રિટાયર્મેન્ટ બાદ તમે તમારી જરૂરિયાતો માટે કોઈના પર નિર્ભર ન રહેવું પડે તે માટે રિટાયર્મેન્ટ પ્લાનિંગ કરવું જરૂરી છે. તમારી જરૂરિયાત અને લાઈફ સ્ટાઈલના હિસાબથી રિટાયર્મેન્ટ ફંડનું પ્લાનિંગ કરવું જોઈએ. અમે તમને કેટલીક એવી બાબતો જણાવી રહ્યા છીએ જે તમને રિટાયર્મેન્ટ પ્લાનિંગ કરવામાં મદદ કરશે.
તમારે રિટાયર્મેન્ટ માટે બચત નહીં કરવી પડે
ઘણા લોકો તેમના રિટાયર્મેન્ટ માટે બચત નથી કરતા. તેમને લાગે છે કે PF અને ઈન્શ્યોરન્સ જેવા લાભ પર્યાપ્ત હશે. જો કે, તે તમારા રિટાયર્મેન્ટની તમામ જરૂરિયાતને પૂરી નહીં કરે. તેથી તમારે સક્રિય રહેવાની અને પોતાના રિટાયર્મેન્ટની યોજના બનાવવી જરૂરી છે. તમે તમારી સેલરીના એક નાના ભાગ દ્વારા પર્યાપ્ત રિટાયર્મેન્ટ ફંડ તૈયાર કરી શકો છો.
પ્લાનિંગ કરવું જરૂરી છે
કોઈપણ પ્લાનિંગ વગર રોકાણ કરવું એ રોકાણની સૌથી મોટી ભૂલમાંથી એક છે. રિટાયર્મેન્ટ ફંડ માટે હંમેશાં એક યોગ્ય અને અલગ પ્લાનિંગ કરવું જોઈએ. કેમ કે સરેરાશ લોકો 20-25 વર્ષ રિટાયર્મેન્ટ લાઈફ પસાર કરે છે. આવી સ્થિતિમાં રિટાયર્મેન્ટ બાદ તમને તમારી જરૂરિયાત માટે કોઈના પર નિર્ભર ન રહેવું પડે તેના માટે પ્લાનિંગ કરવું જરૂરી છે. તેના માટે તમે કોઈપણ જાણકાર વ્યક્તિની મદદ પણ લઈ શકો છો.
બને એટલું વહેલી તકે રિટાયર્મેન્ટ માટે રોકાણ શરૂ કરો
રિટાયર્મેન્ટ માટે બચત શરૂ કરવાનો યોગ્ય સમય તે છે જ્યારે તમને પહેલી સેલરી મળે છે. જેટલું મોડેથી બચત શરૂ કરશો નક્કી રકમ જોડવા માટે એટલી વધારે રકમ રોકાણ કરવી પડશે. જેમ કે, જો કોઈ 25 વર્ષની વ્યક્તિ 60 વર્ષની ઉંમરમાં રિટાયર્મેન્ટ સુધી 1 કરોડ રૂપિયા ભેગા કરવાનું પ્લાનિંગ કરે છે, એમ માનીને કે રોકાણ પર 12% વાર્ષિક દરે રિટર્ન મળશે તો તેને દર મહિને લગભગ 2 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે 45 વર્ષની ઉંમરથી રોકાણ શરૂ કરનારને દર મહિને 12 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.
અસેટ અલોકેશન જરૂરી
રિટાયર્મેન્ટ પ્લાનિંગમાં આપણે હંમેશાં અસેટ અલોકેશનને ભૂલી જઈએ છીએ. એવા લોકો જેઓ 20 વર્ષ બાદ રિટાયર્મેન્ટ થવાના છે તેમને પોર્ટફોલિયોનો મોટો હિસ્સો ઈક્વિટીનો રાખવો જોઈએ, કેમ કે, આ ઉંમરમાં તમારે પૈસા કમાવવાના હોય છે, અહીં જોખમ લઈને તમે કમ્પાઉન્ડિંગની મદદથી મોડી રકમ ઉમેરી શકો છો. એવા લોકો જે 50 વર્ષથી વધુની ઉંમરના છે તેમને પોતાના પોર્ટફોલિયોનો મોટો હિસ્સો ડેટ ફંડમાં રોકાણ કરવો જોઈએ, કેમ કે, તેમાં જોખમ ઓછું હોય છે. ઉંમર વધવાની સાથે અથવા રિટાયર્મેન્ટ નજીક આવતાં, તમારે તમારા પોર્ટફોલિયોમાં અસેટ અલોકેશન ઈક્વિટીથી ડેટની તરફ શિફ્ટ થવું જોઈએ.
રિટાયરમેન્ટ ફંડનો યોગ્ય હિસાબ કરવો જોઈએ
મોંઘવારી બચતને અસર કરે છે. તે દર વર્ષે લાઈફ સ્ટાઈલના ખર્ચને વધારે છે. આજના કરતાં રિટાયર્મેન્ટ બાદ તમારી લાઈફ સ્ટાઈલ પર વધારે રકમ ખર્ચ કરવી પડશે. ઉંમરની સાથે સારવારનો પણ ખર્ચ વધશે. તમે રિટાયર્મેન્ટ પર કેટલું ફંડ ઈચ્છો છો તેનો એક અંદાજ તમારી પાસે હોવો જોઈએ. જેથી તમને તેને એકત્રિત કરવામાં મદદ મળશે.
જરૂરી ન હોય તો રિટાયર્મેન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવા જોઈએ નહીં
ઘણી વખત પૈસાની જરૂર પડવા પર લોકો તેમના રિટાયર્મેન્ટ ફંડમાંથી એ વિચારીને પૈસા ઉપાડી લેતા હોય છે બાદમાં તેઓ તેને મેનેજ કરી લેશે. પરંતુ તે યોગ્ય નથી. રિટાયર્મેન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવાથી બચવું જોઈએ.
51% લોકોની પાસે રિટાયર્મેન્ટ માટે કોઈ નાણાકીય યોજના નથી
તાજેતરમાં PGIM ઈન્ડિયા મ્ચ્યુઅલ ફંડનો સર્વે સામે આવ્યો જેમાં 51% લોકોએ તેમના રિટાયર્મેન્ટ માટે કોઈ નાણાકીય યોજના નથી બનાવી. તે ઉપરાંત દર 5 ભારતીયમાંથી માત્ર 1 જ રિટાયર્મેન્ટ પ્લાનિંગ કરતા સમયે મોંઘવારીનો વિચાર કરે છે. આ સર્વેમાં સામેલ કુલ લોકોમાંથી 48% લોકો એવા હતા જેમને આ વાતનો અંદાજ નહોતો કે તેમને કેટલા રિટાયર્મેન્ટ ફંડની જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.