તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Plans Available For Less Than ₹ 200 From Airtel, Geo And VI, 28 Days Validity Plan Includes Data And Other Features Including Calling.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લાન:એરટેલ, જિયો અને VIના ₹200થી પણ ઓછી કિંમતના પ્લાન અવેલેબલ, 28 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં ડેટા અને કોલિંગ સહિત અન્ય સુવિધાઓ પણ સામેલ

2 મહિનો પહેલા
  • એરટેલના 179 રૂપિયાના પ્લાનમાં 2 લાખ રૂપિયા સુધીનો લાઇફ ઇન્શ્યોરન્સ આપવામાં આવી રહ્યો છે
  • જિયો અને એરટેલ 200થી ઓછી કિંમતમાં 2-2 પ્લાન્સ અને 1 પ્લાન ઓફર કરે છે

ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને 28 દિવસની વેલિડિટીવાળા અનેક પ્લાન ઓફર કરે છે. એમાં ગ્રાહકોને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS મળે છે. અહીં એરટેલ, જિયો અને VIની 28 દિવસની વેલિડિટીના પ્રીપેડ પ્લાન વિશે જણાવવામાં આવ્યું છે, જે 200 રૂપિયાથી ઓછી કિંમતના છે.

જિયો

129 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને 2GB ડેટા સાથે જિયો ટુ જિયોના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. આ સાથે જ જિયોથી નોન-જિયો નંબર પર કોલ કરવા માટે 1,000 મિનિટ મળશે. આ પ્લાનમાં યુઝર્સને 300 SMS અને પ્રીમિયમ એપ્લિકેશન્સનું સબસ્ક્રિપ્શન મળે છે.

199 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને જિયો ટુ જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે, જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1,000 નોન-જિયો મિનિટ આપશે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા અને 100 SMS મળશે. આ સિવાય તમે આ પ્લાનમાં Jioની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકશો.

એરટેલ

149 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે 28 દિવસ માટે 2GB ડેટા મળી રહ્યો છે. આ પ્લાનમાં 300 SMS પણ અવેલેબલ છે.

179 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં બીમા ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની તરફથી 2 લાખ રૂપિયાનો લાઇફ ઇન્શ્યોરન્સ મળી રહ્યો છે. તેમાં અનલિમિટેડ કોલિંગ, 2GB ડેટા અને 300 SMS મળશે.

VI પ્લાન

149 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે 28 દિવસ માટે 3GBનો ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં 300 SMSનો ફાયદો પણ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો