• Gujarati News
  • Utility
  • PM Modi Will Launch E RUPI Today, The Beneficiary Of The Scheme Will Get Direct Money Without Any Hindrance; Learn 9 Special Things About It

ઈ વાઉચર બેઝ્ડ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન:PM મોદી આજે લોન્ચ કરશે e-RUPI, કોઈ પણ અવરોધ વગર યોજનાના લાભાર્થીને સીધા પૈસા મળશે; જાણો તેની 9 ખાસ વાતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • e-RUPI એક QR કોડ અથવા SMS સ્ટ્રિંગ બેઝ્ડ ઈ વાઉચર છે
  • e-RUPIથી યોજનાઓના લાભ ડાયરેક્ટ લાભાર્થીઓને મળશે

દેશમાં ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી ઈ વાઉચર બેઝ્ડ ડિજિટલ પેમેન્ટ e-RUPI લોન્ચ કરશે. e-RUPI એક પ્રીપેઈડ વાઉચર છે. તેને NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)એ ડેવલપ કર્યું છે. તેનાં માધ્યમથી કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ થશે. તેનાં માધ્યમથી યોજનાઓના લાભ ડાયરેક્ટ લાભાર્થીઓને મળશે. તેના ફાયદાથી અમે તમને અવગત કરાવી રહ્યા છીએ...

તેનાથી 9 ફાયદા થશે

  1. આ એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ રીત છે.
  1. તે સેવા આપનાર અને લાભ લેનાર બંનેને ડાયરેક્ટ કનેક્ટ કરે છે.
  2. તેનાથી સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓને મળશે. તેથી ભ્રષ્ટાચાર ઓછો થશે.
  3. આ એક QR કોડ અથવા SMS સ્ટ્રિંગ બેઝ્ડ ઈ વાઉચર છે. તેને સીધા લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવશે.
  4. આ વન ટાઈમ પેમેન્ટ સર્વિસમાં યુઝર્સ કાર્ડ વગર ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ હોવા છતાં વાઉચર રીડિમ કરી શકાશે.
  1. e-RUPIનાં માધ્યમથી સરકારી યોજનાઓથી જોડાયેલા વિભાગ અને સંસ્થા ફિઝિકલ કોન્ટેક્ટ વગર ડાયરેક્ટ લાભાર્થીઓ અને સર્વિસ પ્રોવાઈડરથી કનેક્ટેડ રહેશે.
  2. તેમાં એ પણ સુનુશ્ચિત કરવામાં આવશે કે ટ્રાન્ઝેક્શન પૂરું થયા બાદ જ સર્વિસ પ્રોવાઈડરને ચૂકવણી કરવામાં આવે.
  3. પ્રીપેઈડ હોવાને કારણે કોઈ પણ મધ્યસ્થને સામેલ કર્યા વગર સર્વિસ પ્રોવાઈડરને સમયસર ચૂકવણી કરે છે.
  4. આ ડિજિટલ વાઉચરનો ઉપયોગ પ્રાઈવેટ સેક્ટરમાં પોતાના એમ્પ્લોઈ વેલફેર અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કાર્યક્રમો માટે પણ કરી શકાય છે.