ફાઈનાન્શિયલ સર્વિસિસ પ્લેટફોર્મ પેટીએમએ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન (વેપારી લેવડ-દેવડ) પર કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. કંપની હવે કોઈપણ ચાર્જ વગર મર્ચન્ટ પાર્ટનર્સને પેટીએમ વોલેટ, UPI એપ્સ અને રૂપે કાર્ડથી પેમેન્ટ સ્વીકારવાની મંજૂરી આપશે.
અત્યારે મહામારીને કારણે MSME (માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય)ને સપોર્ટ કરવા માટે પેટીએમ, બેંકો અને અન્ય ચાર્જ દ્વારા વાર્ષિક મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)માં 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
1.7 કરોડથી વધારે વેપારીઓને ફાયદો થશે
આ પહેલથી પેટીએમ ઈકોસિસ્ટમ પર 1.7 કરોડથી વધારે વેપારીઓને ફાયદો થશે, જેઓ તેમના ગ્રાહકો પાસેથી પેમેન્ટ સ્વીકારવા માટે પેટીએમ ઓલ-ઈન-વનક્યુઆર, પેટીએમ સાઉન્ડ બોક્સ, અને પેટીએમ ઓલ-ઈન-વન એન્ડ્રોઈડ POSનો ઉપયોગ કરે છે.
તમારા હિસાબથી બેંક અકાઉન્ટ અથવા પેટીએમ વોલેટમાંથી પેમેન્ટ લઈ શકશો
વેપારીઓને પસંદગી કરવાની પણ સુવિધા હશે કે તેઓ ડાયરેક્ટ તેમના બેંક અકાઉન્ટ અથવા તેમના પેટીએમ વોલેટમાંથી ક્યાંથી પેમેન્ટ લેવા માગે છે. કંપની પેટીએમ વોલેટ, UPI,રૂપે NEFT અને RTGS સહિત અન્ય તમામ પ્રકારની ચૂકવણી સ્વીકૃતિને પ્રોત્સાહન આપી રહી છે. તે ઉપરાંત વેપારીઓને કોઈપણ ચાર્જ વગર પેટીએમ ઓલ-ઈન-વન ક્યુઆરથી અનલિમિટેડ પેમેન્ટ સ્વીકાર કરવાની પણ છૂટ આપે છે.
પેટીએમ MSMEને 2021 સુધી 1000 કરોડ રૂપિયાની લોન આપશે
પેટીએમ MSMEને નાણાકીય મદદ પણ પૂરી પાડે છે. તેના અંતર્ગત કંપનીએ 2021 સુધીમાં 1000 કરોડ રૂપિયાની લોન આપવાનું લક્ષ્યાંક રાખ્યું છે. કંપની ‘મર્ચન્ચ લેડિંગ પ્રોગ્રામ’ અંતર્ગત પેટીએમ ફોર બિઝનેસ એપ પર કસ્ટમર્સને કોલેટરલ ફ્રી લોન આપી રહી છે.
UPI પેમેન્ટ સર્વિસ પર 1 જાન્યુઆરીથી 30% કેપ લગાવવાનો નિર્ણય
તાજેતરમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સની તરફથી ચલાવામાં આવતી UPI પેમેન્ટ સર્વિસ પર 1 જાન્યુઆરી 2021થી 30% કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ લાગુ થયા બાદ ગૂગલ પે, એમેઝોન પે, ફોન પે, જેવી થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સના ગ્રાહકો પર અસર થશે.
NPCIના જણાવ્યા પ્રમાણે, થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ પર 30% કેપ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. NPCIએ આ નિર્ણય ભવિષ્યમાં કોઈપણ થર્ડ પાર્ટી એપ્સના એકાધિકાર અટકાવવા અને તેની સાઈઝના હિસાબથી મળતા વિશેષ ફાયદા રોકવા માટે કર્યો છે. 30% કેપ નક્કી કરવાથી હવે ગૂગલ પે, એમેઝોન પે, ફોન પે જેવી કંપનીઓ UPI અંતર્ગત થતા કુલ ટ્રાન્ઝેક્શનમાં મહત્તમ 30% ટ્રાન્ઝેક્શન મેનેજ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.