• Gujarati News
 • Utility
 • Playing Online Games Or Reading Can Be Heavy, Increasing The Problem Of Dry Eye In Children

કામના સમાચાર:ઓનલાઇન ગેમ રમવી કે સ્ક્રીન પર વાંચવું ભારે પડી શકે છે, બાળકોમાં વધી રહી છે ડ્રાય આઇની સમસ્યા

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે બાળકોમાં ઓનલાઇન ક્લાસનું ચલણ વધી રહ્યું છે. એક માતાએ ફરિયાદ કરી હતી કે દીકરી છેલ્લાં ઘણાં વર્ષોથી મોબાઈલ અને લેપટોપ પર વધુ ભણતી હતી. હાલમાં જ તેને ડ્રાય આંખ(આંખ સુકાઈ જવી)ની સમસ્યા થઈ હતી, જેની સીધી અસર તેના ભણતર પર પડી હતી. આવો... જાણીએ ડ્રાય આઇ પાછળ શું જવાબદાર છે.

આજની લાઇફસ્ટાઇલ અને ફાસ્ટ લાઈફને કારણે આંખ સુકાઈ જવી (ડ્રાય આંખ) સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. આ સમસ્યા મોટેરાઓની સાથે-સાથે બાળકોમાં પણ જોવા મળી રહી છે.

આવો... જાણીએ બાળકોમાં ડ્રાય આઇની સમસ્યા અંગે મહત્ત્વના સવાલના જવા આપી રહ્યા છે, Sharp Sight Eye Hospitalsના સિનિયર કન્સલ્ટન્ટ ડો. કામરાન અકીલ .

સવાલ : ડ્રાય આઇનો મતલબ શું થાય છે?
જવાબ: આપણી આંખોમાં ટિયર ફિલ્મ એટલે કે આંસુનું પડ હોય છે, જે આંખોમાં ભેજ બનાવવા માટે એક પ્રોટેક્ટિવ શિલ્ડ તરીકે કામ કરે છે. જો ભેજમાં થોડી પણ સમસ્યા થાય છે તો ડ્રાય આઇની સમસ્યા થાય છે. આ પાછળ જેમ કે પૂરતા પ્રમાણમાં આંસુ ન બનવા, આંસુઓ ઝડપથી સુકાઈ જાય છે.

AIIMSના આઇ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રાજેશ સિન્હાએ જણાવ્યું હતું કે જ્યારે આપણે મોબાઈલ કે લેપટોપનો વધુ ઉપયોગ કરીએ છીએ અને એના પર નજર રાખીએ છીએ, ત્યારે આંખોમાં તકલીફ થાય છે. એને કારણે આંખનું પાણી જે આંસુ બનીને બહાર આવે છે એ સુકાવા લાગે છે. એની સીધી અસર આંખોની રેટિના પર પડે છે અને ડ્રાય આઇની સમસ્યા થાય છે.

રિપોર્ટ શું કહે છે?

 • ઇન્ડિયન જર્નલ ઓફ ઓપ્થેલ્મોલોજીના 2018ના અહેવાલ મુજબ, ઉત્તર ભારતમાં 32 ટકા લોકોને ડ્રાય આઇની સમસ્યા હતી.
 • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજીના ડિરેક્ટર ડો.શ્રીકાંત કેલકરના જણાવ્યા અનુસાર, કોરોના પહેલાં 3% બાળકો ડ્રાય આઇનો ભોગ બન્યાં હતાં, પરંતુ કોરોના બાદ આ સમસ્યા 67% બાળકોમાં જોવા મળી છે.

માતા-પિતા આ વાતનું જરૂર ધ્યાન રાખે
બાળકો આંખોને લગતી કોઈપણ સમસ્યા વિશે યોગ્ય રીતે કહી શકતાં નથી. જો તેમને ડ્રાય આઇ જેવી કોઇ સમસ્યા હોય તો તેઓ ઘણીવાર પોતાની આંખો ચોળતાં રહે છે. આ સ્થિતિમાં માતા-પિતાએ બાળકો પર ધ્યાન આપવું જોઈએ. કોઈપણ સંજોગોમાં નજરઅંદાજ ન કરવો જોઈએ. બાળકોનાં કેટલાંક લક્ષણો પરથી તમે જાણી શકો છો કે તેમને ડ્રાય આઇની સમસ્યા છે કે નહીં. આ માટે નીચેનાં ગ્રાફિક્સ વાંચો.

અમેરિકાની આરોગ્ય એજન્સી સીડીસીના જણાવ્યા અનુસાર, લેપટોપ કે મોબાઈલ સ્ક્રીનને જોતી વખતે આંખો 66 ટકા ઓછી ઝપકે છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લાં બે વર્ષથી એટલે કે 2020-2021માં લોકડાઉનને કારણે દેશમાં બાળકો દરરોજ સરેરાશ 4 કલાક સ્ક્રીન પર વિતાવી રહ્યાં છે.

