જો તમે આ દિવસો ઉદાસી અને તણાવથી ઘેરાયેલા રહો છો તો હવેથી તમે નક્કી સમય કરતા એક કલાક વહેલા જાગવાનું શરૂ કરો. આવું કરવાથી તમે વધુ ઉત્સાહિત અને તાજગી અનુભવશો. જામા સાઈકેટ્રીના અનુસાર, માત્ર એક કલાક વહેલા જાગવાથી ડિપ્રેશનનું જોખમ 23 ટકા સુધી ઘટાડી શકાય છે.
કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટી, MIT અને હાર્વર્ડની બ્રોડ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ 8,40,000 લોકો પર સ્ટડી કરી છે, જેનું પરિણામ એ દર્શાવે છે કે રાત્રે સૂવાથી અને સવારે જાગવાની આદત ડિપ્રેશનના જોખમને અસર કરે છે.
લોકડાઉનના કારણે લોકોની સ્લીપિંગ પેટર્નને અસર થઈ છે. આવી સ્થિતિમાં આ સ્ટડી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સૂવાના સમય અને મેન્ટલ હેલ્થની વચ્ચે સંબંધ છે
સીયૂ બોલ્ડરના એક આસિસ્ટન્ટ પ્રોફેસર અને સીનિયર રાઈટર સેવીન વેટરે જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે ઊંઘવાના સમય અને મેન્ટલ હેલ્થની વચ્ચે સંબંધ છે, પરંતુ તેને લઈને લોકોના મનમાં એક મોટો સવાલ એ છે કે સવારે વહેલા ઊઠવું મેન્ટલ હેલ્થ માટે કેટલું યોગ્ય છે? આ સ્ટડીમાં જાણવા મળ્યું કે, રાત્રે એક કલાક વહેલા સૂવાથી અને સવારે એક કલાક વહેલા ઊઠવાથી ડિપ્રેશનનું જોખમ ઘટે છે.
મેન્ટલ હેલ્થ સાથે સંબંધિત સમસ્યા સ્લીપિંગ પેટર્નને અસર કરે છે
આ અગાઉ કરવામાં આવેલી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે લોકો રાત્રે જાગે છે, તેમને ડિપ્રેશનનું જોખમ એવા લોકોની તુલનામાં વધારે હોય છે જે સવારે વહેલા ઊઠે છે. પછી ભલે તેઓ ગમે તેટલા વાગે સુધી સૂવે. પરંતુ મેન્ટલ હેલ્થ સાથે સંબંધિત કોઈપણ સમસ્યા સ્લીપિંગ પેટર્નને અસર કરી શકે છે, તેથી સંશોધકોને તેનું પાછળનું કારણ જાણવામાં ઘણો સમય લાગ્યો.
2018માં વેટરે 32,000 નર્સો પર કરવામાં આવેલી એક સ્ટડી પ્રકાશિત કરી હતી, જેમાં જોવા મળ્યું હતું કે, ચાર વર્ષ સુધી વહેલા ઊઠતા લોકોમાં ડિપ્રેશનની સંભાવના 27 ટકા સુધી ઓછી હતી.
વહેલા સૂવાથી પણ ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે
સ્ટડીથી જાણવા મળ્યું કે, જો કોઈ વ્યક્તિ જે સામાન્ય રીતે 1 વાગે સૂવા માટે પથારી પર જાય છે, જો તે રાત્રે 11 વાગ્યે પથારી પર જાય તો તે ડિપ્રેશનના જોખમને લગભગ 40 ટકા સુધી ઘટાડી શકે છે.
સ્ટડીથી એ સ્પષ્ટ નથી કે જે લોકો પહેલાથી જ વહેલા ઊઠે છે, તેમને વહેલા ઊઠવાથી કોઈ લાભ થશે કે નહીં. કેમ કે, બાયોલોજિકલ ક્લોક, અથવા સર્કેડિયન રિધમ, મોટાભાગના લોકોમાં અલગ અલગ હોય છે.
જબરદસ્તી સવારે ઊઠવાથી નુકસાન છે, તેથી બોડી ક્લોક સુધારવી જરૂરી
સેલીન વેટરના અનુસાર, જ્યારે કોઈને જબરદસ્તી તેમની બોડી ક્લોકની વિરુદ્ધ જઈને મોડા સુધી જાગવા અથવા સવારે વહેલા ઊઠવાનું કહીએ છીએ તો તેની પણ ખરાબ અસર થાય છે. શરીર સાથે કરવામાં આવેલી જબરદસ્તી ક્યારે પણ ફાયદાકારક નથી હોતી. લોકોને તેમની સર્કેડિયન ક્લોક એટલે શરીરની જૈવિક ઘડિયાળના હિસાબથી અનુસરવા દો, તેનાથી તેમનું પરફોર્મન્સ સારું રહેશે. આવી સ્થિતિમાં જો મોડા સુધી જાગવાથી અથવા સવારે મોડા સુધી સૂવાની આદત બદલવી હોય તો તેના માટે બોડી ક્લોકને સુધારવી જરૂરી છે. તેના માટે તમારે તમારી ખાણીપીણીથી લઈને વર્કઆઉટ, સૂવા-જાગવાની દરેક વસ્તુ પર ધ્યાન આપવું પડશે.
સવારે જલ્દી ઊઠવાની અસર મૂડ પર પણ થાય છે
કેટલાક રિસર્ચમાંથી એ જાણવા મળ્યું છે કે સવારે જલ્દી ઊઠતા લોકોને દિવસ દરમિયાન વધારે લાઈટ એક્સપોઝર મળે છે. જેના કારણે હોર્મોનલ ફેરફાર થાય છે અને તેની અસર લોકોના મૂડ પર પણ પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.