આજે પણ ઘણા લોકો માટે સેવિંગ્સ માટે પહેલો ઓપ્શન બેંક FD છે. કેમ કે, તે રોકાણના સૌથી સુરક્ષિત ઓપ્શનમાંથી એક છે. ભલે વર્તમાન સમયમાં FD પર વ્યાજ દર ઘટી ગયા હોય પરંતુ તેમ છતાં તે લોકપ્રિય છે. આવી સ્થિતિમાં ઘણી બેંકો આ સમયે ફિક્સડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. તે સાથે ઘણી બેંક નવી FD સ્કીમ પણ લોન્ચ કરી છે. FDમાં ગ્રાહકોને હિતને ધ્યાનમાં રાખતા દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક (PNB) ખાસ FD સ્કીમ લઈને આવી છે.
7 દિવસથી લઈને 10 વર્ષની FD કરાવી શકાય છે
બેંકોમાં 7 દિવસથી લઈને 10 દિવસ સુધીની FD કરાવી શકાય છે. તે ગ્રાહકો પર આધાર છે કે તેઓ શોર્ટ ટર્મ અથવા લોન્ગ ટર્મ નાણાકીય લક્ષ્યોને અનુરૂપ તેમની સુવિધા અનુસાર ટૂંકી અથવા લાંબા ગાળાની FD કરાવે.
PNB ઉત્તમ ફિક્સડ ડિપોઝિટ
ઉલ્લેખિત વાર્ષિક FD રેટ PNBની નોન કોલેબલ FD સ્કીમ 'ઉત્તમ ફિક્સ્ડ ડિપોઝિટ' (Uttam Fixed Deposit Scheme)ના છે. આ સ્કીમમાં 15 લાખથી વધારે પરંતુ 2 કરોડથી રૂપિયાથી ઓછી ટર્મ ડિપોઝિટ કરાવી શકાય છે. આ દર 1 જાન્યુઆરી 2021થી લાગુ છે.
વ્યાજ દર
મેચ્યોરિટી પિરિઅડ
PNB ઉત્તમ ફિક્સ્ડ ડિપોઝિટનો મેચ્યોરિટી પિરિઅડ 91 દિવસથી 120 મહિનાનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.