તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • People Are Choosing To Invest In Gold ETFs In Corona, Rs 908 Crore Invested In August

રોકાણ:કોરોનાકાળમાં લોકો ગોલ્ડ ETFમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, ઓગસ્ટમાં 908 કરોડ રૂપિયાનું રોકાણ થયું

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોલ્ડ ETFની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ ઓગસ્ટના અંત સુધીમાં રૂ .13,503 કરોડ પર પહોંચી
  • ગોલ્ડ ETFમાં જુલાઈમાં 921 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેન્ડ્સ ફંડ્સ (ETF)માં લોકો રોકાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. પરિણામે સતત પાંચમા મહિને Gold ETFમાં રોકાણ વધ્યું છે. ઓગસ્ટમાં કુલ 908 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 5,356 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. અગાઉ જુલાઈમાં 921 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. કોરોનાવાઈરસ મહામારીના કારણે રોકાણકારોએ ગોલ્ડ ETFમાં રોકાણ વધારી દીધું છે.

એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ 13,503 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના જણાવ્યા પ્રમાણે, ગોલ્ડ ETF કેટેગરીમાં કુલ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM)ઓગસ્ટ 2020ના અંત સુધીમાં 13,503 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. ગોલ્ડ ETFની 31 જુલાઈએ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ 12,941 કરોડ રૂપિયા હતી.

કયા મહિનામાં કેટલું રોકાણ આવ્યું?
જાન્યુઆરીમાં 202 કરોડ રૂપિયા અને ફેબ્રુઆરીમાં 1,483 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ થયું હતું. માર્ચમાં રોકાણકારોએ તેમાંથી 195 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. ત્યારબાદ એપ્રિલમાં 731 કરોડ રૂપિયા અને મે મહિનામાં 815 કરોડ રૂપિયાનું રોકાણ થયું. જૂનમાં 494 કરોડ અને જુલાઈમાં 921 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું.

ગોલ્ડ ETFમાં કેવી રીતે રોકાણ કરવું
સોનાને શેરની જેમ ખરીદવાની સુવિધાને ગોલ્ડ ETF કહેવામાં આવે છે. આ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે. તે એક્સચેન્જ-ટ્રેડેટ ફંડ છે, જેને સ્ટોક એક્સચેન્જ પર ખરીદી અને વેચી શકાય છે. ગોલ્ડ ETF સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોય છે. આ ફંડ ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરે છે. તે એક લિક્વિડ રોકાણ છે, કેમ કે, રોકાણકારો તેને એક્સચેન્જ પર ક્યારે પણ વેપારના સમયગાળા દરમિયાન તેને વેચી શકે છે. એક્સચેન્જ પર ETF ફિઝિકલ ગોલ્ડની માર્કેટ પ્રાઈસ પર ટ્રેડ થાય છે.

આ વર્ષે 25 ટકા મોંઘુ થયું સોનું
હાલનાં દિવસોમાં સોનામાં આવેલા ઘટાડા બાદ પણ જો આ વર્ષે સોનાનો ભાવ જોવા જઈ તો તેમાં અત્યાર સુધી લગભગ 25 ટકાનો વધારો થયો છે. ફ્યુચર માર્કેટની વાત કરીએ તો ગોલ્ડનો ભાવ લગભગ 51,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે જે જાન્યુઆરીમાં 41, 000 રૂપિયાની આસપાસ હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો