કોરોનાવાઈરસની બીજી લહેર ઘણી મુશ્કેલીઓ અને પડકારો લઈને આવી હતી. આ લહેરમાં વ્યક્તિ ન માત્ર શારીરિક રીતે કમજોર થયો પરંતુ માનસિક સંતુલન બગડી ગયું છે .
જો કે, હવે બીજી લહેર ધીમી પડતી જોવા મળી રહી છે, પરંતુ હવે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી લોકો ડરી રહ્યા છે. જે ત્રીજી લહેરના સ્વરૂપમાં માનવ જીવન પર એક જોખમ બનીને કહેર વરસાવી શકે છે. શરૂઆતમાં વૃદ્ધો લોગો ડેલ્ટા વેરિઅન્ટની ઝપેટમાં આવ્યા, પરંતુ હવે એવું લાગે છે કે, બાકીની વસ્તી પર તેનું જોખમ મંડરાઈ રહ્યું છે.
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ફેલાવવાની ક્ષમતા વધી શકે છે
નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બંને વેરિઅન્ટ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. તાજેતરમાં સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મ્યૂટેશન બાદ વધુ ઘાતક છે. તેમને દાવો કર્યો છે કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ફેલાવવાની ક્ષમતા વધી શકે છે.
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ફેફસાં સુધી ઝડપી અને સરળાથી પહોંચે છે
કોરોનાવાઈરસના ડેલ્ટા વેરિઅન્ટમાં થયેલા મ્યૂટેશનને K417N નામ આપવામાં આવ્યું છે. આ મ્યૂટેશન કોરોનાવાઈરસના બીટા અને ગામા વેરિઅન્ટ્સમાં પણ મળ્યું હતું.
નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઈઝેશન (NTAGI)ના અધ્યક્ષ ડૉક્ટર એનકે અરોરાએ જણાવ્યું કે, કોરોનાના બાકી વેરિઅન્ટની તુલનામાં, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ફેફસાં સુધી ઝડપથી અને સરળતાથી પહોંચી જાય છે.
UKના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાના અનુસાર, ડેલ્ટા વેરિઅન્ટ કોરોનાનાં તમામ પ્રકારમાં સૌથી પ્રમુખ છે.અત્યાર સુધીના તમામ કેસોને ધ્યાનમાં રાખતા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડનો દાવો છે કે 50 વર્ષથી વધુની વયના લોકો, યંગ લોકો, નોન વેક્સિનેટ એટલે કે જેમને રસી નથી લીધી તે લોકો અને આંશિક રીતે વેક્સિન લીધી હોય તે લોકોને ડેલ્ટા સંક્રમણનું જોખમ વધારે છે.
ડેલ્ટાના કારણે 50 વર્ષથી વધુની ઉંમરના લોકોના મૃત્યુ વધારે થયા
UKની એક સ્ટડીના અનુસાર, ડેલ્ટાના કારણે મૃત્યુના 117 કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના લોકોની ઉંમર 50 વર્ષથી વધારે હતી. તેમાંથી 50 વર્ષથી વધુની ઉંમરના 38 લોકો હતા જેમને વેક્સિન નહોતી લીધી, તેમજ આ જ વય જૂથના 50 તે લોકો હતા જેમને વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા. તેમાં 50 વર્ષથી ઓછી ઉંમરના 6 લોકો એવા હતા જેમને વેક્સિન નહોતી લીધી અને 2 લોકોએ વેક્સિનનો એક ડોઝ લઈ લીધો હતો.
વૃદ્ધો અને યંગ જનરેશન બંનેને ડેલ્ટા વેરિઅન્ટનું સૌથી વધુ જોખમ
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, એ સ્પષ્ટ છે કે વૃદ્ધો અને યંગ જનરેશન બંનેને ડેલ્ટા વેરિઅન્ટનું વધારે જોખમ છે. તેમને જણાવ્યું કે, જ્યારે આટલા બધા નવા સ્વરૂપ સામે આવી રહ્યા છે, ત્યારે સાવધાન રહેવાની આપણી જવાબદારી અને ફરજ છે.
આવી સ્થિતમાં આપણે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે, જેમાં ડબલ માસ્કિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા સામેલ છે. તે ઉપરાંત લોકોએ વેક્સિન વહેલી તકે લઈ લેવી જોઈએ. વેક્સિનેશન એ તેના ગંભીર જોખમને ઘટાડવાનો એક માત્ર સારો રસ્તો છે.
ડેલ્ટા પ્લસની વિરુદ્ધ વેક્સિન કેટલી અસરકારક
WHOના જણાવ્યા પ્રમાણે, અત્યારે જે વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ડેલ્ટા પ્લસના કારણે ગંભીર સંક્રમણને રોકવામાં અસરકારક છે, પરંતુ વાઈરસ પણ વેક્સિનની સામે લડવા માટે પોતાને તૈયાર કરી રહ્યો છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના એક રિપોર્ટના અનુસાર, ભારતમાં જે વેક્સિન આપવામાં આવી રહી છે તે ડેલ્ટા પ્લસ વાઈરસને રોકવામાં અસરકારક છે. સંસ્થાએ દુનિયાભરમાં ડેલ્ટા વેરિઅન્ટના 160 કેસોનું જીનોમ સિક્વેન્સિંગ કર્યું હતું, જેમાંથી 8 ભારતના હતા. રિપોર્ટના કહેવામાં આવ્યું છે કે, ડેલ્ટા વેરિઅન્ટની વિરુદ્ધ વેક્સિનનો પહેલા ડોઝ 80% અને બીજા ડોઝ 96% અસરકારક છે.
વેક્સિનેશન બાદ સંક્રમણને ગંભીર થવાથી બચાવી શકાય છે
ડેલ્ટા પ્લસ વિશે અત્યારે વધુ જાણકારી ઉપલબ્ધ નથી. તેના કારણે દુનિયાભરમાં વિવિધ સ્ટડી કરવામાં આવી રહી છે. પ્રાઈમરી પરિણામમાં એ સામે આવ્યું છે કે વાઈરસ ભલે પોતાને બદલી રહ્યો હોય, પરંતુ વેક્સિન જ સંક્રમણથી બચવાનો એકમાત્ર રસ્તો છે.
WHOએ પણ કહ્યું છે કે વેક્સિન વાઈરસના સંક્રમણને ભલે ન અટકાવી શકે, પરંતુ દર્દીને ગંભીર બીમારી અને મૃત્યુથી બચાવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.