દિલ્હી સહિત ઘણા શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આ તીવ્ર ઠંડીથી બચવા માટે સ્વેટર ગરમ કપડાં, જેકેટ ઉપરાંત ઘણા લોકો રૂમ હીટરનો પણ ઉપયોગ કરે છે. રૂમ હીટર રૂમને ગરમ રાખે છે, જેનાથી ઠંડીથી રાહત મળે છે. નિષ્ણાતોના અનુસાર, હીટરની સામે બેસવાથી સ્કિન શુષ્ક થઈ જાય છે અને ઘણા પ્રકારની એલર્જી થવાનું જોખમ રહે છે.
હકીકતમાં રૂમમાં રૂમ હીટર અથવા બ્લોઅર ચલાવીને સૂવાથી રૂમમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. ઠંડીથી બચવા માટે મોટાભાગના લોકો રૂમ હીટરને બારી-દરવાજા બંધ કરીને ચલાવે છે. આવી સ્થિતિમાં બહારની હવા અંદર નથી આવી શકતી અને અંદરની હવામાં ઓક્સિજનું પ્રમાણ ઘટી જાય છે. ઘણી વખત લોકો રાત્રે રૂમ હીટર ઓન કરીને સૂઈ જાય છે. આવું કરવું સ્વાસ્થ અને સેફ્ટી માટે જોખમકારક સાબિત થઈ શકે છે.
દિલ્હીની મેક્સ હોસ્પિટલના આસિસ્ટન્ટ ડૉક્ટર ડૉ. કુમાર રાહુલ પાસેથી જાણો ઠંડીમાં રૂમ હીટરનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.