તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Personal Accident Cover You Can Get A Cover Of Rs. 15 Lakhs At A Premium Of Rs. 1 Per Day, The Claim Starts From Day One.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્સનલ ફાઈનાન્સ:પર્સનલ એક્સિડન્ટ કવર- 1 રૂપિયો પ્રતિ દિવસના પ્રીમિયમ પર તમે 15 લાખ રૂપિયાનું કવર મેળવી શકો છો, પહેલાં દિવસથી જ ક્લેમ પણ મળવાનું શરૂ થઈ જાય છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ જીવલેણ અથવા ગંભીર ઈજાને કારણે ગંભીર આર્થિક પરિણામો પણ આવી શકે છે. તેથી તમારે આવા વીમા કવરની જરૂર છે
  • તે વિચારવું સરળ છે કે મારી સાથે ક્યારેય કંઈ થશે નહીં, પરંતુ દુર્ઘટના અને ઈજા ગમે ત્યારે થઈ શકે છે

એવું વિચારવું સરળ છે કે મારી સાથે ક્યારેય કંઈ નહીં થાય, પરંતુ અકસ્માત અને ઈજા તો ગમે ત્યારે થઈ શકે છે. તેનાથી તમારા પર લાંબા ગાળની અસર પડી શકે છે. તેથી એ વિચારવું જરૂરી છે કે જો તમારી સાથે કોઈ ગંભીર અકસ્માત થાય છે તો તમારું અને તમારા પરિવારના સભ્યોનું શું થશે . કેમ કે, કોઈ ઘાતક અથવા ગંભીર ઈજાના કારણે ગંભીર આર્થિક પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તેથી આવી કોઈપણ પરિસ્થિતિ બચવા માટે પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ લેવાની સલાહ આપવામાં આવે છે.

આ કવર કેમ જરૂરી
પર્સનલ એક્સિડન્ટ કવર એક બેનિફિટ પોલિસી છે જે તમને અકસ્માતના કારણે મૃત્યુ અથવા વિકલાંગતાના જોખમની સામે કવર આપે છે. કોઈ અકસ્માતના કારણે સંપૂર્ણ અથવા આંશિક રીતે વિકલાંગતા થઈ શકે છે. તેનાથી તમારા પરિવારના સભ્યોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં જીવન વીમા પોલિસી કવરેજ પ્રદાન નથી કરતી. એક સ્વાસ્થ્ય વીમા પોલિસી માત્ર હોસ્પિટલમાં દાખલ થવા માટેના ખર્ચને કવર કરે છે.

દુર્ઘટના પોલિસી તમને સુરક્ષિત રાખે છે
એક પર્સનલ એક્સિડન્ટ પોલિસી તમને અચાનક આવેલી પરિસ્થિતિઓની સામે સુરક્ષિત રાખે છે. આ પોલિસી ઘણી સસ્તી છે. 1 રૂપિયો પ્રતિ દિવસના પ્રીમિયમ પર તમે 15 લાખ રૂપિયાનું કવર મેળવી શકો છો. તે વાર્ષિક આધાર પર ઉપલબ્ધ છે. દર વર્ષે તેને રિન્યુ કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત કોઈપણ વેઈટિંગ પિરિઅડ વગર પહેલા જ દિવસથી તેનું કવરેજ શરૂ થઈ જાય છે.

વાસ્તવમાં આ પોલિસી શું કવર કરે છે
જો કોઈ અકસ્માતના કારણે વિકલાંગતા અથવા મૃત્યુ થઈ જાય છે તો આવી સ્થિતિમાં પર્સનલ એક્સિડન્ટ કવર તમને અને તમારા પરિવારના સભ્યોને આર્થિક મદદ પ્રદાન કરે છે. અહીં વધુ ઈજા સાથે કોઈ મતલબ નથી. માર્ગ અકસ્માત અથવા સાયકલ પરથી પડી જવું અથવા હાથમાં ફ્રેક્ચર અથવા ફૂટબોલ રમતા સમયે પગમાં ફ્રેક્ચર જેવા નાનાં અકસ્માતોનો ખર્ચ આ પોલિસીમાં કવર કરવામાં આવે છે.

કવરેજ સૌથી મહત્ત્વપૂર્ણ છે
આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતા (કોમા અથવા લકવાના સ્વરૂપમાં) જેવી સ્થિતિ માટે આ કવરેજ સૌથી મહત્ત્વપૂર્ણ છે. તમારે અસ્થાયી વિકલાંગતાની સંભાવનાઓને અવગણવી ન જોઈએ, જે તમારી નિયમિત આવક છીનવી શકે છે. ઓછી કિંમત પર આ કવરની પસંદગી કરવી એક બુદ્ધિશાળી નાણાકીય રોકાણ છે જે તમારા પરિવારને બાદમાં આવનાર સંકટોથી બચાવવા માટે હોય છે.

વર્લ્ડ વાઈડ કવરેજની સાથે આવે છે પોલિસી
પર્સનલ એક્સિડન્ટ પોલિસી વર્લ્ડ વાઈડ કવરેજની સાથે આવે છે. તેમાં મૃત્યુની સાથે સંપૂર્ણ કાયમી વિકલાંગતા, કાયમી આંશિક વિકલાંગતા, એડવેન્ચર સ્પોર્ટ્સ બેનિફિટ, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન બેનિફિટ, ફ્રેક્ચર કેર, EMI ચૂકવણી અને લોન પ્રોટેક્ટ કવર વગેરે સામેલ છે.

પોલિસીની કસ્ટમાઇઝ વિશેષતાઓ
આ પોલિસીમાં લખાયેલ કવરેજ કોઈ ગ્રાહકને પોતાને માટે સૌથી યોગ્ય લાગે તે કવરેજ પસંદ કરવા માટે મજબૂત બનાવે છે. ઉદાહરણ તરીકે, જો તમે એક રમતમાં ભાગ લેનાર ખેલાડી છો, તો તમે હેલ્થ ઈન્શ્યોરન્સ બેઝ કવર ઉપરાંત આ કવરનો લાભ ઉઠાવી શકો છો. જો તમારી પાસે ચૂકવણી કરવા માટે EMI છે, અને જો તમારું મૃત્યુ થઈ જાય છે અથવા કાયમ માટે વિકલાંગ થઈ જાય છો તો તમે લોન પ્રોટેક્ટર એક્સ્ટેંશન લઈ શકો છો.

પરિવારને નાણાકીય મદદ કરે છે ઈન્શોયરન્સ
એક પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ તમારા અને તમારા પરિવારની આર્થિક સ્થિતિને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે. કોઈપણ અનિચ્છનીય દુર્ઘટના સર્જાઈ શકે છે. આવી અચાનક આવી પડેલી મુશ્કેલીમાં ન માત્ર આ ઈન્શ્યોરન્સ તમને મદદ કરે છે, પરંતુ જેવા તમે સાજા થઈ જાવ છો તે તમને સમાન્ય અને પ્રતિષ્ઠિત જીવન જીવવા માટે પણ તમને મદદ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો