31 માર્ચ પહેલાં પૂરાં કરો આ 5 જરૂરી કામ:પાન-આધાર લિંક ન કરવા ઉપર ભરવો પડી શકે છે દંડ, ટેક્સ સેવિંગ્સમાં પણ રોકાણ કરો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાણાકીય વર્ષ 2022-23નો છેલ્લો મહિનો એટલે કે માર્ચ શરૂ થઇ ચૂક્યો છે. આ મહિનામાં તમારે ઘણાં મહત્ત્વપૂર્ણ કાર્યો પૂરાં કરવાનાં છે. જે પૈકી એક કામ PANને આધાર સાથે લિંક કરવાનું છે. જો તમે 31 માર્ચ, 2023 સુધી આ નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. તમે 31 માર્ચ, 2023 સુધી 1000 રૂપિયાની લેટ ફી સાથે PAN ને આધાર સાથે લિંક કરી શકો છો.

આધાર-પાન લિંક
જો તમે હજુ સુધી તમારા PAN ને આધાર સાથે લિંક કરાવ્યું નથી, તો તેને જલદીથી પૂર્ણ કરો. જો તમે 31 માર્ચ, 2023 સુધી આ નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) 30 જૂન, 2022 થી PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલ કરી રહ્યું છે.

ટેક્સ સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ
જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2022-23 માટે ટેક્સ રોકાણ કર્યું નથી, તો જલદી કરો.તમે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, 5 વર્ષની FD અને ELSS વગેરેમાં રોકાણ કરીને કલમ 80C કરમુક્તિ મેળવી શકો છો. આ માટે તમારે આ સ્કીમમાં 31 માર્ચ સુધી રોકાણ કરવાનું રહેશે.

પીએમ વય વંદના યોજનામાં રોકાણ
જો કોઈ વરિષ્ઠ નાગરિક પીએમ વય વંદના યોજનામાં રોકાણ કરવા માગે છે, તો તેઓ 31 માર્ચ, 2023 સુધી જ કરી શકશે. સરકારે આ યોજનાને આગળ વધારવા માટે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નથી. આ સ્થિતિમાં તમે માર્ચ સુધી જ તેમાં રોકાણ કરી શકો છો. તે 60 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકો માટે પેન્શન યોજના છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અમૃત કળશ સ્કીમમાં રોકાણ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની નવી ફિક્સ ડિપોઝિટ સ્કીમ અમૃત કળશ આ મહિને સમાપ્ત થવા જઈ રહી છે. આ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને 7.6% અને અન્યને 7.1% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિએ આ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં 400 દિવસ માટે રોકાણ કરવું પડશે.

મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન
જો તમે હજુ સુધી મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો આ કામ શક્ય તેટલું જલદી કરો. તમામ ફંડ હાઉસે આ માટે 31 માર્ચની સમયમર્યાદા નક્કી કરી છે. જો તમે આવું ન કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.