• Gujarati News
  • Utility
  • Pfizer And Modern Corona Vaccine Raised Questions, Rare Heart Disease Among Youngsters After Vaccination

CDCએ તપાસ શરૂ કરી:ફાઈઝર અને મોડર્નાની કોરોના વેક્સિન સામે સવાલો ઊભા થયા, યુવાનોમાં વેક્સિનેશન બાદ હૃદયની દુર્લભ બીમારીઓ જોવા મળી

4 મહિનો પહેલા

બ્રિટિશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનેકા બાદ હવે ફાઈઝર અને મોડર્નાની કોવિડ-19 વેક્સિન પર પણ સવાલો થઈ રહ્યા છે. અમેરિકામાં આ બંને કંપનીઓની વેક્સિન લઈ લીધેલા યુવાનોમાં છાતીમાં બળતરાની સમસ્યાના ઘણા કેસ સામે આવ્યા છે.

અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ના અનુસાર, 31 મે સુધી 16થી 24 વર્ષના લાભાર્થીઓમાં ફાઈઝર અથવા મોડર્નાની વેક્સિનના બંને ડોઝ લીધા બાદ ‘માયોકાર્ડાઇટિસ’ અથવા ‘પેરિકાર્ડાઇટિસ’ના 257 કેસ સામે આવ્યા છે. જ્યારે નિષ્ણાતોએ આવા 102 કેસો સામે આવવાની સંભાવના વ્યક્ત કરી હતી. CDC આ કેસની તપાસ કરી રહી છે. CDC ફાઈઝર અને મોડર્નાની વેક્સિન બાદ દુર્લભ હૃદયની બીમારીઓના 800 કેસોની તપાસ કરી રહી છે.

‘માયોકાર્ડાઇટિસ’ અથવા ‘પેરિકાર્ડાઇટિસ’માં હૃદય અથવા તેની આસપાસના સ્નાયુઓમાં સોજો આવવાથી છાતીમાં બળતરાની સમસ્યા થવા લાગી છે.

વેક્સિનના ફાયદા રેયર કોમ્પ્લિકેશનના રિસ્ક કરતાં વધારે
નિષ્ણાતોનું માનવું છે કે, આવા તમામ કેસો વેક્સિન સાથે જોડાયેલા હોવાની સંભાવના ઘણી ઓછી છે અને વેક્સિનના ફાયદા આ રેયર કોમ્પ્લિકેશનનાં જોખમ કરતાં વધારે છે. પરંતુ આવા રિપોર્ટે કેટલાક સંશોધકોની ચિંતા વધારી દીધી છે, કેમ કે 50%થી વધારે હૃદયની સમસ્યાના કેસ 12થી 24 વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળ્યા છે. જ્યારે કુલ વેક્સિનેટેડ લોકોમાં આ ઉંમરના લોકોની સંખ્યા માત્ર 9% છે.

CDCમાં વેક્સિન એક્સપર્ટ ડૉ. ટૉમના જણાવ્યા પ્રમાણે, આ આંકડા અસંતુલિત છે. 18 જૂનના રોજ એજન્સીના તમામ એડવાઈઝર હૃદય સાથે સંબંધિત આ બીમારીઓ (માયોકાર્ડાઇટિસ, હૃદયના સ્નાયુઓનો સોજો, અને પેરિકાર્ડાઇટિસ, હૃદયની આસપાસ પટલમાં સોજો)ના કારણે અંગે વાત કરવા માટે એક મીટિંગ કરશે.

રેયર હાર્ટ ડિસીઝના કેસ અપેક્ષા કરતાં વધારે
રેયર હાર્ટ ડિસીઝ લગભગ બે-તૃતીયાંશ કેસ યુવા પુરુષોમાં જોવા મળ્યા, જેમની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. તેના પર અધિકારીઓનું માનવું છે કે આ સંખ્યા તે વય જૂથ માટે અપેક્ષા કરતાં વધારે છે, પરંતુ આ બધા કિસ્સાઓને વેક્સિનેશન સાથે જોડાયેલા હોવાના પૂરતા પૂરાવા નથી મળ્યા.

ફાઈઝરની વેક્સિન બાદ આવા કેસ વધારે
31 મે સુધી વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ 216 લોકોને અને બીજો ડોઝ લીધા બાદ 573 લોકોને માયોકાર્ડાઇટિસ અથવા પેરિકાર્ડાઇટિસની ફરિયાદ કરી હતી. મોટાભાગના કેસ માઈલ્ડ હતા, જ્યારે 15 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આવા કેસ મોડર્નાની વેક્સિન કરતાં ફાઈઝરની વેક્સિન લીધા બાદ સામે આવ્યા છે.

16થી 17 વર્ષની ઉંમરના લોકોમાં 79 કેસ સામે આવ્યા હતા જ્યારે એક્સપર્ટે આ વય જૂથમાં વધુમાં વધુ 19 કેસ મળવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમજ 18થી 24 વર્ષની ઉંમરના લોકોમાં 196 કેસ સામે આવ્યા જ્યારે એક્સપર્ટને આ વય જૂથમાં વધુમાં વધુ 83 કેસ મળવાની અપેક્ષા હતી.

‘માયોકાર્ડાઇટિસ’ અથવા ‘પેરિકાર્ડાઇટિસ’ની ફરિયાદ મોટાભાગના પુરુષોમાં
DCDના અનુસાર, 30 વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના લાભાર્થીઓની વાત કરીએ તો ‘માયોકાર્ડાઇટિસ’ અથવા ‘પેરિકાર્ડાઇટિસ’ના 475 કેસ નોંધાયેલા છે. 81 ટકા કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યો હતો. જો કે, 31 મે સુધી 15 સિવાયના બધા જ સ્વસ્થ થઈ ગયા હતા અને ઘરે પરત ફર્યા હતા. CDCના જણાવ્યા પ્રમાણે, ‘માયોકાર્ડાઇટિસ’ અથવા ‘પેરિકાર્ડાઇટિસ’ના ભોગ મોટાભાગે પુરુષો હતા. તેમાં ફાઈઝર અથવા મોડર્નાના M-RNA આધારિત વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ બેથી ત્રણ દિવસની અંદર બીમારીઓના લક્ષણ સામે આવ્યા.

ડૉક્ટર ટૉમના જણાવ્યા પ્રમાણે, કિશોરોમાં વેક્સિનેશન ગત મહિને જ શરૂ થયું છે અને આંકડા ઘણા ઓછા છે, તેથી એ વાતની પુષ્ટિ નથી થઈ રહી કે આવા કેસ વેક્સિનેશનના કારણે સામે આવી રહ્યા છે.