તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • People Who Are Not Physically Active Have A 32% Higher Risk Of Dying From Corona, So Start Exercising At Home.

કોરોનામાં સુસ્તી જીવલેણ છે:જે લોકો ફિઝિકલી એક્ટિવ નથી રહેતા તે લોકોને કોરોનાથી મૃત્યુનું જોખમ 32% વધારે, ઘરે આ રીતે એક્સર્સાઈઝ શરૂ કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. કેટલાક દેશોમાં અત્યારે પરિસ્થિતિ ઘણી ખરાબ છે. જેમાંથી ભારત પણ એક છે. છેલ્લા 24 કલાકમાં 2.16 લાખ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી બચવા માટે સૌથી વધુ જરૂરી છે મજબૂત ઈમ્યુન સિસ્ટમ. જેના માટે એક્સર્સાઈઝ જરૂરી છે. એક રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકો એક્સર્સાઈઝ નથી કરતા તેમને કોરોનાથી મૃત્યુ થવાનું જોખમ વધારે છે.

આળસના કારણે અથવા સમયના અભાવના લીધે, જેમની લાઈફસ્ટાઈલ sedentary છે એટલે કે આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહે છે, એવા લોકોને કોરોનાથી મૃત્યુ થવાનું જોખમ વધારે છે. તેથી, આ મુશ્કેલ સમયમાં પણ દરરોજ એક્સર્સાઈઝ કરવી અને તમારી જાતને ફીટ રાખવી ઘણી જરૂરી છે.

બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં આ રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં કોરોનાવાઈરસથી સંક્રમિત 50 હજારથી વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

ફિઝિકલી એક્ટિવ ન રહેતા લોકોને કોરોના થાય તો હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધારે
રિસર્ચના જણાવ્યા પ્રમાણે, એવા લોકો જે છેલ્લા 2 વર્ષથી ફિઝિકલી ઈનએક્ટિવ છે એટલે કે કોઈપણ પ્રકારની કોઈ શારીરિક પ્રવૃતિઓ નથી કરી રહ્યા તેમને જો કોરોનાનું સંક્રમણ થાય છે તો તેમને હોસ્પિટલમાં દાખલ થવાનું, ICUમાં જવાનું અથવા મૃત્યુનું જોખમ વધી જાય છે. સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકોના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યા છે અને જેમની ઉંમર વધારે છે, માત્ર તે લોકોને એક્સર્સાઈઝ ન કરતા લોકોની તુલનામાં કોવિડથી મૃત્યુનું જોખમ વધારે છે.

નિયમિત રીતે એક્સર્સાઈઝ કરવી
સ્ટડીના ઓથરના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસથી સંક્રમિત થયા બાદ ગંભીર રીતે બીમાર થવાથી અને મૃત્યુના જોખમના કેસમાં શારીરિત પ્રવૃતિ ન કરતા લોકોએ સ્મોકિંગ કરતા લોકો, મેદસ્વિતાથી પીડિત અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ પાછળ છોડી દીધા છે. કોવિડ-19નું ગંભીર ઈન્ફેક્શન થવાનું જોખમ તે લોકોને વધારે છે જેમની ઉંમર વધારે છે, જેમને પહેલાથી જ ડાયાબિટીસ અથવા હૃદયની બીમારી છે.

સ્ટડીના પરિણામ દર્શાવે છે કે જે લોકો એક્ટિવ લાઈફસ્ટાઈલ જીવે છે, તેમની તુલનામાં આળસુ લોકો અથવા કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃતિ ન કરતા લોકોમાં કોવિડ-19 સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 20 ટકા વધારે છે. ICUમાં દાખલ થવાનું જોખમ 10 ટકા વધારે છે અને કોવિડથી મૃત્યુનું જોખમ 32 ટકા વધારે છે.

કોરોનાની સામે લડવામાં મજબૂત ઈમ્યુન સિસ્ટમ સૌથી વધારે જરૂરી, આ 5 રીતે વધારો ઈમ્યુનિટી