રોકાણ સંબંધિત નિર્ણય લેતા પહેલા રોકાણકારોના મનમાં હંમેશાં એ સવાલ થાય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વ્યૂહરચના શું હોવી જોઈએ? શું પેસિવ ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ અથવા પછી એક્ટિવ રીતે મેનેજ થતાં ફંડ પર વિશ્વાસ કરવો જોઈએ? પેસિવ ફંડ્સે છેલ્લા કેટલાક વર્ષોમાં સારું રિટર્ન આપ્યું છે. તમે પણ તેમાં રોકાણ કરીને ફાયદો મેળવી શકો છો.
શું છે પેસિવ ફંડ?
તે મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે. તેમાં એક એવા પોર્ટફોલિયોમાં રોકાણ કરવામાં આવે છે, જે નિફ્ટી અને સેન્સેક્સ વગેરે જેવા માર્કેટ ઈન્ડેક્સની નકલ કરે છે. પોર્ટફોલિયોમાં તેની ગણતરીની સાથે તમામ સિક્યોરિટીઝ પણ તેવા પ્રકારની જ હશે જેમ કેઈન્ડેક્સ ફંડ ટ્રેક કરતા હોય છે. પેસિવ ફંડમાં ફંડ મેનેજર સક્રિય રીતે એ પસંદ નથી કરતાં કે સ્ટોક શું ફંડ બનાવશે. આ એક કારણ છે કે પેસિવ ફંડમાં એક્ટિવ ફંડની તુલનામાં રોકાણ કરવું સરળ છે.
રોકાણકારો પેસિવ ફંડ ત્યારે ખરીદે છે જ્યારે તેઓ ઈચ્છે કે તેમનું રિટર્ન માર્કેટના જેટલું હોય. આ ફંડ ઓછા ખર્ચવાળા ફંડ છે કેમ કે સ્ટોકની પસંદગી અને રિસર્ચમાં કોઈ ખર્ચ સામેલ નથી. પેસિવ ફંડમાં ગોલ્ડ ફંડ અને ઈન્ડેક્સ ફંડ સહિત ઘણા અન્ય ફંડ આવે છે.
પેસિવ ફંડ્સમાં ફંડ મેનેજરની ભૂમિકા મર્યાદિત હોય છે
રુંગટા સિક્યોરિટીઝમાં CFP અને પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ હર્ષવર્ધન રુંગટા જણાવે છે કે એક્ટિવ ફંડ્સમાં ફંડ મેનેજર નિર્ણય કરે છે કે પૈસાનું કયા કયા સેક્ટરના કયા શેરોમાં રોકાણ કરવામાં આવે. તેમજ પેસિવ ફંડ્સ ઈન્ડેક્સ (સૂચકાંકો), જેમ કે, સેન્સેક્સની 30 કંપનીઓ અથવા નિફ્ટીની 50 કંપનીઓમાં તેમના વેટેજના પ્રમાણમાં રોકાણ કરે છે. આવી સ્થિતિમાં પેસિવ ફંડ્સમાં ફંડ મેનેજરની ભૂમિકા મર્યાદિત થઈ જાય છે. તેથી તેમની મેનેજમેન્ટની ફી પણ ઓછી હોય છે.
તેમાં કેટલા રૂપિયાનું રોકાણ કરવું જોઈએ?
હર્ષવર્ધન રુંગટાના જણાવ્યા પ્રમાણે, જો તમે પહેલી વખત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છો તો તેને આ કેટેગરીમાં રોકાણ કરી શકો છો. ઈન્ડેક્સ ફંડ તે લોકો માટે યોગ્ય માનવામાં આવે છે, જેમની પાસે માર્કેટને સારી રીતે ટ્રેક કરવાનો સમય નથી હોતો. તેના માટે વધારે રિસર્ચની પણ જરૂર નથી હોતી.
તેમાં પોર્ટફોલિયોના કેટલા ભાગનું રોકાણ કરી શકાય છે?
કેડિયા કમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે, પેસિવ ફંડ્સમાં તમે તમારા પોર્ટફોલિયોના કેટલા ભાગનું રોકાણ કરવું જોઈએ તે તમારી ઉંમર અને રિસ્ક લેવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. જો તમે યુવાન છો તો તેનો હિસ્સો તમારા પોર્ટફોલિયોના 5થી 10% જેટલો હોવો જોઈએ. તેમજ જો તમારી ઉંમર 50 વર્ષ કરતાં વધારે છે તો તમે તેમાં 20% સુધી રોકાણ કરી શકો છો.
છેલ્લા કેટલાક વર્ષોમાં આ ફંડ્સે સારું રિટર્ન આપ્યું
ફંડનું નામ | છેલ્લા 1 વર્ષમાં રિટર્ન (%) | છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) | છેલ્લાં 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) |
UTI નિફ્ટી ઈન્ડેક્સ ફંડ | 57.6 | 14.8 | 14.8 |
ICICI પ્રુડેન્શિયલ નિફ્ટી ઈન્ડેક્સ ફંડ | 56.8 | 14.3 | 14.2 |
ફ્રેંકલિન ઈન્ડિયા ઈન્ડેક્સ ફંડ નિફ્ટી પ્લાન | 56.2 | 13.8 | 13.7 |
નિપ્પોન ઈન્ડિયા ઈન્ડેક્સ ફંડ | 53.9 | 14.4 | 14.5 |
LIC MF ઈન્ડેક્સ ફંડ | 53.0 | 14.2 | 14.1 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.