• Gujarati News
  • Utility
  • Pay The Insurance Premium On Time, Otherwise You Will Also Have To Pay A Penalty

ઈન્શ્યોરન્સ:સમયસર ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવો, નહીં તો તમારે પેનલ્ટી પણ ચુકવવી પડશે

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક. જો તમે તમારી ઈન્શ્યોરન્સ પોલિસી લઈને રાખી છે તો યોગ્ય સમયે તેના પ્રીમિયમની ચૂકવણી કરવી મહત્વપૂર્ણ છે. કેમ કે, જો યોગ્ય સમયે પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો તમારી વીમા પોલિસી લેપ્સ એટલે કે બંધ થઈ શકે છે. તે ઉપરાંત સમય પર ન ભરવા પર તમારે પેનલ્ટી પણ ચુકવવી પડશે અને બીજા ક્લેમના સમયે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પ્રીમિયમ ન ભરવાથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

પોલિસી લેપ્સ થવાથી થઈ શકે છે નુકસાન
સમયસર પ્રીમિયમ ન ભરવાને કારણે વીમા પોલિસી લેપ્સ થઈ શકે છે અને આવી સ્થિતિમાં તમારે દંડ ભરવો પડે છે અને કેટલીક વિશેષ પોલિસીમાં વધારે નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી લેપ્સ થવાથી મોટુ નુકસાન થાય છે. ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી લેપ્સ થવા પર તમારા પરિવારને તમારા મૃત્યુ બાદ દાવાની રકમ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ઉપરાંત, તમે બાદમાં પોલિસી ખરીદો છો તો તમારે વધુ ચૂકવણી પણ કરવી પડે છે. 

તમારી અનુકૂળતા પ્રમાણે પસંદ કરો સમયગાળો
વીમા કંપનીઓ પ્રીમિયમ પેમેન્ટ માટે વાર્ષિક, અર્ધવાર્ષિક અને ત્રિમાસિક ધોરણે પ્રીમિયમ ચુકવણી માટે ચૂકવણી કરવાનો વિકલ્પ પણ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં તમારી સુવિધા પ્રમાણે પ્રીમિયમનો સમયગાળો પસંદ કરી શકો છો.  તમારે તમારા આવકનાં સાધનોને ધ્યાનમાં રાખીને સમયગાળો પસંદ કરવો જોઈએ. આ સિવાય, તમારી ક્ષમતા અનુસાર પોલિસી અને પ્રીમિયમ રકમ પસંદ કરો.

ક્યારે પોલિસી લેપ્સ થાય છે
સામાન્ય રીતે કંપનીઓ પ્રીમિયમ ચૂકવવા માટે વધારાના 30 દિવસ આપે છે. જો તમે કોઈ કારણોસર આ સમયસીમા ચૂકી જાઓ છો, તો તમારી પોલિસીને લેપ્સ માનવામાં આવશેય યૂલિપ (યુવિક લિંક્ડ ઈન્શયોરન્સ પ્લાન)માં જો તમે પહેલાંથી પાંચ વર્ષ સુધી અથવા લોક ઈન પિરિઅડ દરમિયાન પ્રીમિયમ ચૂકવશો નહીં, તો તમારી પોલિસી લેપ્સ માનવામાં આવશે. આવી સ્થિતિમાં તમને ઈન્શ્યોરન્સનો લાભ નહીં મળે. 

નવી અને રિવાઈવલ પોલિસી
કંપનીઓ વીમા પોલિસીને રિવાઈવલ કરવાનો ઓપ્શન આપે છે. પરંતુ નવી અને રિવાઈવલ ઈન્શ્યોરન્સ પોલિસીના ખર્ચમાં તફાવત હોય છે. એટલે કે પોલિસી લેપ્સ થવા પર તેના પર પ્રીમિયમ વધારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...