તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Paying A Daily Premium Of Rs 1 In Pradhan Mantri Jeevan Bima Yojana Will Get Death Insurance Of ડે 2 Lakh, You Need To Have A Bank Account To Avail The Benefits Of The Scheme.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્શ્યોરન્સ:પ્રધાનમંત્રી જીવન બીમા યોજનામાં દરરોજ 1 રૂપિયાનું પ્રીમિયમ ભરવાથી ₹2 લાખનો ડેથ ઇન્શ્યોરન્સ મળશે, સ્કીમનો ફાયદો ઉઠાવવા બેંક અકાઉન્ટ હોવું જરૂરી

દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી 50 વર્ષની ઉંમરની કોઇપણ વ્યક્તિ આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે
  • સ્કીમનો ફાયદો લેવો હોય તો બેંક અકાઉન્ટ હોવું જરૂરી છે

સરકાર દેશના લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) છે. આ યોજના અંતર્ગત વાર્ષિક 330 રૂપિયાના પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનો ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન આપવામાં આવે છે. એટલે કે, દરરોજ 1 રૂપિયા કરતાં પણ ઓછા પ્રીમિયમમાં તમને 2 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ મળશે. અહીં તમને આ યોજના વિશે જણાવવામાં આવ્યું છે.

વીમાધારકનું મૃત્યુ થઆય તો પરિવારને 2 લાખ રૂપિયા મળશે
અકસ્માતમાં કાયમી સંપૂર્ણ અપંગતા એટલે કે બે આંખ અથવા બે હાથ અથવા પગ જતા રહે તો 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. અકસ્માતમાં કાયમી આંશિક અપંગતા જેવા કે એક આંખમાં દૃષ્ટિ ગુમાવવી અથવા એક હાથ અથવા એક પગનો ઉપયોગ ન થઈ શકે તેવી સ્થિતિમાં રૂ.1 લાખ ચૂકવવામાં આવશે.

અરજદારનું બેંક ખાતું હોવું આવશ્યક છે
​​​​​​​પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) ફોર્મ ઓનલાઇન અથવા બેંકમાં જઈને ભરી શકાય છે. તમે કોઈપણ બેંક દ્વારા આ વીમો લઈ શકો છો. પબ્લિક સેક્ટર સાથે પ્રાઇવેટ બેંકોએ પણ તેમની વેબસાઇટ પર આને લગતી સંપૂર્ણ માહિતી આપી છે. યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. નાણાં સીધા બેંક ખાતામાંથી ડેબિટ થાય છે.

કવર પિરિઅડ 1 જૂનથી 31 મેનો છે
તેનો કવર પિરિઅડ 1 જૂનથી 31 મે સુધીનો છે. આનો અર્થ એ છે કે PMJJBY પોલિસી કોઈપણ તારીખે ખરીદવામાં આવી હોય પ્રથમ વર્ષ માટે તેનું કવરેજ આવતા વર્ષે 31મે સુધી રહેશે. આમાં રિસ્ક કવર સ્કીમમાં એનરોલમેન્ટ કરાવ્યા પછીના 45 દિવસ પછી જ મળે છે.

મેડિકલ ટેસ્ટ જરૂરી નહીઆમાં વીમો ખરીદવા માટે કોઈ મેડિકલ ટેસ્ટની જરૂર નથી. તમારા બેંક ખાતામાંથી પ્રીમિયમ રકમ કાપવામાં આવે ત્યારથી તમને આ સુવિધા મળવાનું શરૂ થશે.

લાભ ક્યાંથી લઈ શકાય?
તમે http://www.jansuraksha.gov.in વેબસાઇટ દ્વારા તેનું ફોર્મ ડાઉનલોડ કરીને ડુટેલ ભરીને બેંક અથવા ઇન્શ્યોરન્સ કંપનીમાંજમા કરાવી શકો છો. જો કોઈ કાઉન્ટ હોલ્ડરનું એક કરતાં વધુ બેંકમાં સેવિંગ અકાઉન્ટ હોય તો પણ તે ફક્ત એક જ વાર આ ઇન્શ્યોરન્સનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, જો તમે અન્ય જાણકારી મેળવવા માગતા હો તો ટોલ ફ્રી નંબર 1800-180-1111 / 1800-110-001 પર કોલ કરી શકો છો.

ઇન્શ્યોરન્સ ક્લેમ કેવી રીતે મળે છે?
​​​​​​​નોમિનીએ એ બેંકમાં ક્લેમ કરવો પડશે જ્યાં સંબંધિત વ્યક્તિનો વીમો હતો. ડેથ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. ડિસ્ચાર્જ રસીદ સાથે અન્ય મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ્સ પણ આપવાના રહેશે.

ટર્મ પ્લાન એટલે શું?
ટર્મ પ્લાનમાં બીમા કંપની પોલિસીધારકના મૃત્યુ પછી જ બીમા રકમ ચૂકવે છે. જો પોલિસી લેનાર વ્યક્તિ સમય પૂરો થયા પછી પણ સ્વસ્થ રહે તો તો તેને કોઈ લાભ નથી મળતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો