• Gujarati News
  • Utility
  • PGCIL Announces Recruitment For 137 Posts Of Field Engineer, Engineering Candidates Apply By 27th August

સરકારી નોકરી:PGCILએ ફિલ્ડ એન્જિનિયરની 137 જગ્યા પર ભરતી જાહેર કરી, એન્જિનિયરિંગ કેન્ડિડેટ્સ 27 ઓગસ્ટ સુધી અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન સ્ક્રીનિંગ ટેસ્ટ, પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે
  • સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 30 હજાર રૂપિયાથી લઈને 1,20,000 રૂપિયાનો પગાર મળશે

પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (PGCIL)એ 137 ફિલ્ડ એન્જિનિયરની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 14 ઓગસ્ટથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય પ્રોસેસ 27 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

જગ્યાની સંખ્યા: 137

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે ડિપ્લોમા, B.Sc, B.E/ B.Tech, M.Tech/ MEની ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 27 ઓગસ્ટ, 2021 સુધી 29 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 14 ઓગસ્ટ
અપ્લાય કરાવવાની છેલ્લી તારીખ: 27 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન સ્ક્રીનિંગ ટેસ્ટ, પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 30 હજાર રૂપિયાથી લઈને 1,20,000 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
જનરલ, OBC: 400 રૂપિયા
SC/ ST/ PWD/એક્સ સર્વિસમેન: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 27 ઓગસ્ટ સુધી ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: