તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • People Are Liking The Sukanya Samridhi Yojana, In The Last 1 Year, The Investment Of 29 Thousand Crores Increased In It

સુરક્ષિત રોકાણ:સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લોકોનો ઇન્ટરેસ્ટ વધ્યો, છેલ્લા 1 વર્ષમાં 29 હજાર કરોડ રૂપિયાનું રોકાણ વધ્યું

3 મહિનો પહેલા
  • અકાઉન્ટ ખોલાવવા માટે દીકરીનું બર્થ સર્ટિફિકેટ આપવું જરૂરી છે
  • જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધીની દીકરીઓનું સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય છે

કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં લોકોનો ઇન્ટરેસ્ટ વધ્યો છે. નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યુટ પ્રમાણે, આ યોજના હેઠળ મે 2021 સુધીમાં લોકોએ 1.05 લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. ગયા વર્ષે મે એન્ડમાં આ રકમ 75, 522 કરોડ હતી. એક વર્ષમાં આ યોજનામાં રોકાણની રકમમાં 40% વધારો થયો છે. આ યોજનામાં મળી રહેલું વ્યાજ અને ટેક્સ છૂટને લીધે લોકો તેમની દીકરીઓ માટે આ સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.

દીકરીની 10 વર્ષની ઉંમર સુધીમાં અકાઉન્ટ ખોલાવી શકાય છે
જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધીની દીકરીઓનું સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય છે. આ સ્કીમ બેંક કે પોસ્ટ ઓફિસ એમ ગમે ત્યાં ખોલાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હજુ પણ વર્ષે 7.6% વ્યાજ મળી રહ્યું છે. તેમાં 250 રૂપિયાથી અકાઉન્ટ ચાલુ કરાવી શકાય છે. એક વર્ષમાં મેક્સિમમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.

21 વર્ષ પછી અકાઉન્ટ મેચ્યોર થઈ જશે
દીકરીની ઉંમર 21 વર્ષે કે પછી લગ્ન થયા પછી અકાઉન્ટ મેચ્યોર થઈ જશે અને તમને વ્યાજ સહિત રૂપિયા મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં ખાતાથી 18 વર્ષની ઉંમર પછી સંતાનના ખર્ચની 50% રકમ રિકવર કરી શકાય છે. અકાઉન્ટ ખોલાવવા માટે દીકરીનું બર્થ સર્ટિફિકેટ આપવું જરૂરી છે.

5 વર્ષ પછી પણ અકાઉન્ટ બંધ કરાવી શકાય છે
ખાતું ખોલાવ્યાને 5 વર્ષ પછી બંધ કરાવી શકાય છે. ઈમર્જન્સી કે પછી કોઈ મેડિકલ કારણોસર ગ્રાહક તેમનું અકાઉન્ટ બંધ કરાવી શકે છે, પરંતુ વ્યાજ સેવિંગ અકાઉન્ટ પ્રમાણે જ મળશે.

ટેક્સ છૂટનો લાભ મળે છે
ચાલુ નાણાકીય વર્ષમાં આ સ્કીમ હેઠળ મેક્સિમમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર આયકર કાનૂનની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. આ હેઠળ વર્ષના 1.5 લાખ રોકાણ પર ટેક્સ છૂટ મળી શકે છે. વધારે જાણકારી માટે અહીં ક્લિક કરો.

સ્કીમ હેઠળ સરળતાથી મોટું ફંડ જમા કરી શકાય છે
સુકન્યા યોજનામાં હાલ 7.6% વ્યાજ મળી રહ્યું છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે દર મહીને કેટલા રૂપિયાના રોકાણ પર તમને કેટલા રૂપિયા મળશે?

દર મહીને રોકાણ15 વર્ષના રોકાણ પર કેટલા રૂપિયા મળશે20 વર્ષના રોકાણ પર કેટલા રૂપિયા મળશે
1 હજાર રૂપિયા3.34 લાખ રૂપિયા5.61 લાખ રૂપિયા
3 હજાર રૂપિયા.10.02 લાખ રૂપિયા16.82 લાખ રૂપિયા
5 હજાર રૂપિયા.16.70 લાખ રૂપિયા .28.03 લાખ રૂપિયા
10 હજાર રૂપિયા33.04 લાખ રૂપિયા56.06 લાખ રૂપિયા

(નોટ: આ કેલ્ક્યુલેશન એક મોટા અનુમાન હેઠળ કરવામાં આવી છે. સરકાર દર 3 મહીને સુકન્યા પર મળતા વ્યાજની સમીક્ષા કરે છે)

અન્ય સમાચારો પણ છે...