સવાલ : બાળકોમાં ડ્રાય આઇનાં લક્ષણો જોવા મળ્યાં બાદ સમસ્યા છે કે નહીં એ માટે કયા ટેસ્ટ કરાવવા જોઈએ ?
જવાબ : બાળકોને ડ્રાય આઇની સમસ્યા છે કે નહીં એ સ્ક્રીમર ટેસ્ટથી ખબર પડે છે. ડોકટરો કાગળની બ્લોટિંગ પટ્ટીઓ પાંપણની નીચે મૂકે છે. 5 મિનિટ બાદ સુકાયેલાં આંસુના આધારે ડ્રાય આંખની ખબર પડે છે. જો તમારા બાળકમાં આ લક્ષણો દેખાય છે, તો તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જાઓ. તેની સારવાર કરાવો. જોકે સારવારની સાથે કેટલીક સાવચેતીઓ અથવા ઘરેલું ઉપાયો કરવાથી બાળક ઝડપથી સ્વસ્થ થઈ શકે છે.

ડ્રાય આંખની સમસ્યા થઈ છે તો ઘરગથ્થુ ઉપચાર કરો

 • જો બાળક મોબાઇલ કે કોમ્પ્યુટરથી અભ્યાસ કરે છે, તો તેને એકવાર બ્રેક લેવાનું કહો.
 • જો બાળક ઘરે મોબાઇલ ફોન અથવા ટીવી જુએ છે, તો એને બદલે તેને બહાર જવાનું અને રમવાનું કહો.
 • આંખોમાં બળતરા થાય એવી વસ્તુઓ, જેવી કે ધૂમ્રપાન અથવા અન્ય વસ્તુઓથી બચો.
 • ઘણા લોકો ઘરે બાળકોની સામે સિગારેટ પીવે છે. જો બાળકને ડ્રાય આઇ પ્રોબ્લેમ હોય તો તેની સામે સિગારેટ પીવાથી તેની આંખોને નુકસાન થઇ શકે છે.
 • બહાર જતી વખતે બાળકને સનગ્લાસ પહેરો. ટોપી અથવા છત્રીનો પણ ઉપયોગ કરો.
 • બાળકના પલંગની આસપાસ હ્યુમિડિફાયર મૂકો અને એને સાફ કરતા રહો. આ આંખોના ભેજને વધારવામાં મદદ કરશે.
 • ડોક્ટરે આપેલી દવાઓ બાળકને કહ્યા પ્રમાણે આપો. જો બાળકને કોઈપણ દવાથી કોઈ સમસ્યા હોય તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.
 • તમારું બાળક સમયાંતરે કૃત્રિમ આંસુઓનો ઉપયોગ કરે છે કે કેમ એના પર ધ્યાન આપો.
 • દરરોજ સવારે 5 મિનિટ માટે તમારા બાળકની પાંપણો પર ગરમ અથવા ભીનું કપડું મૂકો. ત્યાર બાદ પાંપણોને હળવા હાથે મસાજ કરો. તે આંખોના કુદરતી ભેજને વધારવામાં મદદ કરે છે.
 • જો બાળકની આંખોમાં વધુ સમસ્યા હોય તો તેને તરત જ ડોક્ટર પાસે લઈ જાઓ. ઘરેલું ઉપચાર ન અપનાવો.

સવાલ : બાળક જિદ્દી છે અને મોબાઇલ કે કોમ્પ્યુટર જેવાં ગેજેટ્સનો વધુ ઉપયોગ કરે છે, તો શું કરવું?
જવાબ: આ વાતનું ધ્યાન રાખો

 • લેપટોપ કે મોબાઈલની સ્ક્રીનને આંખના લેવલથી થોડી નીચી ને 20 ઇંચના અંતરે અથવા તમારા હાથની લંબાઈ જેટલી દૂર રાખો.
 • જો બાળકની નજર પહેલાથી જ નબળી હોય તો કોમ્પ્યુટર કે મોબાઈલ વાપરતા સમયે ચશ્માં જરૂર પહેરાવો.
 • સ્ક્રીનમાં જોતી વખતે ઝપકવાનું ભૂલશો નહીં.
 • સ્ક્રીનની અંદર અને એની આસપાસ પૂરતો પ્રકાશ હોવો જોઈએ, સાથે જ ગેજેટની બ્રાઇટનેસ પણ જાળવી રાખો, જેથી તે વધારે લો કે બહુ ફાસ્ટ ન રહે.
 • જ્યારે આંખો થાકી જાય ત્યારે તેને ચોળવાનું ટાળો.
 • મોબાઇલ/કોમ્પ્યુટર પર ફોન્ટની સાઇઝ મોટી રાખો.
 • બાળકોને પૂરતી ઊંઘ લેવા અને સારી માત્રામાં પાણી પીવા માટે કહો. ઓછું પાણી પીવાથી આંખોમાં શુષ્કતાનાં લક્ષણો વધી શકે છે.

બાળકો અથવા તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં આ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

લીલી શાકભાજી :
લીલી શાકભાજીમાં વિટામિન-સી હોય છે. તે આંખોને થતા નુકસાન સામે રક્ષણ આપે છે. એમાં ફોલેટ પણ હોય છે, જેથી આંખ સારી રહે છે.
ડ્રાયફ્રૂટ્સ :
ડ્રાયફ્રૂટ્સમાં અખરોટ, કાજુ, મગફળી વગેરેનો સમાવેશ થાય છે. એમાં ઓમેગા-3 અને વિટામિન ઇ જોવા મળે છે. વિટામિન-ઇ આંસુના પ્રોડક્શનમાં સુધારો કરે છે.

કઠોળ :
કઠોળમાં ફાઇબર, પ્રોટીન, ફોલેટ અને ઝિંક હોય છે. ઝિંકમાં મેલેનિન હોય છે, જે આંખોને નુકસાનથી બચાવે છે.