• Gujarati News
  • Utility
  • People Are Suffering From Depression Due To The Habit Of Constantly Watching Negative News In The Coronal Period, Find Out How To Avoid This Mental Illness

ફોનથી ડૂમ સ્ક્રોલિંગની બીમારી:કોરોનાકાળમાં સતત નેગેટિવ સમાચારો જોવાની આદતથી લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે, જાણો આ માનસિક બીમારીથી બચવાની રીત

એક વર્ષ પહેલા

કોરોના મહામારી લોકોને આર્થિક અને માનસિક બંને રીતે અસર કરી રહી છે. ઈન્ટરનેટ પર કોરોના સાથે સંબંધિત સતત સમાચાર જોવાની અસર લોકોની મેન્ટલ હેલ્થ પર પણ થઈ રહી છે. મહામારીની મેન્ટલ હેલ્થ સાથે સંબંધિત એક અસર છે ડૂમ સ્ક્રોલિંગ અથવા ડૂમ સર્ફિંગ.

તો જાણો સૌથી પહેલા ડૂમ સ્ક્રોલિંગ શું છે...
સતત નેગેટિવ અથવા ડિપ્રેશનવાળા સમાચાર સ્ક્રોલ કરવાની આદત
ધ જર્મિનેટમાં પ્રકાશિત એક આર્ટિકલ અનુસાર, જ્યારે તમે સતત નેગેટિવ અથવા ડિપ્રેસિવ સમાચારો સ્ક્રોલ કર્યા કરો છો તો એને ‘ડૂમ સર્ફિંગ’ કે ‘ડૂમ સ્ક્રોલિંગ’ કહેવામાં આવે છે. ડિસ્ટર્બિંગ ન્યૂઝ અંગે વધુ માહિતી મેળવવા માટે તેને સતત સ્ક્રોલ કરતાં રહેવું લોકોની જનરલ ટેવ હોય છે.

પોઝિટિવ કરતાં વધારે નેગેટિવ સમાચાર વાંચવા માટે મગજ પ્રેરિત કરે છે
આપણાથી ઘણા લોકો મહામારી સાથે સંબંધિત સમાચારો અને એનો સામનો કરી રહેલા લોકો સાથે એ વાંચવા અથવા જોવાથી પોતાની જાતને રોકી શકતા નથી. કેટલીક નવી ઈન્ફોર્મેશન જાણવા માટે લોકો સતત બીજી વેબસાઈટ અને ચેનલ ચેક કરતા રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે નેગેટિવ સમાચારો માટે આવું કરવું કોઈ નવી વાત નથી. આપણું મગજ પોઝિટિવ સમાચારો કરતાં વધારે નેગેટિવ સમાચાર વાંચવા માટે પ્રેરિત કરે છે.

ડૂમ સ્ક્રોલિંગ આપણી મેન્ટલ હેલ્થને અસર કરે છે
અત્યારે સોશિયલ મીડિયા પર દરેક વસ્તુને અતિશયોક્તિપૂર્ણ રીતે બતાવવામાં આવે છે. આ જ કારણ છે કે ન્યૂઝ વેબસાઈટ, ચેનલ અને અખબારથી દૂર રહેવા છતાં આપણને આ બધી વસ્તુઓ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. સતત આ નેગેટિવિટી આપણી મેન્ટલ હેલ્થને ખરાબ રીતે અસર કરે છે અને તેના કારણે વધારે ડર, એન્ક્ઝાઈટી, ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે.

સતત નેગેટિવ સમાચારોને કારણે કેટાસ્ટ્રોફાઈઝિંગ પણ થઈ શકે છે, જેને કારણે તમને દરેક જગ્યાએ માત્ર નેગેટિવિટી જ દેખાય છે.

લોકોનો સ્ક્રીન ટાઈમ સતત વધી રહ્યો છે
એરિક્સન મોબાલિટી રિપોર્ટના અનુસાર, ભારતમાં લોકોનો સરેરાશ સ્ક્રીન ટાઈમ ચારથી પાંચ કલાક સુધીનો થઈ ગયો છે. અમેરિકામાં કરવામાં આવેલા સ્ટડી અનુસાર, ગ્લોબલ લેવલ પર ગેજેટનો ઉપયોગ કરવાનો ટાઈમ 90% સુધી વધી ગયો છે.

રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોનનો ઉપયોગ જ્યાં પહેલાં પ્રતિ વ્યક્તિ સરેરાશ 3 કલાક હતો, એ હવે 5 કલાક થઈ ગયો છે. બ્રોડબેન્ડ કે વાઈફાઈથી કનેક્ટ થતાં વ્યક્તિ સરેરાશ 2.5 કલાક સ્ક્રીનનો ઉપયોગ કરતો હતો, હવે આ આંકડો 4.5 કલાક સુધીનો થઈ ગયો છે.

ટેક્સાસ યુનિવર્સિટીમાં સાઇકોલોજીના પ્રોફેસર ડૉ. જ્હોન ડી કેરીના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા અથવા ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ એક દિવસ માટે પણ રોકવો મુશ્કેલ છે. સોશિયલ મીડિયા એકબીજા સાથે કનેક્ટ રહેવા, માહિતી શેર કરવા, મનોરંજન પ્રદાન કરવામાં મદદ કરે છે. તેના ફાયદા અને નુકસાન બંને છે. જોકે તેના પર વધારે સમય પસાર કરવો પણ નશાની આદતની જેમ છે. એનાથી આપણને અસર થાય છે અને તેની નકારાત્મક અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે.

મેન્ટલ હેલ્થ પર ડૂમ સ્ક્રોલિંગની અસર ઓછી કરવા માટે અપનાવો આ રીત

સોશિયલ મીડિયા પર સમય પસાર ઓછો કરો
સ્માર્ટફોનમાં એક ખાસ ફીચર હોય છે, જે એ વાતનો રેકોર્ડ રાખી શકે છે કે તમે કેટલો સમય કઈ એપ પર પસાર કરી રહ્યા છો. એ ફીચરને ટ્રેક કરે છે, જેનાથી તમને સમયની જાણકારી મળતી રહેશે. સૂતા પહેલાં અને ઊઠ્યાના તરત બાદ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બચવું. થઈ શકે તો તમારો મોબાઈલ બેડથી દૂર રાખો.

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
નિયમિત એક્સર્સાઈઝ કરવાથી ન્યુરોટ્રાન્સમીટર્સ રિલીઝ થાય છે, જેમાં ફીલ-ગુડ ઈફેક્ટ થાય છે. યોગ અને મેડિટેશન પણ તણાવને દૂર કરવામાં મદદ કરે છે. એ ઉપરાંત હેલ્ધી અને બેલેન્સ ડાયટ લો અને તમારા ફોનને સ્ક્રોલ કરતા સમયે અનહેલ્ધી વસ્તુઓ ખાવાથી બચવું.

માઈન્ડફુલનેસની પ્રેક્ટિસ કરો
જે પણ કામ કરી રહ્યા છો એને માઈન્ડફુલનેસની સાથે કરો, એટલે કે તમે રીડિંગ, રાઈટિંગ, પેઈન્ટિંગ જેવું કંઈપણ કરી રહ્યા છો તો એને મનથી કરો. વારંવાર મોબાઈલ સ્ક્રોલ કરવાથી તમારું ધ્યાન ભટકી જશે. કોઈપણ સમાચાર વાંચતી વખતે સોર્સ જરૂરથી ચેક કરો. એ ઉપરાંત પોઝિટિવ સમાચાર પણ વાંચો અને તેને મિત્રો અથવા પરિવારની સાથે શેર પણ કરો.

સ્ટોપ ટેક્નિક ટ્રાય કરો
જો તમે મોબાઈલ સ્ક્રોલિંગ ઓછું નથી કરી શકતા તો સ્ટોપ ટેક્નિક અપનાવો. જો તમને લાગે છે કે તમારો નક્કી કરવામાં આવેલો સ્ક્રીન ટાઈમ પૂરો થઈ ગયો છે, તેમ છતાં તમારી આંગળી સતત સ્ક્રીન સ્ક્રોલ કરી રહી છે, તો જોરથી બૂમ પાડીને પોતાની જાતને સ્ટોપ કરો. આવું કરવાથી તમારા હાથ અટકી જશે. જ્યારે તમે આવું ઘણી વખત કરશો તો તમારું બ્રેન તેના માટે તૈયાર થઈ જશે કે તમે જે પણ કરી રહ્યા છો એને આટલી મિનિટ બાદ બંધ કરી દો.