• Gujarati News
  • Utility
  • PFRDA Launches Separate Pension Model For Employers, Learn Important Information

નવી સુવિધા:PFRDAએ એમ્પ્લોયર્સ માટે અલગથી પેન્શન મોડેલ લોન્ચ કર્યું, જાણો તેના સંબંધિત મહત્ત્વની જાણકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ મોડેલને NPS - કોર્પોરેટ સેક્ટર મોડેલ તરીકે ઓળખવામાં આવે છે
  • તેના અનુસાર એમ્પ્લોયર માટે કર્મચારીઓના NPS ખાતામાં યોગદાન કરવું જરૂરી નથી

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ એમ્પલોયર્સ માટે એક અલગ પેન્શન મોડેલ રજૂ કર્યું છે. કોર્પોરેટ સંસ્થાઓ, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો, જાહેર ક્ષેત્રના ઉપક્રમ વગેરેએ તેમના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના આ મોડેલને અપનાવ્યું છે. આ મોડેલને NPS - કોર્પોરેટ સેક્ટર મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જાણો આ મોડેલના ફાયદા...

સરળતાથી એડોપ્ટ કરી શકાય છે
NPSને એક એમ્પ્લોયર/કોર્પોરેટ (એકમ) દ્વારા તેના કર્મચારીઓ માટે (નિવૃત્તિ લાભ યોજના તરીકે) સ્વૈચ્છિક અથવા ફરજિયાત રીતે ઓફર કરી શકાય છે.

અસરકારક ખર્ચ
પોતાના કર્મચારીઓને રિટાયરમેન્ટ બેનિફિટ સ્કીમ તરીકે NPSનો વિસ્તાર કરનાર એમ્પ્લોયર (નિયોક્તા)એ ટ્રસ્ટની સ્થાપના અથવા સંભાળ રાખવા, પૈસાની જોગવાઈ અથવા રેકોર્ડ કરવાની પ્રવૃતિઓ કરવાની જરૂર નથી.

ફ્લેક્સિબલ
એમ્પ્લોયર માટે કર્મચારીએ NPS અકાઉન્ટમાં યોગદાન કરવું જરૂર નથી. NPSમાં યોગદાન નિયોક્તા અને તેના કર્મચારીઓ માટે વિસ્તૃત સેવાનિવૃત્તિ લાભ પર નિયોક્તાની નીતિ પર આધાર રાખે છે. NPS યોગદાન આ પ્રકારે હોઈ શકે છે.(i) નિયોક્તા અને કર્મચારી બંનેએ સમાન યોગદાન (જેમ કે, બંને દ્વારા 10-10%),(ii) નિયોક્તા અને કર્મચારી દ્વારા અસમાન યોગદાન (જેમ કે, કર્મચારી દ્વારા 10% અને નિયોક્તા દ્વારા 14%), (iii) માત્ર નિયોક્તા અથવા કર્મચારી દ્વારા યોગદાન.

ટેક્સ બેનિફિટ
NPSની સાથે રજિસ્ટર્ડ એમ્પ્લોયર કર્મચારીઓની તરફથી NPSમાં યોગદાન કરવામાં આવેલી રકમ માટે ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. એમ્પ્લોયર આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 36 (i) (iv) (a) અંતર્ગત કર્મચારીઓના NPS ખાતામાં પગાર (બેઝિક અને DA)ના 10% સુધી રકમ માટે ટેક્સ છૂટનો દાવો કરી શકે છે.

વધારાના એવન્યુ
NPSને રિટાયરમેન્ટ સ્કીમ માટે એક વધારાના એવન્યુ તરીકે રજૂ કરી શકાય છે અને વૈધાનિક પેન્શન (statutory pension) / પ્રોવિડન્ટ ફંડ સહિતની કોઈ અન્ય પેન્શન યોજનાની સાથે આપવામાં આવી શકે છે.

પોર્ટેબિલીટી
અપ્રૂવ્ડ સુપરન્યુએશન ફંડને NPSમાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપવામાં આવી છે અને ફંડને ટ્રાન્સફર બલ્કમાં અથવા વ્યક્તિગત કેસના આધાર પર જ્યાં છે ત્યાં તેવી જ રીતે સ્થાનાંતરિત કરી શકાય છે.

પસંદગી
એમ્પ્લોયર તેમના કર્મચારીઓની તરફથી પેન્શન ફંડનો ઓપ્શન પસંદ કરી શકે છે અને સંપત્તિ ફાળવણીની કરી શકે છે. જો કે, એમ્પ્લોયર ઈચ્છે તો આ વિકલ્પોને કર્મચારીઓ માટે છોડી શકે છે.