વાત મહત્ત્વપૂર્ણ:પ્રિયજનોથી દૂર રહીને લોકો માનસિક રીતે બીમાર થઈ રહ્યા છે, બ્રિટનની સરકારે મેન્ટલી ફિટ રહેવા 8 રીતો જણાવી છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાએ મોટી સંખ્યામાં લોકોને માનસિક રીતે બીમાર કર્યા છે. આ જ કારણ છે કે હવે સરકારો લોકોને તેનાથી બચાવવા આગળ આવી રહી છે. અમેરિકા બાદ બ્રિટનની એજન્સી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે લોકોને માનસિક બિમારીથી છૂટકારો મેળવવા માટે રીત જણાવી છે. ફોકસ લાઈફ-સ્ટાઈલ પર છે.

એજન્સીનું કહેવું છે કે જો તમે માનસિક સમસ્યાથી બચવા માગો છો તો લાઈફસ્ટાઈલમાં ફેરફાર જરૂરથી કરો.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે માનસિક સમસ્યાથી છૂટકારો મેળવવાની 8 રીત જણાવી

1. ડેઈલી રૂટીન પર કામ કરો
આપણે ડેઈલી રૂટિનને વધારે મહત્ત્વ આપવું જોઈએ. તેથી સૌથી પહેલા તેના વિશે ગંભીરતાથી વિચારો. પછી એવો ડેઈલી રૂટિન પ્લાન બનાવો, જે આપણને પોઝિટવ રાખે. સામાન્ય રીતે ડેઈલી રૂટિન આપણા કામના અનુસાર થાય છે. આ અપ્રોચ ખોટો છે. કામ જરૂરી છે, પરંતુ હેલ્થ તેનાથી વધારે જરૂરી છે. ફોકસ તે વાત પર કરો કે તમે આખો દિવસ પોતાને કેટલો સમય આપી રહ્યા છે?

તેથી દિવસની શરૂઆત એક્સર્સાઈઝથી કરો અને હેક્ટિક શિડ્યુઅલ માં રિફ્રેશ, રેસ્ટ અને પોઝિટિવ મહેસૂસ કરવા માટે બ્રેક જરૂરથી લો.

2. તમારા પ્રિયજનો સાથે જોડાયેલા રહો
માનસિક સમસ્યાઓના સૌથી મોટા કારણોમાંથી એક પોતાના પ્રિયજનોથી દૂર રહેવું પણ છે. એક સ્ટડીના અનુસાર, મોટાભાગના વર્કિંગ લોકોની પાસે પોતાના માટે સમય નથી. આ અંતર માનસિક શાંતિ એટલે કે મેન્ટલ પીસને નષ્ટ કરી નાખે છે. તેથી પ્રિયજનોની સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરો. તેના માટે સોશિયલ મીડિયા અને વીડિયો ચેટની મદદ પણ લઈ શકો છો.

3. બીજાની મદદ કરો
આસપાસના લોકોને મદદ કરવાનું વિચારો. તેનાથી બીજાને ફાયદો થશે અને તમને પણ સારું લાગશે. આપણે બીજાની સમસ્યાઓ અને ચિંતાઓને સાંભળવી અને સમજવી જોઈએ. તેનાથી તમને નેગેટિવ ફિલિંગ નહીં આવે. તમે આશાવાદી રહેશો. એકલતા અને એન્ક્ઝાઈટીથી પણ છૂટકારો મળશે.

4. તમારી ચિંતાઓ વિશે વાત કરો
મહામારી જેવી સ્થિતિમાં ચિંતા, ડર અને લાચાર મહેસૂસ કરવું સામાન્ય છે. દરેક વ્યક્તિએ તેનો અનુભવ પણ કર્યો હશે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, તણાવ શેર કરવાથી માનસિક દબાણ અડધાથી વધારે ઓછો થઈ જાય છે. સમસ્યાઓ શેર કરવાથી સલાહનું આદાન-પ્રદાન થાય છે. તેનાથી પણ તણાવ ઓછો થાય છે. તેથી સમસ્યાઓને શેર કરવામાં સંકોચ ન કરવો.

