• Gujarati News
  • Utility
  • Pay Special Attention To Things Like Monthly Investment And Health Insurance In The New Year, Don't Worry About Money In Times Of Trouble

ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ:નવા વર્ષમાં મંથલી રોકાણ અને હેલ્થ ઈન્શ્યોરન્સ જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું, મુશ્કેલીના સમયે પૈસા માટે હેરાન નહીં થવું પડે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્યારે પણ તમારા બધા પૈસાનું એક જ જગ્યાએ રોકાણ ન કરવું જોઈએ

નવું વર્ષ 2022 શરૂ થઈ ગયું છે પરંતુ આ વર્ષે પણ કોરોનાએ લોકોનો પીછો નથી છોડ્યો. છેલ્લા 2 વર્ષમાં કોરોનાનાં કારણે ઘણા લોકોને નાણાકીય સંકટનો સામનો કરવો પડ્યો છે. તેથી જરૂરી છે કે નવા વર્ષમાં નાણાકીય સંકટથી બચવા માટે આ વર્ષે કેટલીક સારી આદતો અપનાવી જોઈએ. જાણો એવી 6 બાબતો વિશે જેને અપનાવીને તમે આ વર્ષે નાણાકીય સંકટથી બચી શકો છો.

બજેટ તૈયાર કરીને તેનું પાલન કરો
કોઈપણ પ્રકારની નાણાકીય સમસ્યાનો સામનો કરવા માટે નાણાકીય અનુશાસન જરૂર છે. નાણાકીય અનુશાસન માટે તમારે તમારા માનસિક ખર્ચાઓ માટે એક બજેટ તૈયાર કરવું જોઈએ અને મહિનાના અંતમાં વાસ્તવિક ખર્ચાની સાથે બજેટની તુલના કરવી જોઈએ. આ તુલના તમને અહેસાસ કરાવશે કે તમે તે મહિનામાં શું બિનજરૂરી ખર્ચા કર્યા છે. તેનાથી તમે તમારા બિનજરૂરી ખર્ચાઓને કંટ્રોલ કરી શકશો.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો
ઈમર્જન્સી સિવાય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. તે તમને તમારી મર્યાદાની અંદર ખર્ચ કરવા અને કોઈપણ દેવાની જાળમાં ફસાવવાથી બચાવશે. કોરોનાકાળમાં ઘણા લોકો તેમનું ક્રેડિટ કાર્ડનું બિલ નથી ચૂકવી શક્યા. તેનાથી ક્રેડિટ સ્કોર પણ ખરાબ થાય છે અને વ્યાજ પણ વધે છે.

ઈમર્જન્સી ફંડ તૈયાર કરો
જો કોઈ કારણોસર તમે આર્થિક સંકટનો ભોગ બનો છો તો આવી સ્થિતિનો સામનો કરવા માટે તમારે તમારા ઘર ખર્ચ માટે ઓછામાં ઓછા 3 મહિના માટે જરૂરી રકમ એક ઈમર્જન્સી ફંડમાં રાખવી જોઈએ. આ ફંડ તમે બેંકના સેવિંગ અકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડની લિક્વિડ ફંડમાંથી બનાવી શકો છો. આ ફંડનો ઉપયોગ માત્ર ઈમર્જન્સીમાં જ કરવો.

મેડિકલ ઈન્શ્યોરન્સ જરૂરી છે
કોરોનાકાળે લોકોને મેડિકલ ઈન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાવી દીધું છે. મેડિકલ ઈન્શ્યોરન્સ તમને સમયાંતરે પર્યાપ્ત મદદ પ્રદાન કરે છે. આર્થિક સંકટના સમયમાં જો તમે અથવા તમારા પરિવારની સામે કોઈ મેડિકલ ઈમર્જન્સીની સ્થિતિ આવે છે તો તમે હેલ્થ પોલિસીના આધારે તેને સરળતાથી દૂર કરી શકશો. જો તમારી પાસે હેલ્થ પોલિસી નથી તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કોરોના માટે તમે અલગથી 'કોરોના કવચ' પોલિસી લઈ શકો છો.

મંથલી રોકાણ જરૂરી
નવા વર્ષે અથવા ભવિષ્યમાં પૈસાને લઈને તમારે વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે રોકાણના યોગ્ય વિકલ્પ પસંદ કરો અને જો પહેલાથી રોકાણ કરી રહ્યા છો તો તેને બંધ ન કરો. મંથલી રોકાણ અથવા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) જરૂરી છે. તેના દ્વારા તમે સરળતાથી ભવિષ્યની જરૂરિયાતોને લઈને ફંડ તૈયાર કરી શકશો.

એક જ જગ્યાએ બધા પૈસાનું રોકાણ ન કરો
ક્યારે પણ તમારા બધા પૈસાનું એક જ જગ્યાએ રોકાણ ન કરવું જોઈએ. તમારે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા રાખવી જોઈએ, કેમ કે જરૂરી નથી કે તમે જ્યાં પૈસાનું રોકાણ કર્યું છે તે તમને રિટર્ન આપે જ. ધારો કે, તમે બે જગ્યાએ 100-100 રૂપિયાનું રોકાણ કરો છો. પહેલામાંથી તમને 10%નું રિટર્ન મળે છે અને બીજી જગ્યાએથી 5%નું નુકસાન થયું. તો આવી સ્થિતિમાં તમે ફાયદામાં રહેશો. તેમજ જો પહેલાથી જ તમને 10%નું નુકસાન અને બીજી જગ્યાએ 5 ટકાનો ફાયદો થયો તો આવી સ્થિતિમાં બીજી જગ્યાએ થયેલો ફાયદો તમારા નુકસાનને ઓછું કરી શકે છે.