સુવિધા / PNB એક અકાઉન્ટ પર ત્રણ ડેબિટ કાર્ડ આપી રહ્યું છે, માત્ર પરિવારના સભ્યોનાં નામે જ લઈ શકાશે

PNB is giving three debit cards on one account only

Divyabhaskar.com

Jun 18, 2019, 05:55 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો તમને લાગે છે કે ઘરના અન્ય સભ્યોને ડેબિટ કાર્ડની જરૂર છે. પરંતુ તે એકાઉન્ટ ખોલાવા નથી માગતા, તો હવે તેમના માટે ડેબિટ કાર્ડ લેવું શક્ય બનશે. પંજાબ નેશનલ બેંક (PNB) આ સુવિધા પૂરી પાડી રહી છે. અહીં તમે એક બેંક ખાતું ખોલાવી ઘરના અન્ય સભ્યો માટે તેમનાં નામ પર ડેબિટ કાર્ડ લઈ શકો છો. આ ડેબિટ તમારા મુખ્ય ડેબિટ કાર્ડની જેમ જ કાર્ય કરશે.


આ રીતે 3 ડેબિટ કાર્ડ મળશે
PNBએ તેની વેબસાઇટ પર આ વિશેની માહિતી આપી છે. આ માહિતી અનુસાર, ગ્રાહકોને અત્યારે તેમના બેંક એકાઉન્ટ સાથે એક ડેબિટ કાર્ડ મળે છે. પરંતુ હવે બીજા 2 વધારાના ડેબિટ કાર્ડ લેવાની સુવિધા પણ મળશે. પરંતુ આ ડેબિટ કાર્ડ માત્ર પરિવારના સભ્યોના નામે જ લઈ શકાશે. પરિવારના સભ્યોમાં માતા-પિતા, પત્ની અથવા બાળકોનો સમાવેશ થાય છે. PNB દ્વારા બહાર પાડેલાં ત્રણેય ડેબિટ કાર્ડ પ્રાથમિક કાર્ડની જેમ જ કામ કરશે.


PNBની વધુ એક સુવિધા
PNB આ ઉપરાંત બીજી સુવિધા પણ આપી રહી છે. આ સુવિધા હેઠળ, જો કોઈ વ્યક્તિ તેના 3 બેંક ખાતાઓમાં ઇચ્છે તો માત્ર એક જ ATM કાર્ડ સાથે ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ ATM કાર્ડથી એક મુખ્ય અકાઉન્ટ અને 2 અન્ય બેંક એકાઉન્ટ જોડી શકાય છે. જો કે, આ રીતે ATMથી જો અન્ય બે અકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો આ માટે PNBનાં ATMનો જ ઉપયોગ કરવો પડશે. પરંતુ મુખ્ય ખાતાનું ટ્રાન્ઝેક્શન કોઈપણ બેંકના ATMમાંથી થઈ શકશે. આવાં ATM કાર્ડ લેવાની એક જ શરત છે કે આ ત્રણેય બેંક અકાઉન્ટ્સ સમાન નામ અને એક જ પ્રકારનાં હોવાં જોઇએ. એક સેવિંગ અને બીજું કરન્ટ અકાઉન્ટ નહીં ચાલે.

X
PNB is giving three debit cards on one account only
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી