati News
  • Utility
  • PNB Will Increase The Charge For All Its Services From January 15, Now The Minimum Balance Has To Be 10 Thousand Rupees.

PNB ગ્રાહકોને ઝટકો:15 જાન્યુઆરીથી PNB તેની તમામ સેવાઓનો ચાર્જ વધારશે, હવે મિનિમમ બેલેન્સ 10 હજાર રૂપિયા રાખવું પડશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક લાખ રૂપિયાથી ઓછા ચેક પર ચાર્જ 100થી વધારીને 150 રૂપિયા કરી દેવામાં આવ્યો છે
  • લોકર ચાર્જમાં પણ ફેરફાર

દેશની બીજા નંબરની સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ તમામ સેવાઓ પર ચાર્જ વધારી દીધો છે. હવે શહેરી વિસ્તારોમાં ગ્રાહકોને પોતાના ખાતામાં ઓછામાં ઓછું 10 હજાર રૂપિયા બેલેન્સ રાખવું પડશે.

વેબસાઈટ પર જાણકારી આપવામાં આવી
પંજાબ નેશનલ બેંકે પોતાની વેબસાઈટ પર તેની જાણકારી આપી છે. તેના અનુસાર, તમામ ચાર્જ 15 જાન્યુઆરીથી લાગુ થશે. તેના અનુસાર, ત્રિમાસિક આધાર પર સરેરાશ બેલેન્સ શહેરી વિસ્તારોમાં 10 હજાર રૂપિયા હશે. અત્યાર સુધી તે 5 હજાર રૂપિયા હતું. જો 10 હજારથી ઓછું બેલેન્સ હશે તો 600 રૂપિયા ચાર્જ લાગશે. અગાઉ તે 300 રૂપિયા હતો.

ગ્રામીણ વિસ્તારોના અકાઉન્ટ પર 400 રૂપિયા ચાર્જ
બેંકના જણાવ્યા પ્રમાણે, ઓછામાં ઓછા બેલેન્સ પર ગ્રામીણ અને સેમી અર્બન વિસ્તારોના અકાઉન્ટ માટે આ ચાર્જ 400 રૂપિયા હશે, જે પહેલા 200 રૂપિયા હતો. આ તમામ ચાર્જ ત્રિમાસિક ધોરણે લેવામાં આવશે. જો કે, બેંકે ગ્રામીણ અને અર્બન વિસ્તારો માટે મિનિમમ બેલેન્સની મર્યાદા માત્ર એક હજાર રૂપિયા રાખી છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.

લોકર ચાર્જમાં પણ ફેરફાર
રિપોર્ટ્સના અનુસાર, લોકર ચાર્જિસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં તમામ ટાઈપના લોકર પર અસર થશે. અર્બન અને મેટ્રોપોલિટન શહેરોમાં લોકર ચાર્જ વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યા છે. નાની સાઈઝના લોકરનો ચાર્જ ગ્રામીણ વિસ્તારમાં પહેલા એક હજાર રૂપિયા હતો જે હવે 1,250 રૂપિયા હશે. જ્યારે અર્બન વિસ્તારમાં તે 1,500થી વધીને 2 હજાર રૂપિયા થઈ ગયો છે.

મધ્યમ સાઈઝના લોકર ચાર્જ વધ્યા
મધ્યમ સાઈઝના લોકરનો ચાર્જ ગ્રામીણ વિસ્તારમાં 2 હજારથી વધારીને 2,500 અને અર્બન વિસ્તારમાં 3 હજારથી વધારીને 3,500 રૂપિયા થઈ ગયો છે. મોટા લોકોરનો ચાર્જ ગ્રામીણ વિસ્તારમાં અઢી હજારથી 3 હજાર અને અર્બનમાં 5 હજારથી 5,500 રૂપિયા થઈ ગયો. એકદમ મોટી સાઈઝના લોકરનો ચાર્જ ગ્રામીણ અને અર્બન બંને માટે 10 હજાર રૂપિયા છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.

વર્ષમાં હવે 12 વખત વિઝિટની સુવિધા
બેંકના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં હવે 12 વખત લોકર માટે તમે વિઝિટ કરી શકો છો. તેના પછી દરેક વિઝિટ પર 100 રૂપિયા ચાર્જ આપવો પડશે. પહેલા તેમાં 15 વખતની વિઝિટની સુવિધા હતી. તેની સાથે જ હવે કરન્ટ અકાઉન્ટ ઓપન કર્યાના 14 દિવસ અને એક વર્ષની અંદર જો તમે બંધ કરાવો છો તો 800 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલા 600 રૂપિયા હતો.

ડેબિટ ફેલ થવા પર 250 રૂપિયા
બેંકના જણાવ્યા પ્રમાણે, 1 ફેબ્રુઆરીથી જો ડેબિટ ખાતામાં પૈસા ન હોવાને કારણે તમારો કોઈ હપ્તો અથવા રોકાણ ફેલ થાય છે તો તેના માટે 250 રૂપિયા આપવા પડશે. અત્યાર સુધી તેના માટે 100 રૂપિયા ચાર્જ લાગતો હતો. જો તમે ડિમાન્ડ ડ્રાફ્ટને કેન્સલ કરો છો તો હવે 150 રૂપિયા આપવા પડશે. તેના માટે અત્યારે 100 રૂપિયા ચાર્જ લાગતો હતો.

ચેક રિટર્ન પર 150 રૂપિયાનો ચાર્જ
આવી જ રીતે ચેક રિટર્ન થવાની સ્થિતિમાં પણ ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. એક લાખ રૂપિયાથી ઓછા ચેક પર ચાર્જ 100થી વધારીને 150 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. એક લાખથી વધુ મૂલ્યના ચેક રિટર્ન પર 200 રૂપિયાની જગ્યા 250 રૂપિયા ચાર્જ આપવો પડશે. જો તમે સેવિંગ અકાઉન્ટમાંથી મહિનામાં 3 વખત બેંકની શાખામાં પૈસા જમા કરો છો તો તે ફ્રી હશે, પરંતુ તેનાથી વધારે કેશ જમા કરવા પર 50 રૂપિયા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન ચાર્જ આપવો પડશે. પહેલા તે 25 રૂપિયા હતો અને મહિનામાં 5 વખત ફ્રી ટ્રાન્ઝેક્શન હતું.