PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)એ NPS (નેશનલ પેન્શન સિસ્ટમ)ને વધારે આકર્ષક બનાવવા માટે તેના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે NPSમાં સામેલ થવાની મેક્સિમમ ઉંમર 65 વર્ષથી વધારી 70 વર્ષની કરવામાં આવી છે.
PFRDA દ્વારા સંશોધિત નિયમો અંગે જાહેર કરાયેલા એક સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે 65-70 વર્ષની ઉંમરના કોઈ પણ નાગરિક અથવા ઓવરસીઝ સિટીજન ઓફ ઈન્ડિયા NPSનો લાભ મેળવી શકે છે અને 75 વર્ષ સુધી રોકાણ કરી શકે છે.
50% ફંડ ઈક્વિટીમાં રોકાણ કરી શકાશે
65 વર્ષની ઉંમર પછી આ યોજનાનો લાભ લેવા માટે રોકાણનો 50% ભાગ ઈક્વિટીમાં રોકી શકાય છે. જો કોઈ વ્યક્તિ 65 વર્ષની ઉંમર પછી NPS સાથે જોડાશે તો મેક્સિમમ ઈક્વિટી એક્સપોઝર 'ઓટો ચોઈસ'ના ડિફોલ્ટ મોડમાં માત્ર 15% હોય છે.
65 વર્ષની ઉંમર પછી આ સ્કીમમાં રોકાણ કરનાર સબસ્ક્રાઈબર્સ પેન્શન ફંડ અને એસેટ લોકેશનમાં મેક્સિમમ ઈક્વિટી એક્સપોઝરને ઓટો મોડમાં 15% અને એક્ટિવ ચોઈસમાં 50%ની પસંદગી કરી શકે છે. કોઈ પણ NPS સબસ્ક્રાઈબર પાસે એક્ટિવ ચોઈસ અથવા ઓટો ચોઈસનાં માધ્યમથી અલગ અલગ એસેટ ક્લાસમાં પોતાનાં કન્ટ્રિબ્યુશનને એલોકેટ કરવાની સ્વતંત્રતા હોય છે.
શું છે નેશનલ પેન્શન સ્કીમ?
આ સ્કીમને જાન્યુઆરી 2004માં લોન્ચ કરાઈ હતી. 2009માં તેને તમામ કેટેગરી માટે ઓપન કરાઈ હતી. કોઈ પણ વ્યક્તિ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે.
આ સ્કીમમાં સબસ્ક્રાઈબર કુલ રકમમાંથી કેટલીક રકમ કાઢી શકે છે અને બાકીની રકમનો લાભ રિટાયર્મેન્ટ પછી લઈ શકે છે. રોકાણની રકમ અને રિટર્ન પ્રમાણે કુલ રકમ મળે છે. આ સ્કીમમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રાઈવેટ ક્ષેત્રના કર્મચારી અને સામાન્ય નાગરિક પણ રોકાણ કરી શકે છે.
NPSએ છેલ્લાં 1 વર્ષમાં 12-15%નું રિટર્ન આપ્યું
NPS ગ્રાહકોને ઈક્વિટીથી 1 વર્ષમાં આશરે 12.5-17% સુધીનું રિટર્ન મળ્યું છે. પ્રેફરેન્શિયલ શેરમાં ગ્રાહકોને 12-14%નું રિટર્ન મળ્યું છે. જ્યારે સરકારી બોન્ડમાં રોકાણનાં માધ્યમથી NPS ગ્રાહકોને 10-15%નું રિટર્ન મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.