• Gujarati News
  • Utility
  • PF Account Will Be Automatically Transferred On Change Of Job, Centralized IT System Approved

તમારા કામની વાત:નોકરી બદલવા પર PF ખાતું આપમેળે ટ્રાન્સફર થઈ જશે, સેન્ટ્રલાઈઝ IT સિસ્ટમને મંજૂરી મળી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નોકરી બદલ્યા પછી, તમારું PF અકાઉન્ટ ઓટોમેટિકલી ટ્રાન્સફર અથવા મર્જ થઈ જશે. દિલ્હીમાં શનિવારે EPFO બોર્ડની બેઠકમાં PF અકાઉન્ટને સેન્ટ્રલાઈઝ IT સિસ્ટમને મંજૂરી આપવામાં આવી હતી. અત્યાર સુધી અકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું આ કામ જાતે જ કરવાનું હોય છે. તેના માટે જૂની અને નવી કંપનીમાં કેટલીક પેપરવર્કઔપચારિકતાઓ હોય છે, જેને પૂરી કરવાની હોય છે. આ પેપરવર્ક કાર્યવાહીના કારણે ઘણા લોકો જૂની કંપનીમાં PFના પૈસા છોડી દે છે.

PF પર વ્યાજને લઈને કોઈ નિર્ણય નહીં
લોકોને અપેક્ષા હતી કે તેમાં એમ્પ્લોય પેન્શન સ્કિમ (EPS) અંતર્ગત મળતું મિનિમમ પેન્શન અને PF પર મળતા વ્યાજ પર નિર્ણય થઈ શકે છે. પરંતુ આ મિટિંગમાં તેને લઈને કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. અત્યારે PF પર 8.5% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

EPFOની બોર્ડ મીટિંગમાં કર્મચારીઓની કુલ વાર્ષિક થાપણોના 5% સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ઈનવિટ્સ) સહિત વૈકલ્પિક રોકાણમાં મૂકવાની મંજૂરી આપી છે. સરકાર કર્મચારીઓના જમા પર વધારે રિટર્ન મેળવવા માગે છે જેથી કરીને તેમને વધુ વ્યાજ આપવામાં આવે.

PF પર વ્યાજ ઘટવાની અપેક્ષા નથી
પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના સંસ્થાપક અને CEO પંકજ મઠપાલના જણાવ્યા પ્રમાણે, સરકાર આ સમયે કર્મચારીઓના પૈસાને એવી જગ્યાએ રોકાણ કરવાનું સાધન શોધી રહી છે જ્યાંથી વધારે રિટર્ન મળી શકે. તે ઉપરાંત 2022માં ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. તેના કારણે 2021-22 માટે PF વ્યાજ દરમાં ઘટાડો કરીને સરકારે 6 કરોડ PF હોલ્ડર્સને નારાજ કરવા કરવા નથી માગતી.