દેશમાં નબળા વર્ગો સુધી લાઈફ ઈન્શ્યોરન્સ પહોંચાડવા માટે કેન્દ્ર સરકારની તરફથી 2 યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં તમને ઓછી કિંમતમાં 2-2 લાખ રૂપિયા સુધીનો લાઈફ ઈન્શ્યોરન્સ મળે છે. આ યોજનાઓ અંતર્ગત તમે માત્ર 342 રૂપિયા વાર્ષિક એટલે કે મહિને 30 રૂપિયાથી પણ ઓછા ખર્ચે 4 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ મેળવી શકો છો. અમે તમને આ બંને યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
વીમાધારકના મૃત્યુ પર 2 લાખની સહાય મળે છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અંતર્ગત ટર્મ ઈન્શ્યોરન્સ (લાઈફ ઈન્શ્યોરન્સ) પ્લાન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનામાં રજિસ્ટ્રેશન બાદ જો વ્યક્તિનું કોઈ બીમારી અથવા અકસ્માતને કારણે મૃત્યુ થાય છે, તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ સ્કિમ મે 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.
બેંક અકાઉન્ટ જરૂરી છે
સંબંધિત વ્યક્તિનું બેંક અકાઉન્ટ હોવું જોઈએ. પોલિસી હોલ્ડરને વાર્ષિક 330 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ અમાઉન્ટ સંબંધિત વ્યક્તિના બેંક અકાઉન્ટમાંથી દર વર્ષે ડાયરેક્ટ ડિડક્ટ થઈ જશે. 18થી 50 વર્ષની કોઈપણ વ્યક્તિ આ સ્કિમનો ફાયદો લઈ શકે છે.
1 જૂનથી 31 મે કવર પિરિઅડ હોય છે
1 જૂનથી 31 મે તેનો કવર પિરિઅડ હોય છે. તેનો અર્થ એ થયો કે PMJJBY પોલિસી કોઈપણ તારીખે ખરીદવામાં આવે તો પ્રથમ વર્ષ માટે તેનું કવરેજ આગામી વર્ષ 31 મે સુધી હશે. તેમાં રિસ્ક કવર સ્કિમમાં એનરોલમેન્ટ કરાવવાના 45 દિવસ બાદ મળે છે.
મેડિકલ તપાસની જરૂર નથી
તેમાં વીમો ખરીદવા માટે કોઈ મેડિકલ તપાસની જરૂર નથી. તમારા બેંક ખાતામાંથી પ્રીમિયમની રકમ કટ કરવામાં આવે તે દિવસથી જ તમને તેની સુવિધા મળવા લાગશે.
ક્યાંથી તેનો લાભ લઈ શકાય છે?
આ સ્કિમ LICની સાથે બીજી પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. વ્યક્તિ પોતાના બેંકમાં જઈને પણ જાણકારી મેળવી શકે છે, ઘણી બેંકોનું ઈન્શ્યોરન્સ કંપનીઓની સાથે ટાયઅપ છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
1 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું કવર મળશે
આ યોજના અંતર્ગત સરકાર માત્ર મહિને 1 રૂપિયામાં 2 લાખનો ડેથ ઈન્શ્યોરન્સ આપે છે. યોજનાના અંતર્ગત 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર દર મહિને 1 રૂપિયાના આધારે ઘણા કવર મળે છે. આ રકમ તમારા લિંક્ડ બેંક અકાઉન્ટમાંથી દર મહિને ડિડક્ટ થાય છે. તેના અંતર્ગત 2 લાખ રૂપિયાનું કવર મળે છે તેમજ વિવિધ પરિસ્થિતિમાં એક લાખ રૂપિયા મળે છે. આ યોજનાને મે 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી.
અરજદારની પાસે બેંક અકાઉન્ટ હોવું જરૂરી
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)નું ફોર્મ તમે ઓનલાઈન અથવા બેંકમાં જઈને ભરી શકો છો. કોઈપણ બેંક દ્વારા તમે આ ઈન્શ્યોરન્સ લઈ શકો છો. પબ્લિક સેક્ટરની સાથે પ્રાઈવેટ બેંકો પણ પોતાની વેબસાઈટ્સ પર તેનાથી સંબંધિત સંપૂર્ણ જાણકારી આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની પાસે બેંક અકાઉન્ટ હોવું જરૂરી છે. બેંક અકાઉન્ટમાંથી પૈસા ડાયરેક્ટ કટ થઈ જાય છે.
દુર્ઘટનામાં મૃત્યુ થવા પર 2 લાખની સહાય મળે છે
અકસ્માતમાં કાયમી સંપૂર્ણ વિકલાંગના કિસ્સામાં જેમ કે, આંખ અથવા બંને હાથ અથવા બંને પગ ગુમાવી દેવા અથવા એક આંખ અને એક હાથ અથવા એક પગ ગુમાવવા પર 2 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. દુર્ઘટનામાં કાયમી વિકલાંગતાના કિસ્સામાં એક આંખમાં દૃષ્ટિ ગુમાવી અથવા એક પગ ગુમાવવાની સ્થિતિમાં 1 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.
કોણ લઈ શકે છે તેનો લાભ
અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેમજ મહત્તમ 70 વર્ષ સુધીના લોકો આ વીમાનો લાભ લઈ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.