તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તામાં સોનું ખરીદવાની તક:PNB બેંક સસ્તામાં સોનું ખરીદવાની તક આપશે, ડિસ્કાઉન્ટ પણ બંપર મળશે, જાણો કેવી રીતે ફાયદો થઈ શકે છે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે પણ સસ્તામાં સોનાનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક PNB (પંજાબ નેશનલ બેંક) તમને તક આપી રહી છે. પંજાબ નેશનલ બેંકે સોશિયલ મીડિયામાં આ વિશે જાણકારી આપી છે. હકીકતમાં સરકારની સોવરેન ગોલ્ડ સ્કીમ એક વખત ફરીથી રોકાણકારો માટે ઓપન થઈ ગઈ છે. આ સ્કીમમાં તમે 1 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી 2021 સુધી રોકાણ કરી શકો છો.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ વખતે ગોલ્ડ સબસ્ક્રિપ્શનની કિંમત ગ્રામ દીઠ 4,912 રૂપિયા નક્કી કરી છે. આ 2020-21 સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની અગાયરમી સિઝન છે. આ બોન્ડની સેટલમેન્ટ તારીખ 9 ફેબ્રુઆરી 2021 નક્કી કરવામાં આવી છે.

PNBએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી
આ અંગે બેંકના જણાવ્યા પ્રમાણે, રોકાણકારો 5 ફેબ્રુઆરી સુધી સોનામાં રોકાણ કરી શકે છે. તે ઉપરાંત 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.

ક્યાંથી ખરીદી શકો છો તમે ગોલ્ડ સોવરેન બોન્ડ
સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે તમારી પાસે પેન કાર્ડ હોવું જરૂરી છે. રોકાણકારો આ બોન્ડ ઓનલાઈન પણ ખરીદી શકે છે. તે ઉપરાંત બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસ, અને NSE અને BSE જેવા સ્ટોક એક્સચેન્જથી તમે તેને ખરીદી શકો છો.

ગોલ્ડ બોન્ડ ખરીદવાના ફાયદા

  • ગોલ્ડ બોન્ડ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળશે
  • રોકાણકારોને ઓછામાં ઓછું 1 ગ્રામ બોન્ડ ખરીદવાની પણ સુવિધા મળે છે
  • રોકાણકારોને ગોલ્ડ બોન્ડના બદલે લોન લેવાની પણ સુવિધા છે
  • મૂડી અને વ્યાજ બંનેની સરકારી (સોવરેન) ગેરંટી મળે છે
  • લોન લેવા માટે ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કોલલેટર તરીકે કરી શકાય છે

તે ઉપરાંત ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા પર તમારો TDS પણ કટ નથી થતો.
રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે, બોન્ડની નોમિનલ વેલ્યુ 4912 રૂપિયા નક્કી કરવામાં આવી. બોન્ડનું મૂલ્ય ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA) દ્વારા આપવામાં આવ્યું, જે 27થી 29 જાન્યુઆરીની વચ્ચે 999 પ્યોરિટીવાળા સોનાના સરરેરાશ ક્લોઝિંગ પ્રાઈસના આધારે નક્કી કરવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો