તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • PNB To Implement OTP Based Withdrawal System For Cash Withdrawals, Withdrawal Rules To Be Changed From December 1

ફેરફાર:PNB કેશ ઉપાડવા માટે OTP બેઝ્ડ વિથડ્રોલ સિસ્ટમ લાગુ કરશે, 1 ડિસેમ્બરથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PNB વન ટાઇમ પાસવર્ડ (OTP) બેઝ્ડ કેશ વિથડ્રોલ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે
  • નાઇટ અવર્સમાં 10 હજાર રૂપિયા કરતાં વધારે રકમ ઉપાડવા માટે PNB ગ્રાહકોને OTPની જરૂર હશે

ATMમાંથી રોકડ ઉપાડને વધુ સુરક્ષિત બનાવવા માટે પંજાબ નેશનલ બેંક (PNB) વન ટાઇમ પાસવર્ડ (OTP) બેઝ્ડ કેશ વિથડ્રોલ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. 1 ડિસેમ્બરથી રાત્રે 8 વાગ્યાથી લઇને સવારના 8 વાગ્યાની વચ્ચે PNB 2.0 ATMમાંથી એકવારમાં 10 હજાર રૂપિયા કરતાં વધારે કેશ ઉપાડવી હશે તો તે OTP સિસ્ટમ બેઝ્ડ રહેશે. એટલે કે, આ રાતના કલાકોમાં ગ્રાહકોને 10,000 રૂપિયાથી વધુ ઉપાડવા માટે OTPની જરૂર પડશે. આ OTP તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.

નવા નિયમો ફક્ત PNB ATMમાં જ લાગુ થશે
OTP બેઝ્ડ રોકડ ઉપાડ ફક્ત PNB 2.0 ATMમાં ​​લાગુ થશે. એટલે કે, અન્ય બેંકના ATMમાંથી PNB ડેબિટ/ATM કાર્ડમાંથી પૈસા ઉપાડવા માટે OTP આધારિત કેશ ઉપાડ સિસ્ટમ લાગુ થશે નહીં.

PNB 2.0 શું છે?
PNBમાં યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC)નું મર્જર થયું છે, જે 1 એપ્રિલ 2020થી અમલમાં આવ્યું છે. આ ભેગી થઇને જે સંસ્થા બની તેને PNB 2.0 નામ આપવામાં આવ્યું છે.

SBIએ જાન્યુઆરી 2020થી આ સુવિધા લાગુ કરી દીધી હતી
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ SBIના ATM પર 1 જાન્યુઆરી 2020થી રાત્રે 8થી સવારે 8 દરમિયાન 10,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે OTP બેઝ્ડ કેશ વિથડ્રોલ સિસ્ટમ લાગુ કરી દીધી હતી. બાદમાં સપ્ટેમ્બરમાં SBIએ OTP બેઝ્ડ વિથડ્રોલ સિસ્ટમ 24×7 લાગુ કરી દીધી હતી.

નાણાકીય વર્ષ 2019-20માં છેતરપિંડીના કુલ 84,545 કેસ
નાણાકીય વર્ષ 2019-20માં દેશના બેંકિંગ ક્ષેત્રે છેતરપિંડીના કુલ 84,545 કેસ નોંધાયા છે. આ કેસોમાં કુલ 1.85 લાખ કરોડ રૂપિયા સામેલ થયા છે. આ માહિતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI) દ્વારા બહાર આવી છે. ભારતીય રિઝર્વ બેંકે આ માહિતી આપી છે. બીજીબાજુ, RBIને SBI, HDFC અને ICICI બેંક સામે સૌથી વધુ ફરિયાદો મળી હતી.