5. ફિઝિકલ હેલ્થ પર ધ્યાન આપો
તમે માનસિક રીતે કેવું મહેસૂસ કરી રહ્યા છો તે તમારા શારીરિક સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. તેથી ફિઝિકલ હેલ્થ પર જરૂરથી ફોકસ કરો. તમે ઘરે સેલ્ફ-ચેકઅપ માટે બેઝિક વસ્તુઓ જેવી કે થર્મોમીટર, બીપી મશીન, અને ફર્સ્ટ-એડ કિટ રાખી શકો છો.

6. સ્મોકિંગ, ડ્રગ્સ અને આલ્કોહોલ છોડવા માટે મદદ લો
ડ્રગ્સ, આલ્કોહોલ અને સ્મોકિંગની આદત પણ માનસિક સમસ્યા છે. તેનાથી ડિપ્રેશનમાં આત્મહત્યાનું જોખમ પણ હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કોઈપણ એવા સાથીનો સપોર્ટ માગો જે તમારી આદત પર નજર રાખે અને આદતથી રોકે.

આ એવી આદત છે, જેની લત લાગી જાય તો તમે છોડી નથી શકતા. આવી સ્થિતિમાં અન્ય લોકો માટે જવાબદાર બનવું એ એક અસરકારક રીત છે.

7. પૂરતી ઊંઘ લો
ન ઊંઘવાથી અથવા ઓછું ઊંઘવું પણ માનસિક બીમારીનું કારણ બની શકે છે. પથારી પર ગયા બાદ વિચારવું, ચિંતા કરવી, તણાવમાં રહેવું અને મોબાઈલનો ઉપયોગ કરવો ખોટો છે. તે સ્લીપ ટાઈમને ઘટાડે છે. તેનાથી લોકો ઇન્સોમનિયાનો ભોગ બને છે, તે પણ માનસિક બીમારી છે.

સારી અને પૂરતી ઊંઘ લેવાથી માનસિક બીમારીઓનું જોખમ 50% સુધી ઘટી જાય છે. તેથી સારી ઊંઘની આદત રાખો.

8. તે કામ કરો જે તમને પસંદ હોય
જ્યારે તમે એકલતા, એન્ક્ઝાઈટી અથવા તણાવ મહેસૂસ કરી રહ્યા હોવ તો તેમાં વધારે ન વિચારો. જેટલું મહેસૂસ કરશો, જેટલું તમે તેને અનુભવશો એટલા હેરાન થશો. આવી સ્થિતિમાં તમે તમારું ગમતું કામ કરો, જેમ કે, ફેવરેટ હોબી, કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો. તેની મદદથી તમે તણાવ ઓછો કરી શકશો.

એન્ક્ઝાઈટી દુનિયાની સૌથી મોટી માનસિક સમસ્યા
માનસિક બીમારી સંબંધિત હજારો સમસ્યાઓ છે. એન્ક્ઝાઈટી એવી બીમારી છે જે દુનિયાના માનસિક પીડિતોમાં 3.76% છે. બીજા નંબરે ડિપ્રેશન છે, જે દુનિયાના 3.44% માનસિક પીડિતોમાંથી છે. ત્રીજા નંબર પર આલ્કોહોલ યુઝ ડિસઓર્ડર છે. તમે વિચારતા હશો કે દારૂ અને ડ્રગ્સ લેવું શું કોઈ માનસિક સમસ્યા છે? આપણે પહેલા તેની સાથે સંબંધિત એક સમાચાર કરી ચૂક્યા છીએ. ભોપાલમાં સાઈકેટ્રિસ્ટ સત્યાકાંત ત્રિવેદીના અનુસાર ડ્રગ્સની આદત એક માનસિક બીમારી છે.

અન્ય સમાચારો પણ છે...