તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Pay A Premium Of Rs 1 Per Month In Pradhan Mantri Vima Suraksha Yojana And Get Insurance Of Rs 2 Lakh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ:પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનામાં મહિને 1 રૂપિયાનું પ્રીમિયમ ભરો અને 2 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ મેળવો

દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોઇપણ બેંક દ્વારા આ ઇન્શ્યોરન્સ લઈ શકાય છે
 • આ સ્કીમનો લાભ 18થી 70 વર્ષની ઉંમર સુધીના લોકો લઈ શકે છે

સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે આવી ઘણી વીમા યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ યોજના અંતર્ગત મહિને માત્ર 1 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવતાં 2 લાખનો ડેથ ઇન્શ્યોરન્સ મળે છે. આ સ્કીમ અંતર્ગત દર મહિને 1 રૂપિયાના ધોરણે દર વર્ષે રૂ .12ના પ્રીમિયમ પર અનેક પ્રકારના કવર મળે છે. આ રકમ તમારા લિંક્ડ બેંક ખાતાંમાંથી દર મહિને કાપવામાં આવે છે. આ અંતર્ગત 2 લાખ રૂપિયાનું કવર મળે છે, જ્યારે વિવિધ સંજોગોમાં એક લાખ રૂપિયા મળે છે. અહીં તમને આ યોજના વિશે જણાવવામાં આવ્યું છે. રહ્યા છીએ.

અરજી કરનાર પાસે બેંક અકાઉન્ટ હોવું જરૂરી

 • તમે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY)નું ફોર્મ ઓનલાઇન અથવા બેંકમાં જઈને ભરી શકો છો. તમે કોઈપણ બેંક દ્વારા આ વીમા લઈ શકો છો. જાહેર ક્ષેત્રની સાથે ખાનગી બેંકોએ પણ તેમની વેબસાઇટ પર આને લગતી સંપૂર્ણ માહિતી આપી છે.
 • આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. નાણા સીધા બેંક ખાતામાંથી ડેબિટ થાય છે. આ સાથે આ યોજના સાથે જોડાયેલ ફોર્મ http://www.dif.mp.gov.in/pmjsby.htm પરથી ડાઉનલોડ કરી બેંકમાં સબમિટ કરી શકાય છે.
 • ફોર્મ અંગ્રેજી, હિંદી, ગુજરાતી, બાંગ્લા, કન્નડ, ઓરડિયા, મરાઠી, તેલુગુ અને તમિળ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જ્યાં તમારું બચત ખાતું છે તે બેંક પર જાઓ અને આ ફોર્મ સબમિટ કરો.
 • પ્રીમિયમ માટે, તમારે બેંક ફોર્મમાં એ મંજૂરી આપવી પડશે કે પ્રીમિયમ રકમ તમારા ખાતામાંથી જ કાપવામાં આવે. બેંકો દર વર્ષે 1 જૂને તમારા અકાઉન્ટમાંથી આપમેળે પ્રીમિયમ રકમ કાપી નાખશે.
 • પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના લેવા માટે અરજદારે બેંક ખાતું રાખવું પડશે. આ ઉપરાંત તેની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. તેમજ, આ વીમો લેવા માટે મહત્તમ ઉંમર 70 વર્ષ છે.

અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળશે

અકસ્માતમાં કાયમી સંપૂર્ણ અપંગતા આવે તો એટલે કે બંને આંખ અથવા બંને હાથ અથવા બંને પગ જતા રહે અથવા એક આંખ અને એક હાથ અથવા એક પગ જતો રહે તો 2 લાખ રૂપિયા મળશે.

આકસ્માતમાં આંશિક અપંગતા જેવી કે, એક આંખમાં દૃષ્ટિ ગુમાવવી અથવા એક હાથ અથવા એક પગનો ઉપયોગ કરવામાં અક્ષમતા રહે તો 1 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.

13.53 કરોડ લોકો આ યોજનામાં જોડાયા

13.53 કરોડ લોકો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો લાભ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે આપેલી માહિતી મુજબ દર અઠવાડિયે 1.5 લાખથી વધુ લોકો આ યોજનામાં જોડાઇ રહ્યા છે. આ યોજના સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો