ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમ (Paytm)એ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન સર્વિસ શરૂ કરી છે. પેટીએમની આ સેવાનો લાભ વર્ષના 365 દિવસ લઈ શકાશે, એટલે તમે આ લોન માટે રજાના દિવસે પણ અપ્લાય કરી શકો છો. આ લોન NBFC અને બેંકોની તરફથી આપવામાં આવશે.
માત્ર 2 મિનિટમાં 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે
પેટીએમની પર્સનલ લોન સર્વિસ અંતર્ગત વર્ષના 365 દિવસ કોઈપણ સમયે માત્ર 2 મિનિટમાં લોન મળી શકશે. તેમાં 2 લાખ રૂપિયા સુધીની ઈન્સ્ટન્ટ લોન મળી શકે છે. આ લોન ક્રેડિટ સ્કોર અને ખરીદારીની પેટર્નના આધાર પર મળશે. તમે આ લોન 18-36 મહિનાની EMIમાં ચૂકવી શકો છો.
બેંકો અને NBFCની સાથે કરાર કર્યો
આ સર્વિસ માટે પેટીએમે ઘણી બેંકો અને NBFCની સાથે કરાર કર્યો છે. કંપની હવે પ્લેટફોર્મ પરથી પર્સનલ લોન સર્વિસનો લાભ ઉઠાવવા માટે નાણાકીય વર્ષના અંત સુધી 10 લાખથી વધારે યુઝર્સનું પ્લાનિંગ કરી રહી છે.
પેટીએમ MSMEને 2021 સુધી 1000 કરોડ રૂપિયાની લોન આપશે તે ઉપરાંત પેટીએમ MSMEને નાણાકીય મદદ પણ આપી રહી છે. તેના અંતર્ગત કંપનીને 2021 સુધી 1000 કરોડ રૂપિયાની લોન આપવાનું લક્ષ્યાંક રાખ્યું છે. કંપની ‘મર્ચન્ટ લેડિંગ પ્રોગ્રામ’ અંતર્ગત પેટીએમ ફોર બિઝનેસ એપ પર કસ્ટમર્સને કોલેટરલ-ફ્રી લોન આપી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.