તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • PNB Launches 'Excellent Fixed Deposit' Scheme, Find Out How Much Interest Is Being Earned

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

FD સ્કીમ:PNBએ 'ઉત્તમ ફિક્સ્ડ ડિપોઝિટ' નામની સ્કીમ શરૂ કરી, જાણો કેટલું વ્યાજ મળી રહ્યું છે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 7 દિવસથી લઈને 10 વર્ષની FD કરાવી શકાય છે
 • 5થી લઈને 10 વર્ષ સુધીની અવધિ માટે 5.35 ટકા વ્યાજ અને, સિનિયર સિટીઝનને 6.09 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે

આજે પણ ઘણા લોકો માટે સેવિંગ્સ માટે પહેલો ઓપ્શન બેંક FD છે. કેમ કે, તે રોકાણના સૌથી સુરક્ષિત ઓપ્શનમાંથી એક છે. ભલે વર્તમાન સમયમાં FD પર વ્યાજ દર ઘટી ગયા હોય પરંતુ તેમ છતાં તે લોકપ્રિય છે. આવી સ્થિતિમાં ઘણી બેંકો આ સમયે ફિક્સડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. તે સાથે ઘણી બેંક નવી FD સ્કીમ પણ લોન્ચ કરી છે. FDમાં ગ્રાહકોને હિતને ધ્યાનમાં રાખતા દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક (PNB) ખાસ FD સ્કીમ લઈને આવી છે.

7 દિવસથી લઈને 10 વર્ષની FD કરાવી શકાય છે
બેંકોમાં 7 દિવસથી લઈને 10 દિવસ સુધીની FD કરાવી શકાય છે. તે ગ્રાહકો પર આધાર છે કે તેઓ શોર્ટ ટર્મ અથવા લોન્ગ ટર્મ નાણાકીય લક્ષ્યોને અનુરૂપ તેમની સુવિધા અનુસાર ટૂંકી અથવા લાંબા ગાળાની FD કરાવે.

PNB ઉત્તમ ફિક્સડ ડિપોઝિટ
ઉલ્લેખિત વાર્ષિક FD રેટ PNBની નોન કોલેબલ FD સ્કીમ 'ઉત્તમ ફિક્સ્ડ ડિપોઝિટ' (Uttam Fixed Deposit Scheme)ના છે. આ સ્કીમમાં 15 લાખથી વધારે પરંતુ 2 કરોડથી રૂપિયાથી ઓછી ટર્મ ડિપોઝિટ કરાવી શકાય છે. આ દર 1 જાન્યુઆરી 2021થી લાગુ છે.

વ્યાજ દર

 • 91-179 દિવસની અવધિ માટે 4.05 ટકા, સિનિયર સિટીઝન માટે 4.05 ટકા
 • 180-270 દિવસની અવિધ માટે 4.45 ટકા, સિનિયર સિટીઝન માટે 4.47 ટકા
 • 271થી લઈને 1 વર્ષથી ઓછા સમયગાળા માટે 4.55 ટકા, સિનિયર સિટીઝન માટે 4.60 ટકા
 • 1 વર્ષની અવધિ માટે 5.25 ટકા, સિનિયર સિટીઝન માટે 5.35 ટકા
 • 1થી લઈને 2 વર્ષની અવધિ માટે 5.25 ટકા, સિનિયર સિટીઝન માટે 5.35 ટકા
 • 2 વર્ષથી 3 વર્ષ સુધીની અવધિ માટે 5.25 ટકા, સિનિયર સિટીઝન માટે 5.50 ટકા
 • 3થી લઈને 5 વર્ષ સુધીની અવધિ માટે 5.35 ટકા, સિનિયર સિટીઝન માટે 5.76 ટકા
 • 5થી લઈને 10 વર્ષ સુધીની અવધિ માટે 5.35 ટકા, સિનિયર સિટીઝન માટે 6.09 ટકા

મેચ્યોરિટી પિરિઅડ
PNB ઉત્તમ ફિક્સ્ડ ડિપોઝિટનો મેચ્યોરિટી પિરિઅડ 91 દિવસથી 120 મહિનાનો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો