તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે ઘણી વીમા યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ યોજના અંતર્ગત માત્ર 1 રૂપિયામાં 2 લાખનો ડેથ ઈન્શ્યોરન્સ મળે છે. યોજના અંતર્ગત દર મહિને એક રૂપિયાના આધાર પર 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઘણા પ્રકારના કવર મળે છે. આ રકમ તમારા લિંક્ડ બેંક અકાઉન્ટમાંથી દર મહિને ડિડક્ટ કરવામાં આવે છે. તેના અંતર્ગત 2 લાખ રૂપિયાનું કવર મળે છે, તેમજ વિવિધ પરિસ્થિતિઓમાં એક લાખ રૂપિયા મળે છે. આજે અમે તમને આ યોજના વિશે જણાવી રહ્યા છીએ.
અકસ્માતમાં મૃત્યુ થવા પર 2 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે
યોજનાના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં નામદારને 2 લાખ રૂપિયા મળે છે. અકસ્માતમાં કાયમી અને સંપૂર્ણ વિકલાંગ થવાના કિસ્સામાં જેમ કે, બંને આંખ અથવા બંને હાથ અથવા બંને પગ ગુમાવી દેવા અથવા એક આંખ અને એક હાથ અને એક પગ ગુમાવવા પર 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. દુર્ઘટનામાં કાયમી આંશિક વિકલાંગતા જેમ કે, આંખની દૃષ્ટિ ગુમાવી, એક હાથ અથવા પગનો ઉપયોગ ન કરવાની સ્થિતિમાં 1 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.
કોઈપણ બેંકમાંથી યોજનાનો લાભ લઈ શકાય છે
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)નું ફોર્મ તમે ઓનલાઈન અથવા બેંકમાં જઈને ભરી શકો છો. કોઈપણ બેંક દ્વારા તમે આ ઈન્શ્યોરન્સ લઈ શકો છો. પબ્લિક સેક્ટરની સાથે પ્રાઈવેટ બેંકોએ પણ પોતાની વેબસાઈટ પર તેના સંબંધિત સંપૂર્ણ જાણકારી આપી છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની પાસે બેંક અકાઉન્ટ હોવું જરૂરી છે. બેંક અકાઉન્ટમાંથી પૈસા ડાયરેક્ટ ડેબિટ થઈ જાય છે. તેમજ આ યોજના સાથે જોડાયેલ ફોર્મ http://www.dif.mp.gov.in/pmjsby.htm પરથી ડાઉનલોડ કરીને બેંકમાં જમા કરાવી શકો છો. આ ફોર્મ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બાંગ્લા, કન્નડ, ઓડિયા, મરાઠી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
18થી 70 વર્ષની કોઈપણ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે
જે બેંકમાં બચત ખાતું છે તે બેંકમાં જઇને આ ફોર્મ સબમિટ કરો. પ્રીમિયમ માટે તમારે બેંક ફોર્મમાં મંજૂરી આપવી પડશે કે પ્રીમિયમ રકમ તમારા ખાતામાંથી જ ડાયરેક્ટ કડ કરવામાં આવશે. બેંક દર વર્ષે 1 જૂને તમારા ખાતામાંથી પ્રીમિયમની રકમ આપમેળે કટ કરશે. અરજદારની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. તેમજ આ વીમો મહત્તમ 70 વર્ષ સુધી લઈ શકાય છે.
14 કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે?
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો ફાયદો લગભગ 14 કરોડ લોકો લઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ યોજનામાં દર અઠવાડિયે લગભગ 1.5 લાખથી વધુ લોકો સામેલ થઈ રહ્યા છે. આ યોજના સાથે જોડાયેલી વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.